જયા બચ્ચન સરકાર પર ભડક્યા, કેન્દ્રને ખરાબ દિવસોનો આપ્યો શ્રાપ, કહ્યું- અમારું ગળું દબાવો

સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને, રાજ્યસભામાં કેન્દ્ર સરકારને શ્રાપ આપતા કહ્યું છે કે તમારા ખરાબ દિવસો આવવાના છે.

જયા બચ્ચન સરકાર પર ભડક્યા, કેન્દ્રને ખરાબ દિવસોનો આપ્યો શ્રાપ, કહ્યું- અમારું ગળું દબાવો
Rajya Sabha member Jaya Bachchan ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 7:26 PM

રાજ્યસભાના સાંસદ જય બચ્ચને (Jaya Bachchan), કેન્દ્ર સરકારને ખરાબ દિવસો આવશે તેવો શ્રાપ આપ્યો હતો. રાજ્યસભામાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એમેન્ડમેન્ટ) બિલ 2021 (Narcotic Drugs and Psychotropic Substances (Amendment) Bill 2021) પર ચર્ચા દરમિયાન એક સાંસદે જયા બચ્ચન ઉપર વ્યક્તિગત ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ, જયા બચ્ચને કાબુ ગુમાવ્યો હતો અને કેન્દ્ર સરકારને (Central Government) તમારા ખરાબ દિવસો આવશે તેવો શ્રાપ આપી દીધો. સાથોસાથ સત્તાપક્ષને એ દિવસો પણ યાદ કરાવ્યા કે, એક સમયે તમે પણ ગૃહની વચ્ચોવચ સૂત્રોચ્ચાર કરતા ધસી આવતા હતા. આ દિવસોને તમારે યાદ કરવા જોઈએ. આજે ગૃહના 12 સભ્યો ગૃહની બહાર બેઠા છે તો તેમના વિશે પણ વિચારવુ જોઈએ. 

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (સુધારા) બિલ 2021 પર સોમવારે રાજ્યસભામાં (Rajya Sabha) ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન સંસદમાં ઘણી વખત હોબાળો મચ્યો હતો. સૌથી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે (Digvijaya Singh) કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો. જે બાદ જયા બચ્ચન (Jaya Bachchan) સરકારથી નારાજ થઈ ગયા અને તેમણે સરકારને ખરાબ દિવસો આવવાનો શ્રાપ પણ આપ્યો.

જયા બચ્ચનને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એમેન્ડમેન્ટ) બિલ પર ચર્ચામા ભાગ લેવા માટે કહેવામાં આવ્યુ હતુ. આ દરમિયાન તેણે કહ્યું, ‘હું તમારો આભાર માનવા માંગતી નથી. આ એટલા માટે છે કે મને સમજાતું નથી કે તમે એક વખત આ બાજુથી બૂમો પાડતા પાડતા ગૃહની વચ્ચોવચ્ચ આવી જતા હતા. આજે જ્યારે તમે ખુરશી પર બેઠા છો ત્યારે તમારે એ સમય યાદ રાખવો જોઈએ.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

સંસદની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ રાકેશ સિંહાએ જયા બચ્ચન પર સંસદની ગરિમાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે બચ્ચને વ્યક્તિગત રીતે સંસદના અધ્યક્ષને સંબોધિત કર્યા છે, તે ગૃહના વર્તનને અનુરૂપ નથી. તેનાથી ગૃહની ગરિમાને ઠેસ પહોંચી છે. કોઈપણ સભ્યને સ્પીકરને અપમાનિત કરવાનો અધિકાર નથી. આ દરમિયાન ભુવનેશ્વર કલિતા અધ્યક્ષ પદે બેઠા હતા. જયા બચ્ચનને માનનીય કહીને તેમણે ફરી પોતાની વાત રાખવા કહ્યું.

જયા બચ્ચને આના જવાબમાં કહ્યું, ‘હું તમારો આભાર માનવા માંગુ છું કે તમે મને માનનીય કહ્યા, પરંતુ જો તમને ખરેખર લાગે છે કે હું માનનીય છું, તો તમારે મારા શબ્દો પર વિચાર કરવો જોઈએ. અમે ન્યાયની માંગણી કરી રહ્યા છીએ. અમને સરકાર પાસેથી ન્યાયની અપેક્ષા નથી. પરંતુ શું અમે તમારા પક્ષે ન્યાયની અપેક્ષા રાખી શકીએ ? 12 સભ્યો ગૃહની બહાર બેઠા છે, તમે તેમના માટે શું કરો છો ?’

જયા બચ્ચને ગૃહમાં શું કહ્યું? સ્પીકરે જયા બચ્ચનને યાદ કરાવ્યું કે ગૃહમાં નાર્કોટિક્સ બિલ પર ચર્ચા થઈ રહી છે. આ અંગે જયા બચ્ચને કહ્યું કે, ‘મને બોલવાની તક આપવામાં આવી છે. અમે કોઈ મોટા મુદ્દાઓની ચર્ચા નથી કરી રહ્યા માત્ર આ બિલમાં રહેલી ભૂલ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, . આખરે શું થઈ રહ્યું છે?’ તેણે કહ્યું, ‘તમે કોની સામે બીન વગાડો છો ? જો તમારું વલણ એવું છે, તો તમારા ખરાબ દિવસો બહુ જલ્દી આવશે. આ પછી જયાને રોકવામાં આવતાં તેણે કહ્યું કે તમે મને બોલવા દેતા નથી. તમે લોકો, અમારે ગળું દબાવી રહ્યા છો. શુ અમારે ગૃહમાં પણ ના બેસવુ ?

આ દરમિયાન એક સભ્યએ જયા બચ્ચન પર અંગત ટિપ્પણી કરી. ત્યાર બાદ સાંસદે કાબુ ગુમાવ્યો અને કહ્યું, ‘આના પર કાર્યવાહી થવી જોઈએ. કોઈ વ્યક્તિ કેવી રીતે વ્યક્તિગત ટિપ્પણી કરી શકે ? અહીં બેઠેલા કોઈપણ સાંસદને બહાર બેઠેલા પોતાના સાથીનું માન નથી. તમારા ખરાબ દિવસો આવશે. હું શ્રાપ આપું છું. તેમણે જે રીતે કહ્યું તે રીતે બોલવું જોઈએ નહીં. તેમની ટિપ્પણીથી મને નિરાશા થઈ છે.

આ પણ વાંચોઃ

ઓમિક્રોનના વધ્યા કેસ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું – દેશમાં કુલ 161 કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">