Bihar: મંત્રીમંડળ વિસ્તરણની તૈયારીઓ, ભાજપે નીતિશ કુમારને સોંપી ધારાસભ્યોની યાદી

Bihar: નીતિશ કુમારના મંત્રીમંડળનું વિસ્તરણ ઝડપથી થવા જઇ રહ્યું છે. જેના પગલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસવાલ અને ઉપ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ Bihar ના મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા પહોંચ્યા હતા.

Bihar: મંત્રીમંડળ વિસ્તરણની તૈયારીઓ, ભાજપે નીતિશ કુમારને સોંપી ધારાસભ્યોની યાદી
Nitish Kumar

Bihar: નીતિશ કુમારના મંત્રીમંડળનું વિસ્તરણ ઝડપથી થવા જઇ રહ્યું છે, જેના પગલે આજે મોડી સાંજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસવાલ અને ઉપ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ  Bihar ના મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા તેના નિવાસે પહોંચ્યા હતા.  હાલમાં આ બંને નેતા ભાજપ હાઇકમાન્ડને દિલ્હીમાં મળીને આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે હાઇ કમાન્ડ દ્વારા બિહાર મંત્રીમંડળના વિસ્તારની મંજૂરી આપી દીધી છે.

મંત્રીમંડળમા સામેલ થનાર ધારાસભ્યોની સૂચિ પણ હવે ભાજપે નીતિશકુમારને સોંપી દીધી છે. સોમવારે વિધાન પરિષદ માટે શાહનવાજ હુસેન ઉમેદવારી પત્ર ભરશે. વિધાન પરિષદની બે બેઠકોની પેટાચુંટણી બાદ 12 રાજ્યપાલ ક્વૉટાની બેઠકો માટે યાદી તૈયાર કરી લેવામાં આવી છે. નીતિશ કુમારે આ પૂર્વે અનેક વાર કહી ચૂક્યા છે કે ભાજપના લીધે મંત્રીમંડળનો વિસ્તાર નથી થઇ રહ્યો.

ગત સપ્તાહે નીતિશ કુમારે કહ્યું હતું કે ‘મે ક્યારેય મંત્રીમંડળના વિસ્તારમા આટલી વાર નથી કરી અમે પહેલાં જ બધુ નક્કી કરી લઇએ છીએ, પરંતુ આ વખતે નિર્ણય ભાજપે લેવાનો છે. તેમના તરફથી જ્યારે રિપોર્ટ આવશે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. હાલ બિહારમાં 14 મંત્રી છે. ગત વર્ષે બિહાર વિધાનસભામાં એનડીએને બહુમત મળ્યા બાદ નીતિશ કુમારે 16 ડિસેમ્બરના રોજ 14 મંત્રીઓ સાથે શપથ લીધા હતા. જેમાંથી એક મંત્રી મેવાલાલ ચૌધરીએ રાજીનામું આપી દીધું છે.

 

આ પણ વાંચો: Vastu Tips: શું તમારા લગ્નમાં આવે છે વિઘ્નો? અપનાવો આ ઉપાય

Click on your DTH Provider to Add TV9 Gujarati