AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan ની અમાનવીયતા, જેલમાં ભારતીય કેદીઓને એટલો ત્રાંસ આપ્યો કે 17 કેદીઓ માનસિક બીમાર થયા

Pakistan એ આટલી હદે આ 17 ભારતીય કેદીઓ (Indian prisoners) ને ત્રાંસ આપ્યો છે કે આ કેદીઓ માનસિક સંતુલન ખોઈ બેઠા છે અને છેલ્લા 6 વર્ષથી આ જ હાલતમાં જીવી રહ્યા છે. આ 17 કેદીઓ 6 વર્ષથી આ જ સ્થિતિમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

Pakistan ની અમાનવીયતા, જેલમાં ભારતીય કેદીઓને એટલો ત્રાંસ આપ્યો કે 17 કેદીઓ માનસિક બીમાર થયા
સાંકેતિક તસ્વીર
| Updated on: Jun 07, 2021 | 7:28 PM
Share

Pakistan દ્વારા ત્યાની જેલમાં કેદ ભારતીય કેદીઓ (Indian prisoners) સાથે કેટલી હદે અમાનવીય વર્તન કરવામાં આવે છે તે સરબજીતના કેસથી સૌ કોઈ જાણે છે. ભારતીય કેદીઓ સાથે પાકિસ્તાનની જેલમાં ઘટતી આવી કેટલીય ઘટનાઓ પાકિસ્તના દ્વારા ચાલાકી દબાવી દેવામાં આવે છે. પણ ભારતીય કેદીઓ અંગે ભારત સરકાર સામે એક ખુલાસો કરીને પાકિસ્તાન ફસાઈ ગયું છે.

17 કેદીઓ માનસિક બીમાર થયા પાકિસ્તાને ભારત સરકારના ગૃહવિભાગને જાણકારી આપી છે કે પાકિસ્તાન (Pakistan) ની જેલમાં રહેલા 17 ભારતીય કેદીઓ (Indian prisoners) માનસિક બીમાર થયા છે. આ માનસિક બીમારી એટલી હદે તેમના મગજમાં ઘુસી ગઈ છે કે આ તમામ ભારતીય કેદીઓ પોતાનું નામ અને ઘરના સભ્યોના નામ પણ ભૂલી ગયા છે. પાકિસ્તાને આ 17 કેદીઓના હાલના ફોટો પાડીને ભારત સરકારના ગૃહવિભાગને મોકલ્યા છે અને કેદીઓની ઓળખ કરવામાં મદદ કરવા કહ્યું છે.

પાકિસ્તાને આટલી હદે આપ્યો ત્રાંસ પાકિસ્તાને આટલી હદે આ 17 ભારતીય કેદીઓ (Indian prisoners) ને ત્રાંસ આપ્યો છે કે આ કેદીઓ માનસિક સંતુલન ખોઈ બેઠા છે અને છેલ્લા 6 વર્ષથી આ જ હાલતમાં જીવી રહ્યા છે. આ 17 કેદીઓ 6 વર્ષથી આ જ સ્થિતિમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. યુદ્ધમાં પકડાયેલા દુશ્મન દેશના કેદીઓ સાથે પણ આવું અમાનવીય વર્તન ન કરી શકવાનો નિયમ છે. પણ ભારત સામે કોઈ પણ રીતે સામેથી બાથ ન ભીડી શકનારું પાકિસ્તાન (Pakistan) ભારતીય કેદીઓ પર આવી રીતે અત્યાચાર કરીને પોતાનો ગુસ્સો ઠાલવે છે.

2015 થી ભારતીય કેદીઓ જીવી રહ્યા છે આ સ્થિતિમાં પાકિસ્તાને ભારતના ગૃહમંત્રાલયને 2015માં આ માહિતી આપી હતી કે આ 17 કેદીઓની સજા પુરી થઇ ગઈ છે. પણ તેમની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેમની ઓળખાણ થઇ શકે એમ નથી, માટે એમને ભારત મોકલવા શક્ય નથી. પાકિસ્તાને ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દુતાવાસની મદદ માંગી હતી અને દુતાવાસ દ્વારા આ તમામ 17 કેદીઓના ફોટો ભારતના ગૃહમંત્રાલયને મોકલ્યા હતા. 2015 થી આ 17 ભારતીય કેદીઓ પાકિસ્તાન (Pakistan) માં આ સ્થિતિમાં જીવી રહ્યા છે.

આ 17 કેદીઓમાં ગુજરાતના નાગરિક પણ હોઈ શકે છે પાકિસ્તાનની જેલમાં યાતનાઓ ભોગવીને માનસિક સંતુલન ગુમાવી ચુકેલા આ 17 ભારતીય કેદીઓમાં ગુજરાતના પણ કોઈ નાગરિક હોઈ શકે છે. કારણ કે પાકિસ્તાન અવારનવાર આંતરરાષ્ટ્રીય જળ સીમા પરથી ગુજરાતી માછીમારોનું અપહરણ કરી જાય છે અને જાસુસીના કેસમાં તેઓને જેલમાં ધકેલી દે છે. આજે પણ પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલા એવા ઘણા ગુજરાતી માછીમારો છે જેમના કોઈ સમાચાર જ નથી.

Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
g clip-path="url(#clip0_868_265)">