11 વર્ષ નાના બોયફ્રેન્ડે 2 બાળકોની માતા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો અને પછી OYO હોટેલમાં લોહિયાળ રમત રમી
આરોપી બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડ કરતા 11 વર્ષ નાનો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, ગર્લફ્રેન્ડ બે બાળકોની માતા છે. બંને જણાએ પહેલા સંબંધ બાંધ્યો અને પછી OYO હોટેલમાં જે થયું એ કોઈએ સપને પણ વિચાર્યું નહી હોય.

પહેલા પ્રેમ પછી બેવફાઈ અને લોહિયાળ રમત… આ આખી ઘટના કર્ણાટકની રાજધાની બેંગલુરુની છે. સમગ્ર મામલો એમ છે કે, બે બાળકોની માતાને તેના બોયફ્રેન્ડે છરીના ઘા મારીને હત્યા કરી હતી. નોંધનીય છે કે, બોયફ્રેન્ડ સોફ્ટવેર એન્જિનિયર છે અને મહિલા તેનાથી 11 વર્ષ મોટી હતી.
મહિલા ઘણા દિવસોથી તેની સાથે વાત કરી રહી ન હતી, જેથી આ વાતને લઈને યુવક ગુસ્સે હતો. એક દિવસ મહિલાએ તેને ફોન કર્યો અને બંનેએ વાતચીત કરી, ત્યારબાદ પછી તેઓ OYO હોટેલમાં મળવા ગયા હતા.
આ મુલાકાત મહિલા માટે એટલી ભયાનક સાબિત થઈ કે વાત ના પૂછો. બોયફ્રેન્ડે પહેલા તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને પછી તેના શરીર પર 17 વાર છરીના ઘા કર્યા હતા. મહિલાનું શરીર લોહીથી લથપથ હાલતમાં હોટલના રૂમમાં જોવા મળ્યું હતું અને મહિલાએ હોટેલમાં જ પોતાનો દમ તોડ્યો હતો.
ઘટના 6 જૂનની રાત્રે બની
મૃતક મહિલાનું નામ હરિની (33) છે અને આરોપીની ઓળખ યશસ તરીકે મળી આવી છે. બંને બેંગલુરુના પશ્ચિમી ઉપનગર કેંગેરીના રહેવાસી હતા. પોલીસે જણાવ્યું કે, 25 વર્ષીય યશસે પૂર્ણા પ્રજ્ઞા લેઆઉટ સ્થિત એક OYO હોટેલના રૂમમાં તેની ગર્લફ્રેન્ડ હરિનીની હત્યા કરી હતી.
આ ઘટના 6 જૂનની રાત્રે બની હતી પરંતુ બે દિવસ પછી એટલે કે 8 જૂને સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. આ મામલે સુબ્રમણ્યપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
મૃતકનું નામ હરિની (33) છે અને આરોપીની ઓળખ યશસ તરીકે થઈ છે, જે એક સોફ્ટવેર એન્જિનિયર છે. બંને બેંગલુરુના પશ્ચિમી ઉપનગર કેંગેરીના રહેવાસી હતા. પોલીસે જણાવ્યું કે 25 વર્ષીય યશસે પૂર્ણા પ્રજ્ઞા લેઆઉટ સ્થિત એક OYO હોટેલના રૂમમાં તેની ગર્લફ્રેન્ડ હરિનીની હત્યા કરી હતી.
યશસે હરિનીને OYO હોટેલમાં મળવા બોલાવી હતી. ત્યાં, બંને વચ્ચે સંબંધ સમાપ્ત કરવા અંગે ઝઘડો થયો હતો. ત્યારબાદ, યશસે હરિનીને 17 વાર છરીના ઘા મારીને હત્યા કરી દીધી. પોલીસે આરોપી બોયફ્રેન્ડની શોધ શરૂ કરી હતી અને 9 જૂને તો હત્યારા બોયફ્રેન્ડની ધરપકડ કરી લેવામાં આવી હતી.
મિત્રો બન્યા અને ફરવા લાગ્યા
યશસે જણાવ્યું હતું કે, તે હરિનીને એક મેળામાં મળ્યો હતો અને ત્યાંથી જ તેનો નંબર લીધો હતો. સમય જતાં બંને મિત્રો બન્યા, ચેટિંગ, ડેટિંગ અને ફરવા લાગ્યા. જો કે, આ દરમિયાન હરિનીના પતિ દાસેગૌડાને તેની પત્નીના ગેરકાયદેસર સંબંધો વિશે ખબર પડી ગઈ હતી. ત્યારબાદ દાસેગૌડાએ હરિનીનો ફોન છીનવી લીધો અને તેને ઘરમાં બંધ કરી દીધી હતી.
હરિનીના અચાનક ગાયબ થવાથી યશસ નારાજ હતો. તેણે ઘણી વાર તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કંઈ ખબર પડી નહીં. યશસને લાગ્યું કે, હરિની તેનાથી છૂટકારો મેળવવા માંગે છે. જેનાથી ગુસ્સે થઈને યશસે હરિનીને મારી કાઢી.
ડીસીપી લોકેશ જગલાસરે માહિતી આપી
ડીસીપી સાઉથ લોકેશ જગલાસરએ જણાવ્યું હતું કે, 6-7 જૂનના રોજ સુબ્રમણ્યપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 33 વર્ષીય મહિલાની તેના નજીકના મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હતી. આરોપી અને મૃતક મહિલા લગભગ એક વર્ષથી એકબીજાને ઓળખતા હતા.
મૃતક મહિલા છેલ્લા બે મહિનાથી ધીમે ધીમે આરોપીથી દૂર થઈ રહી હતી અને તેના કારણે આરોપી ગુસ્સે થઈ ગયો હતો. ગુસ્સામાંને ગુસ્સામાં યુવકે મહિલાને છરીના ઘા મારીને તેની હત્યા કરી દીધી હતી.
સામાન્ય ભાષામાં કાયદાના ભંગ, અપરાધ, ગુનાને અંગ્રેજી ભાષામાં ક્રાઈમ તરીકે ઓળખવામાં આવે છે. ક્રાઈમને લગતા વધારે ન્યૂઝ જાણવા માટે અહીં ક્લિક કરો.