AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Opposition Unity: મમતા બેનર્જીના બદલાયા સૂર, કહ્યુ- કોંગ્રેસ-સીપીઆઈએમ-ભાજપ બંગાળમાં સાથે મળીને કરે છે કામ

મમતા બેનર્જીએ કહ્યુ કે, પંચાયત ચૂંટણીમાં ભાજપ, CPI(M) અને કોંગ્રેસનો પરાજય થશે અને તૃણમૂલ કોંગ્રેસની જીત થશે. TMC માત્ર પંચાયતની ચૂંટણી જ નહીં, પરંતુ આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પણ જીતશે. પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં આ 4 પક્ષ વચ્ચે સત્તા માટે લડાઈ છે.

Opposition Unity: મમતા બેનર્જીના બદલાયા સૂર, કહ્યુ-  કોંગ્રેસ-સીપીઆઈએમ-ભાજપ બંગાળમાં સાથે મળીને કરે છે કામ
Mamata Banerjee
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 3:12 PM
Share

Kolkata: બિહારના પટનામાં મુખ્યમંત્રી નિતિશ કુમારની આગેવાની હેઠળ વિપક્ષી પાર્ટીઓની મહાગઠબંધન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ભાગ લીધો હતો. બેઠક બાદ હવે મમતા બેનર્જીના (Mamata Banerjee) સૂર બદલાયા છે. બંગાળમાં આગાની સમયમાં પંચાયત ચૂંટણી યોજાવાની છે ત્યારે પ્રચાર વખતે મમતા બેનર્જીએ કેન્દ્રની ભાજપ (BJP) સરકાર પર આકરા પ્રહારો કર્યા સાથે જ CPI(M) અને કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે બંગાળમાં BJP, CPM અને કોંગ્રેસ સાથે મળીને કામ કરી રહ્યા છે.

TMC લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પણ જીતશે

આ સાથે જ મમતા બેનર્જીએ કહ્યુ કે, પંચાયત ચૂંટણીમાં ભાજપ, CPI(M) અને કોંગ્રેસનો પરાજય થશે અને તૃણમૂલ કોંગ્રેસની જીત થશે. TMC માત્ર પંચાયતની ચૂંટણી જ નહીં, પરંતુ આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પણ જીતશે. પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં આ 4 પક્ષ વચ્ચે સત્તા માટે લડાઈ છે. હાલની આ ચૂંટણીમાં આ ચારેય પક્ષ વચ્ચે જોરદાર ટક્કર થશે.

બીજી બેઠકમાં પશ્ચિમ બંગાળનો મુદ્દો મહત્વપૂર્ણ રહેશે

મમતા બેનર્જીએ પટનાની બેઠકમાં પણ બંગાળ કોંગ્રેસના વલણને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો અને રાહુલ ગાંધી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. પટનાની બેઠક બાદ હવે શિમલામાં જુલાઈમાં યોજાનારી બીજી બેઠકમાં પશ્ચિમ બંગાળનો મુદ્દો મહત્વપૂર્ણ રહેશે. વિપક્ષની ગઠબંધન બેઠકમાં જ્યારે પણ સીટની ફાણવણીની ચર્ચા થશે ત્યારે બંગાળમાં સીટ સમજૂતી સરળ નહીં રહે.

આ પણ વાંચો : West Bengal: પશ્ચિમ બંગાળમાં કૂચબિહાર જીલ્લામાં TMC કાર્યકરના ઘરે ફાયરિંગ, એકનું મોત, 7 ઘાયલ

ડાબેરી-કોંગ્રેસની મુખ્ય લડાઈ તૃણમૂલ સામે છે

જો રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન અથવા બેઠકો પર સહમતિ હોય તો પણ શું CPM કે કોંગ્રેસ બંગાળમાં તૃણમૂલ સાથે એક જ ટેબલ પર બેસી શકે છે? ખાસ કરીને કોંગ્રેસ અને સીપીએમ જે રીતે તૃણમૂલ પર સતત પ્રહારો કરી રહ્યા છે અને મમતા બેનર્જી પણ તેમના પર સતત પ્રહારો કરી રહ્યા છે. બંગાળમાં સીપીએમ-કોંગ્રેસનું ગઠબંધન થઈ ચૂક્યું છે. પંચાયતની ચૂંટણીમાં પણ તેઓ એક થઈને લડી રહ્યા છે. ભાજપ મુખ્ય હરીફ હોવા છતાં ડાબેરી-કોંગ્રેસની મુખ્ય લડાઈ તૃણમૂલ સામે છે.

અધીર રંજન ચૌધરી પણ મમતા બેનર્જી પર પ્રહાર કરી રહ્યા છે

CPMના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમનું માનવું છે કે બંગાળમાં ચૂંટણી પહેલા ગઠબંધનની કોઈ શક્યતા નથી. મોહમ્મદ સલીમનો દાવો છે કે, કોઈ ગઠબંધન કે મોરચો માત્ર બંગાળમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય પ્રદેશમાં પણ શક્ય નથી! આવી જ રીતે કોંગ્રેસના અધીર રંજન ચૌધરી પણ મમતા બેનર્જી પર પ્રહાર કરી રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">