પાકિસ્તાનની સેનાએ ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદનને સૂવા ન દીધેલાં, ગળું દબાવીને માર માર્યો અને આ સંવેદનશીલ જાણકારી મેળવવા માટે કર્યા ટોર્ચર

|

Mar 07, 2019 | 1:57 PM

પાકિસ્તાનમાં ઘુસીને F-16 વિમાનને નષ્ટ કરી 60 કલાક જેટલો સમય દુશ્મનની ધરતી પર રહેલા જાંબાજ પાયલોટને ટોર્ચર કરવામાં આવ્યો. પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા ટોર્ચર અંગે સૈન્યના અધિકારીઓને અભિનંદને જણાવ્યું હતું.  પાકિસ્તાનમાં ઘુસીને તેમની સૈન્યના વિમાનને તોડી પાડનાર જાંબાજ વિંગ કમાન્ડર અભિનંદન 60 કલાક પાકિસ્તાનની ધરતી પર રહ્યાં હતા. જ્યાં અભિનંદન સાથે મારપીટ કરવામાં આવી, […]

પાકિસ્તાનની સેનાએ ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદનને સૂવા ન દીધેલાં, ગળું દબાવીને માર માર્યો અને આ સંવેદનશીલ જાણકારી મેળવવા માટે કર્યા ટોર્ચર

Follow us on

પાકિસ્તાનમાં ઘુસીને F-16 વિમાનને નષ્ટ કરી 60 કલાક જેટલો સમય દુશ્મનની ધરતી પર રહેલા જાંબાજ પાયલોટને ટોર્ચર કરવામાં આવ્યો. પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા ટોર્ચર અંગે સૈન્યના અધિકારીઓને અભિનંદને જણાવ્યું હતું. 

પાકિસ્તાનમાં ઘુસીને તેમની સૈન્યના વિમાનને તોડી પાડનાર જાંબાજ વિંગ કમાન્ડર અભિનંદન 60 કલાક પાકિસ્તાનની ધરતી પર રહ્યાં હતા. જ્યાં અભિનંદન સાથે મારપીટ કરવામાં આવી, ગળુ દબાવી શ્વાસ રૂંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઈજા થઈ હોવા છતાં સારવાર કરવામા ન આવી, ઉપરાંત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો.

ખૂબજ ટોર્ચર કરવામાં આવ્યો

પાકિસ્તાન સૈન્યના કબ્જામાં પહેલા 24 કલાક વાયુસેનાના અધિકારીઓએ સખત પણે પૂછપરછ કરવામાં આવી, જેમાં ભારતીય સેનાની પોસ્ટ, સૈન્યની ખાનગી માહિતી અને સુરક્ષા માટે વાપરવામાં આવતા રેડિયો ફ્રિક્વેન્સી વિસે માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવી. જેના માટે ખૂબજ પરેશાન કરવામાં આવ્યો. માનસિક રીતે પરેશાન કરવા માટે ઉંઘ પણ ન લેવા દીધી. અભિનંદનને લાંબો સમય ઉભા રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા. ઉંચા અવાજે મ્યૂઝિક વગાડી માનસિક રીતે તોડવાની કોશિશ કરી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

TV9 Gujarati

 

પરંતુ અભિંનદન ટોર્ચર બાદ પણ તુટ્યા નહી. અને પાકિસ્તાની સૈન્યને કોઈ પણ માહીતી આપી નહી. જો કે મહત્ત્વની વાત એ છે કે, સૈન્યની ટ્રેનીંગ ખૂબ જ સખત હોય છે અને તે જ કારણે ટોર્ચર કરવા છતાં માહિતી આપી ન હતી. ટોર્ચર કરવા અંગેની માહિતી વાયુસેનાના અધિકારીઓને જણાવવામાં આવી હતી. ભારત- પાકિસ્તાન સીમાથી 7 કિલોમીટર અંદર ઝડપાયેલા અભિનંદનને પરેશાન કરવા માટે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવામાં આવ્યા. જેના કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઈ રહ્યાં હતા. ઉપરાંત અભિનંદનને પાકિસ્તાનની જનતા દ્વારા પણ માર મારવામાં આવ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article