AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Monsoon Session: મણિપુર હિંસા પર સંસદની કાર્યવાહી સ્થગિત, બપોરે 2 વાગ્યે શરૂ થઈ શકે છે ચર્ચા, પીયૂષ ગોયલે કહ્યું- સરકાર તૈયાર

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, રાજ્યમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ભાજપ અને તેના ઘટક પક્ષોએ પણ મણિપુરની મુલાકાત લેવી જોઈએ. અમારી માગ છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવી જોઈએ.

Parliament Monsoon Session: મણિપુર હિંસા પર સંસદની કાર્યવાહી સ્થગિત, બપોરે 2 વાગ્યે શરૂ થઈ શકે છે ચર્ચા, પીયૂષ ગોયલે કહ્યું- સરકાર તૈયાર
Piyush Goyal
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 12:38 PM
Share

મણિપુરમાં (Manipur) છેલ્લા ત્રણ મહિનાથી હિંસા ચાલી રહી છે. હિંસા પર ચર્ચાની માગને લઈને છેલ્લા ઘણા દિવસોથી સંસદમાં હંગામો થઈ રહ્યો છે. આજે પણ હંગામા બાદ લોકસભાની (Lok Sabha) કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે રાજ્યસભામાં કહ્યું છે કે, સરકાર આ મામલે ચર્ચા કરવા તૈયાર છે. અમે ઈચ્છીએ છીએ કે આ મુદ્દા પર 2 વાગ્યા બાદ ચર્ચા થવી જોઈએ. વિપક્ષ સતત સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માગ કરી રહ્યું છે.

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, રાજ્યમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ભાજપ અને તેના ઘટક પક્ષોએ પણ મણિપુરની મુલાકાત લેવી જોઈએ. અમારી માગ છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવી જોઈએ. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, મણિપુર એક સંવેદનશીલ મામલો છે. તેના પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ. ગૃહમાં ચર્ચા થવી જોઈએ, જેના માટે સરકાર તૈયાર છે.

રણનીતિ માટે NDA અને I.N.D.I.A. ગઠબંધનની બેઠક

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં વ્યૂહરચના અંગે વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. સંસદ પરિસરમાં I.N.D.I.A. ગઠબંધનની પણ એક બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને અન્ય પક્ષોના ઘણા નેતાઓએ હાજરી આપી હતી.

તમને જણાવી દઈએ કે ચોમાસુ સત્રની શરૂઆતથી જ મણિપુરની સ્થિતિને લઈને સંસદ સ્થગિત થઈ ગઈ છે. સરકારે મણિપુર પર ચર્ચાની ઓફર કરી છે, પરંતુ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાની રીત પર મતભેદ છે.

આ પણ વાંચો : આજે લોકસભામાં રજૂ થશે દિલ્હી સેવા બિલ, જાણો શું છે ખાસ, કેટલી ઘટશે કેજરીવાલની સત્તા

વિપક્ષો અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા

ચોમાસુ સત્ર પહેલા નરેન્દ્ર મોદીએ મણિપુરની ઘટના પર ટિપ્પણી કરી હતી અને મહિલાઓ પર થતા કોઈપણ અત્યાચારને ગંભીરતાથી લેવા જણાવ્યું હતું. જો કે વિપક્ષ સંસદની અંદર પીએમ મોદીના નિવેદનની માગ કરી રહ્યો છે. વિપક્ષ પીએમને નિવેદન આપવા દબાણ કરવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવ્યા છે. જેને લોકસભાના અધ્યક્ષે સ્વીકાર્યો હતો. જો કે હજુ સુધી અવિશ્વાસ પ્રસ્તાવની તારીખ જાહેર કરવામાં આવી નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">