Parliament Monsoon Session:મોદી સરકાર વિરૂદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર 7-8 ઓગસ્ટે થઈ શકે છે ચર્ચા- સુત્ર
એવું કહેવામાં આવી રહ્યું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર આવતા મહિને 7 અથવા 8 ઓગસ્ટે ચર્ચા થઈ શકે છે, જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Parliament Monsoon Session: મણિપુર મુદ્દે (Manipur Violence) સંસદમાં હોબાળો થયો છે. ચોમાસુ સત્ર શરૂઆતથી જ સરળતાથી ચાલી રહ્યું નથી. વિપક્ષ મણિપુર મુદ્દે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) નિવેદન પર સંસદમાં ચર્ચા કરવા ઈચ્છે છે. આ સાથે જ તેઓ સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાના છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ પર ક્યારે ચર્ચા થશે તેનો નિર્ણય લેવામાં આવશે. પીએમ મોદી ચર્ચાની શરૂઆતમાં ગૃહમાં હાજર રહેશે. ચર્ચા પૂરી થયા બાદ પીએમ મોદી તેનો જવાબ આપશે.
તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર આવતા મહિને 7 અથવા 8 ઓગસ્ટે ચર્ચા થઈ શકે છે, જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીનું કહેવું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર સમયગાળામાં ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર પાસે નંબર હોવાથી કોઈ સમસ્યા આવવાની નથી.
આા પણ વાંચો: મણિપુર હિંસાની તપાસમાં CBI એક્શનમાં, 6 FIR નોંધી, 10ની ધરપકડ, હવે મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને થશે સજા
સંસદ પરિસરમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમે વિપક્ષને જવાબ આપીશું. અમને આશા છે કે અમારી પાસે સંખ્યા હોવાથી કોઈ સમસ્યા નહીં થાય.
વિપક્ષની માંગ, અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ માટે જલ્દી તારીખ નક્કી કરવામાં આવે
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બુધવારે ગૃહમાં જણાવ્યું હતું કે તેમને નિયમ 193 હેઠળ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ તરફથી અવિશ્વાસ પ્રસ્તાવ મળ્યો છે. મોટા વિપક્ષી ગઠબંધન, I.N.D.I.A.ના સભ્યો, મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે બંને ગૃહોમાં અલગ-અલગ ચર્ચા કરવામાં આવે તેવી માગણી પર અડગ છે. તેઓ પૂર્વોત્તર રાજ્યની વર્તમાન સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર પણ ભાર આપી રહ્યા છે. વિપક્ષી સાંસદોની માંગ છે કે લોકસભાના સ્પીકર કેન્દ્ર વિરુદ્ધ અગાઉ દાખલ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન માટે તારીખ નક્કી કરે.