AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાત પડતાજ પાકિસ્તાને પંજાબના 7 જિલ્લાઓ પર કર્યો હુમલો, ફિરોઝપુરમાં એક જ પરિવારના ઘણા સભ્યો દાઝયા

પાકિસ્તાને રાત્રે પંજાબના સાત જિલ્લાઓ પર ડ્રોનથી હુમલો કર્યો. ફિરોઝપુર, અમૃતસર, અને અન્ય જિલ્લાઓમાં ડ્રોન દેખાયા. ભારતીય સેનાએ ઘણા ડ્રોનને તોડી પાડ્યા

Breaking News : રાત પડતાજ પાકિસ્તાને પંજાબના 7 જિલ્લાઓ પર કર્યો હુમલો, ફિરોઝપુરમાં એક જ પરિવારના ઘણા સભ્યો દાઝયા
| Updated on: May 09, 2025 | 10:38 PM
Share

અંધારું થતાં જ પાકિસ્તાને પંજાબના 7 જિલ્લાઓ પર હુમલો કર્યો. ફિરોઝપુર, ફાઝિલ્કા, અમૃતસર, તરનતારન, હોશિયારપુર, ગુરદાસપુર અને પઠાણકોટમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. પાકિસ્તાન સતત ડ્રોન મોકલી રહ્યું છે.

આકાશમાં સતત વિસ્ફોટોનો અવાજ સંભળાઈ રહ્યો છે. આનો યોગ્ય જવાબ આપતા, સેનાની સંરક્ષણ પ્રણાલીએ આકાશમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવાનું શરૂ કરી દીધું છે. ભારતીય સેનાએ પંજાબના અમૃતસરમાં 4 અને રાજસ્થાનના જેસલમેરમાં 2 પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા છે.

ગુરદાસપુરના ડેરા બાબા નાનકમાં પણ જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. કરતારપુર કોરિડોર પાસે પણ વિસ્ફોટ થયો છે. ફિરોઝપુરમાં એક રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં એક પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હુમલા વચ્ચે, પઠાણકોટ, ફિરોઝપુર, અમૃતસર, ગુરદાસપુર, હોશિયારપુર, જલંધર, ફાઝિલ્કા, પટિયાલા, ફરીદકોટ, ફતેહગઢ સાહિબ અને ભટિંડામાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરના 6 સેક્ટર પર હુમલો

પાકિસ્તાન પોતાની હરકતોથી પાછળ નથી હટતું. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના છ સેક્ટર – ઉરી, તંગધાર, કેરન, મેંધાર, નૌગામ અને પૂંછમાં પણ ગોળીબાર શરૂ કરી દીધો છે. પંજાબના ફિરોઝપુરમાં મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો, જેને ભારતે નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ, સાંબા, પઠાણકોટમાં પણ ડ્રોન હુમલા નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ સરહદના વિસ્તારોમાં અમૃતસર, પઠાણકોટ, જમ્મુ, શ્રીનગર, અંબાલા, જેસલમેર, જોધપુર, બિકાનેર સહિત બ્લેકઆઉટ લાદવામાં આવ્યું છે.

ઓપરેશન સિંદુર તેમજ ભારત પાકિસ્તાન ને લગતા અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો 

વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
g clip-path="url(#clip0_868_265)">