Panama Papers case: ઐશ્વર્યા રાય બચ્ચનની 6 કલાક ED એ કરી પુછપરછ

|

Dec 20, 2021 | 8:12 PM

પનામા પેપર્સ કેસમાં દેશની અનેક મોટી હસ્તીઓની તપાસ થઈ રહી છે. બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન પણ એક મહિના પહેલા ED ઓફિસ પહોંચ્યો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અમિતાભ બચ્ચનને નોટિસ પણ મોકલી શકે છે.

Panama Papers case: ઐશ્વર્યા રાય બચ્ચનની 6 કલાક ED એ કરી પુછપરછ
Aishwarya Rai Bachchan (file photo)

Follow us on

બચ્ચન પરિવારની પુત્રવધૂ ઐશ્વર્યા રાય પનામા પેપર્સ (Panama Papers case) કેસ સંબંધિત તપાસને લઈને સોમવારે દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( Enforcement Directorate,- ED) ઓફિસ પહોંચી હતી. પનામા પેપર્સ કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં EDએ ઐશ્વર્યા રાયને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. ઐશ્વર્યા રાય દિલ્હીના લોકનાયક ભવનમાં હાજર થઈ હતી. લગભગ 6 કલાક સુધી ઐશ્વર્યા રાયે સવાલોના જવાબ આપ્યા બાદ EDની પૂછપરછ પૂરી થઈ ગઈ છે. EDએ પનામા લીક્સ કેસ સાથે જોડાયેલા સવાલોના ઐશ્વર્યા રાયે આપેલા જવાબ નોધ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઐશ્વર્યા રાયને વર્જિન આઈલેન્ડ સ્થિત અમિક પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની માલિકી અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે 2005 થી 2008 સુધીના કંપનીના વાર્ષિક ટર્નઓવર અને બેંક ખાતાની માહિતી પણ લેવામાં આવી હતી. પનામા પેપર્સ લીક ​​કેસમાં EDના અધિકારીઓ પાસે આ કંપની સંબંધિત તમામ દસ્તાવેજો છે, કંપનીના બેંક સ્ટેટમેન્ટ બતાવીને જરૂરી પુછપરછ કરવામાં આવી હતી. આ કંપનીમાં ઐશ્વર્યાના માતા-પિતા અને ભાઈ શેરહોલ્ડર હતા, જેના વિશે પણ ઐશ્વર્યાને સવાલો કરાયા હતા.

માહિતી અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ઐશ્વર્યા રાયને પૂછવામાં આવનાર પ્રશ્નોની યાદી અગાઉથી તૈયાર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ આ કેસમાં અભિષેક બચ્ચનની પણ કેટલીક પૂછપરછ કરવામાં આવી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પનામા પેપર્સ કેસની તપાસના સંદર્ભમાં ઘણા મોટા ચહેરાઓ પર પૂછપરછ કરવામાં આવી છે. દેશની અનેક મોટી હસ્તીઓની તપાસ કરવામાં આવી છે. બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન પણ એક મહિના પહેલા ED ઓફિસ પહોંચ્યો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અમિતાભ બચ્ચનને નોટિસ પણ મોકલી શકાય છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને 2016ના પનામા પેપર્સ લીક ​​કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. જ્યારે 2016માં વૈશ્વિકસ્તરે પનામા પેપર્સ લીકનો કેસ પ્રકાશમાં આવ્યો ત્યારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તપાસ કરી રહ્યું છે. તેમણે બચ્ચન પરિવારને નોટિસ પાઠવીને આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) ની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ 2004થી તેમના વિદેશી રેમિટન્સની વિગતો આપવા કહ્યું છે.

બચ્ચન પરિવાર સાથે સંકળાયેલી કથિત અનિયમિતતાના અન્ય કેટલાક કેસ ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના નજર હેઠળ છે, અધિકારીઓએ જણાવ્યું હતું. ઈન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) એ પનામાની લો કંપની મોસાક ફોન્સેકા પાસેથી મેળવેલા દસ્તાવેજોની તપાસ કર્યા પછી, વિદેશમાં નાણાં જમા કરાવનારા વિશ્વના ઘણા નેતાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામનો પર્દાફાશ કર્યો હતો. એવું કહેવાય છે કે તેમાંથી કેટલાકના વિદેશમાં માન્ય એકાઉન્ટ્સ છે.

આ પણ વાંચોઃ

જયા બચ્ચન સરકાર પર ભડક્યા, કેન્દ્રને ખરાબ દિવસોનો આપ્યો શ્રાપ, કહ્યું- અમારું ગળું દબાવો

આ પણ વાંચોઃ

‘કરણ જોહરની પાર્ટીમાં મહારાષ્ટ્રના કયા મંત્રી ગયા’, નામ જણાવો અથવા માફી માંગો, મુંબઈના મેયરે ભાજપ નેતાને આપ્યો પડકાર

Next Article