સોશિયલ મીડિયાના દુરૂપયોગ માટે સંસદીય સમિતિએ Twitter ને ફટકાર લગાવી, પૂછ્યું દંડ કેમ ન કરવો

શુક્રવારે માઇક્રો બ્લોગિંગ સાઇટ Twitter ના અધિકારીઓ કોંગ્રેસના સાંસદ શશી થરૂરની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા. આ દરમિયાન સમિતિએ કંપનીના અધિકારીઓને ઠપકો આપ્યો હતો.

સોશિયલ મીડિયાના દુરૂપયોગ માટે સંસદીય સમિતિએ Twitter ને ફટકાર લગાવી, પૂછ્યું દંડ કેમ ન કરવો
સોશિયલ મીડિયાના દુરૂપયોગ માટે સંસદીય સમિતિએ Twitter ને ફટકાર લગાવી

દેશના માહિતી ટેકનોલોજી(IT)ના નિયમોને લઈને કેન્દ્ર સરકાર અને Twitter વચ્ચેના વિવાદ દરમ્યાન શુક્રવારે માઇક્રો બ્લોગિંગ સાઇટના અધિકારીઓ કોંગ્રેસના સાંસદ શશી થરૂરની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા. આ દરમિયાન સમિતિએ કંપનીના અધિકારીઓને ઠપકો આપ્યો હતો. ટ્વિટર વતી ગોપનીયતા નીતિનો ઉલ્લેખ કરતા સમિતિએ કહ્યું કે દેશનો કાયદો સર્વોપરી છે, તમારી નીતિનો નહિ.\

દેશના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ કેમ ન કરવો જોઈએ

ઇન્ફર્મેશન ટેક્નોલોજી પરની સંસદીય સમિતિના સભ્યોએ Twitter ને પૂછ્યું કે, દેશના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ કેમ ન કરવો જોઈએ. કેન્દ્ર સરકારે આ મહિનાની શરૂઆતમાં ટ્વિટરને તાત્કાલિક નવા આઇટી(IT)નિયમોનું પાલન કરવાની છેલ્લી તક આપતા નોટિસ ફટકારી હતી અને ચેતવણી આપી હતી કે જો નિયમોનું પાલન નહિ કરવામાં આવે તો પ્લેટફોર્મને આઇટી(IT)એક્ટ હેઠળ જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવશે નહીં.

Twitterને સમન્સ પાઠવ્યું હતું

ઇન્ફર્મેશન ટેક્નોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિએ ગયા અઠવાડિયે પ્લેટફોર્મના દુરૂપયોગ અને નાગરિકોના હક્કોના રક્ષણ સહિતના મુદ્દાઓ પર Twitterને સમન્સ પાઠવ્યું હતું. શુક્રવારે Twitterઇન્ડિયાના પબ્લિક પોલિસી મેનેજર શગુફ્તા કામરાન અને કાનૂની સલાહકાર આયુષિ કપૂરે સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

Twitter વચ્ચે ઘણા વિષયો પર તકરાર ચાલી રહી છે

છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર અને Twitter વચ્ચે ઘણા વિષયો પર તકરાર ચાલી રહી છે. થોડા દિવસ પહેલા જ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સહિતના સંગઠનના ઘણા વરિષ્ઠ અધિકારીઓના ટ્વિટર એકાઉન્ટનું ‘બ્લુ ટિક’ હટાવ્યા બાદ ટ્વિટર પણ વિવાદમાં આવી ગયું હતું. જો કે વિવાદ બાદ ટ્વિટરે આ બ્લ્યુ ટીક ફરી એક્ટિવ કરી દીધું હતું.

ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરીને પૂછપરછ કરી હતી

આ પૂર્વે દિલ્હી પોલીસે ટ્વિટરને એક નોટિસ મોકલીને પૂછ્યું હતું કે તે કેન્દ્ર સરકાર વિરુદ્ધ કથિત કોંગ્રેસ ટૂલકિટને ” મેનિપુલીટેડ મીડિયા’ નું લેબલ કેવી રીતે આપ્યું. 31 મેના રોજ દિલ્હી પોલીસે આ મામલે ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરીને પૂછપરછ કરી હતી. 24 મેના રોજ ટૂલકિટના મુદ્દે પોલીસ દિલ્હી અને ગુડગાંવમાં ટ્વિટરની ઓફિસ પણ પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે , સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter અને સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે(Ravisankar Prasad)સ્પષ્ટતા કરી હતી કે સરકાર સંપૂર્ણ તટસ્થ છે. તેમણે કહ્યું કે, જો કોઈ દેશના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સહિત અડધી સરકાર Twitter પર હોય તો સ્પષ્ટ થાય છે કે આપણે તટસ્થ છીએ. પરંતુ નિયમ એ નિયમ છે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે(Ravisankar Prasad)એ કહ્યું અમે કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં નથી. પરંતુ તેણે કાયદાનું પાલન કરવું પડશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati