AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘પાકિસ્તાન આર્મી આતંકવાદી સંગઠનો સાથે મળીને કરે છે કામ’, રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ધિલ્લોને આપ્યુ મોટુ નિવેદન

14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં હુમલાખોરેએ એક આતંકવાદી હુમલો કર્યો હતો, જેમાં 40 CRPF જવાનો શહીદ થયા હતા.

'પાકિસ્તાન આર્મી આતંકવાદી સંગઠનો સાથે મળીને કરે છે કામ', રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ધિલ્લોને આપ્યુ મોટુ નિવેદન
Lt Gen KJS Dhillon (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 6:23 PM
Share

નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ KJS ધિલ્લોને (Lt Gen KJS Dhillon) 2019ના પુલવામા હુમલા (Pulwama attack) દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં 15 કોર્પ્સની કમાન સંભાળી હતી. તેમણે સોમવારે જણાવ્યુ હતું કે સુરક્ષા દળોએ હુમલાના 100 કલાકની અંદર પુલવામા હુમલા પાછળના મોડ્યુલને ખતમ કરી દીધું હતું. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાની નાગરિક કામરાન આ મોડ્યુલનું નેતૃત્વ કરી રહ્યો હતો. તેણે એમ પણ કહ્યું કે આતંકવાદીઓ એટલી હદે મરવાથી ડરી ગયા હતા કે કોઈ જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) વિરુદ્ધ સુરક્ષા દળોના ઓપરેશનનું નેતૃત્વ કરવા માંગતા ન હતા.

હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા

ANI સાથે વાત કરતા ધિલ્લોને કહ્યુ કે, “અમારી પાસે એવા ઇન્ટરસેપ્ટ છે કે જ્યાં પાકિસ્તાન (Pakistan)  તરફથી આતંકવાદીઓને નેતૃત્વની ભૂમિકા માટે કોલ આપશે, પરંતુ તેઓ ઇનકાર કરશે.” 14 ફેબ્રુઆરી 2019 ના રોજ, જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં એક આત્મઘાતી હુમલાખોરોએ આતંકવાદી હુમલો કર્યો હતો, જેમાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. જૈશ-એ-મોહમ્મદના આદિલ અહમદ ડાર તરીકે ઓળખાતા આત્મઘાતી હુમલાખોરોએ તેનું વાહન CRPFના કાફલાની બસ સાથે અથડાવી દીધું હતું. જો કે બાદમાં ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરી 2019 ના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પોને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો.

પાકિસ્તાની સેના, ISI અને આતંકવાદી સંગઠનો સાથે મળીને કરે છે કામ

ઉપરાંત ધિલ્લોનેએમ પણ કહ્યું કે પાકિસ્તાની સેના, ISI અને આતંકવાદી સંગઠનો સાથે મળીને કામ કરે છે, કારણ કે પાકિસ્તાની સેનાની સક્રિય ભાગીદારી અને માર્ગદર્શન વિના કોઈ પણ નિયંત્રણ રેખા પાર કરી શકે નહીં. અમે ગુલમર્ગ સેક્ટરમાં LOC પાસે પાકિસ્તાની નાગરિકોને પકડ્યા, જેમને પાકિસ્તાન દ્વારા અમારી પોસ્ટની સામે LOC પર લાવવામાં આવ્યા હતા.

PM મોદી અને રક્ષા મંત્રીએ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સોમવારે 2019માં પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ કે, તેમની બહાદુરી અને સર્વોચ્ચ બલિદાન દરેક ભારતીયને મજબૂત અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરે છે.ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Rajnath Singh) પણ હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોને શ્રદ્ધાંજલિ આપીને કહ્યુ કે, ‘આ દેશ 2019માં પુલવામામાં શહીદ થયેલા બહાદુર CRPF જવાનોના બલિદાનને ક્યારેય નહીં ભૂલે.’

આ પણ વાંચો : સર્જીકલ સ્ટ્રાઈક મુદ્દે સવાલ કરનાર તેલંગાણાના સીએમ કેસીઆર પર કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કર્યા વાકપ્રહાર, કહ્યું- તેમનું નિવેદન મુખ્યમંત્રીની અયોગ્યતા દર્શાવે છે

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">