AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIA : પાકિસ્તાનના ઈશારે હૈદરાબાદના ભીડભાડ વાળા વિસ્તારમાં બોમ્બ ફેંકવાનું હતું આતંકીઓનું કાવતરું, ત્રણની ધરપકડ

આતંકીઓની ઓળખ મોહમ્મદ જાહિદ, મેજર હસન ફારૂક અને સમીઉદ્દીન તરીકે કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે ત્રણેયની ગેરકાનૂની ગતિવિધિ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

NIA : પાકિસ્તાનના ઈશારે હૈદરાબાદના ભીડભાડ વાળા વિસ્તારમાં બોમ્બ ફેંકવાનું હતું આતંકીઓનું કાવતરું, ત્રણની ધરપકડ
પાકિસ્તાનના ઈશારે હૈદરાબાદના ભીડભાડ વાળા વિસ્તારમાં બોમ્બ ફેંકવાનું હતું આતંકીઓનું કાવતરુંImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 11:58 AM
Share

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. જેઓ ગયા વર્ષે ઓક્ટોબરમાં હૈદરાબાદમાં આતંકી હુમલાની યોજનામાં સામેલ હતા. ત્રણ આતંકવાદીઓની ઓળખ મોહમ્મદ જાહિદ, મેજર હસન ફારૂક અને સમીઉદ્દીન તરીકે કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે ત્રણેયની ગેરકાનૂની ગતિવિધિ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

NIA અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગયા મહિને 25 જાન્યુઆરીએ ત્રણ આરોપીઓ અને અન્યો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આરોપ છે કે મુખ્ય આરોપી ઝાહિદે લશ્કર અને ISIના કહેવા પર માઝ હસન અને સમીઉદ્દીન જેવા ઘણા યુવકોની ભરતી કરી હતી.

હૈદરાબાદમાં બ્લાસ્ટનું ધડ્યુ હતુ કાવતરું

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઝાહિદે તેના સાથીદારો સાથે મળીને સામાન્ય લોકોમાં ડર ફેલાવવા માટે હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. ઝાહિદે આ બધું પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સના કહેવા પર કર્યું હતું.

આ પણ વાચો: પાકિસ્તાનમાં ખાવાના ફાંફા પણ શાહબાઝ શરીફ આજે આલાપશે કાશ્મીરનો રાગ

એટલું જ નહીં એનઆઈએને તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઝાહિદને પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ પાસેથી હેન્ડ ગ્રેનેડ પણ મળ્યા હતા, જેમને જાહેર સભાઓ અને ભીડવાળા સ્થળોએ બ્લાસ્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી.

ગયા વર્ષે ઝાહીદની ધરપકડ કરવામાં આવી હતી

એનઆઈએએ જણાવ્યું હતું કે એવું પણ જાણવા મળ્યું હતું કે ઝાહીદને તેના હેન્ડલર્સ પાસેથી હેન્ડ ગ્રેનેડ મળ્યો હતો અને તે સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે શહેરમાં જાહેર સભાઓ અને સરઘસોમાં તેને ફેંકવાની યોજના બનાવી રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે 2 ઓક્ટોબર, 2022ના રોજ હૈદરાબાદ પોલીસે જાહેર સભાઓમાં ગ્રેનેડ ફેંકવાનું કાવતરું ઘડવા બદલ અબ્દુલ ઝાહીદ, મોહમ્મદ સમીઉદ્દીન અને મેજર હસન ફારૂકની ધરપકડ કરી હતી.

પાકિસ્તાનના મોટા ષડયંત્રનો ખુલાસો

ભારત વિરુદ્ધ પાકિસ્તાનના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. હૈદરાબાદમાં ‘લોન વુલ્ફ એટેક’ની તૈયારીઓ ચાલી રહી હતી. હૈદરાબાદથી ધરપકડ કરાયેલા આતંકવાદીની પૂછપરછમાં આ ખુલાસો થયો છે. આઈએસઆઈ અને લશ્કરની કડી પણ સામે આવી છે. પકડાયેલ આતંકવાદી ઝાહીદ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરોના સંપર્કમાં હતો અને તેને હેન્ડ ગ્રેનેડ સપ્લાય કરવામાં આવતા હતા.

મુંબઈમાં પણ હુમલાનું કર્યું હતું ષડયંત્ર

ઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તાલિબાન સંગઠનના મુખ્ય નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ પર આવું થવા જઈ રહ્યું છે. આ ઈમેલ બાદ અન્ય એજન્સીઓની સાથે મુંબઈ પોલીસ પણ તપાસમાં લાગી ગઈ છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા મુંબઈ પોલીસને આપવામાં આવેલા ઈનપુટ બાદ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. મુંબઈ પોલીસે જાહેર સ્થળો, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન સહિત અનેક સ્થળોએ તપાસ સાથે સુરક્ષા કડક કરી છે.

જણાવવું રહ્યું કે PFI સાથે સંકળાયેલો એક આતંકવાદી પણ મુંબઈથી ઝડપાયા બાદ ઘણી વિગતો સામે આવી રહી છે કે જેમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાની યોજના તૈયાર છે. ક્યારે અને શું કામ કરવાનું છે, તેની સંપૂર્ણ વિગતો સાથે દસ્તાવેજો તૈયાર છે. આ દસ્તાવેજનું નામ ‘ઓપરેશન બુકલેટ’ છે.

આ પુસ્તિકામાં અંજામ આપવા માટેના ખતરનાક કાવતરાને નામ આપવામાં આવ્યું છે- ‘હજાર કટ દ્વારા 365 દિવસ.’ મુંબઈમાં ધરપકડ કરાયેલ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંકળાયેલ વ્યક્તિ પાસેથી આ ખતરનાક દસ્તાવેજ મળી આવ્યો છે. મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ-એટીએસની ચાર્જશીટમાં તેનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
g clip-path="url(#clip0_868_265)">