ઈતિહાસ રચવા માટે નવું સંસદ ભવન તૈયાર, માઈક અને ડિસ્પ્લેનું કરવામાં આવ્યું ટેસ્ટિંગ

રિહર્સલ દરમિયાન સાંસદોની બેઠક વ્યવસ્થા તેમજ માઇક્રોફોન અને ટેબલ પરના ડિસ્પ્લેની ચકાસણી કરવામાં આવી હતી. નવા સંસદ ભવનમાં ડિસ્પ્લે અને માઈક વગેરેમાં કોઈપણ પ્રકારની સમસ્યા ન હોવાનું ખાસ જોવામાં આવ્યું હતું. આ માટે સંસદભવનના કર્મચારીઓને સાંસદોની સીટ પર બેસાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ માઈક અને ડિસ્પ્લેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

ઈતિહાસ રચવા માટે નવું સંસદ ભવન તૈયાર, માઈક અને ડિસ્પ્લેનું કરવામાં આવ્યું ટેસ્ટિંગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 11:26 PM

કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. વિશેષ સત્ર જૂના સંસદ ભવનથી શરૂ થશે અને નવા સંસદભવનમાં સમાપ્ત થશે. સંસદના આ સત્રને ધ્યાનમાં રાખીને સંસદની બંને ઇમારતોમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સંસદની બેઠક દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે નવા સંસદ ભવનમાં બે દિવસ અને જૂના સંસદ ભવનમાં એક દિવસ રિહર્સલ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: હવે તમારા તમામ કામ થશે ફક્ત બર્થ સર્ટિફિકેટની મદદથી, 1 ઓક્ટોબરથી લાગુ થશે આ નવો નિયમ, જાણો સમગ્ર વિગત

રિહર્સલ દરમિયાન સાંસદોની બેઠક વ્યવસ્થા તેમજ માઇક્રોફોન અને ટેબલ પરના ડિસ્પ્લેની ચકાસણી કરવામાં આવી હતી. નવા સંસદ ભવનમાં ડિસ્પ્લે અને માઈક વગેરેમાં કોઈપણ પ્રકારની સમસ્યા ન હોવાનું ખાસ જોવામાં આવ્યું હતું. આ માટે સંસદભવનના કર્મચારીઓને સાંસદોની સીટ પર બેસાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ માઈક અને ડિસ્પ્લેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દિવાળી પર કઇ કઇ જગ્યાએ દીવા પ્રગટાવવા જોઇએ ?

માહિતી અનુસાર, તમામ મહત્વપૂર્ણ બિલ 20 થી 22 સપ્ટેમ્બરની વચ્ચે જ લાવવામાં આવશે, ખાસ સત્રના છેલ્લા ત્રણ દિવસ. કારણ કે સત્રના પહેલા દિવસે એટલે કે 18મી સપ્ટેમ્બરે જૂની બિલ્ડિંગમાં ફોટો સેશન થશે. આ પહેલા 17 સપ્ટેમ્બરે સવારે 9.30 કલાકે નવા સંસદ ભવનનાં પ્રાંગણનાં ગેટ પર સ્પીકર અને અધ્યક્ષ દ્વારા ત્રિરંગો ફરકાવવામાં આવશે.

સત્ર પહેલા સંસદની મુલાકાત પર ચર્ચા થશે

બુધવારે સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભામાં 75 વર્ષમાં સંસદની સફર પર ચર્ચા થશે. ચર્ચા દરમિયાન, વિવિધ નેતાઓ અને સાંસદો બંધારણ સભા સાથે અત્યાર સુધીની સંસદીય સફર અંગે તેમના મંતવ્યો રજૂ કરશે.

સરકારે વિશેષ સત્રને લઈને પોતાનો એજન્ડા પણ જાહેર કર્યો છે. સરકારના એજન્ડા મુજબ ગૃહમાં કુલ ચાર બિલ રજૂ કરવામાં આવશે. જેમાં પહેલું એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ 2023, બીજું પ્રેસ એન્ડ પીરિયોડિક રજિસ્ટ્રેશન બિલ 2023 હવે લોકસભામાં રજૂ કરવામાં આવશે.

પોસ્ટ ઓફિસ બિલ પર પણ ચર્ચા થશે

આ બંને બિલ ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ત્રીજું પોસ્ટ ઓફિસ બિલ 2023 અને ચોથું બિલ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક અને કાર્યકાળ અંગે પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેની ચર્ચા વિશેષ સત્ર દરમિયાન કરવામાં આવશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">