શરદ પવાર અને ફારૂક અબ્દુલ્લા સહિત વિપક્ષી નેતાઓએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, સંસદમાં સરકારને ઘેરવાની બનાવી રણનીતિ
આ રેલી બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે સાંસદોને સસ્પેન્ડ કરવાને લઈ 14 દિવસ થઈ ગયા છે. ગૃહમાં વિપક્ષ જે ચર્ચા કરવા ઈચ્છે છે, સરકાર તે ચર્ચા નથી થવા દેતી. વિપક્ષી સભ્ય પોતાની અવાજ ઉઠાવે છે તો સરકાર તેમને ડરાવી ધમકાવી સસ્પેન્ડ કરી દે છે. વિપક્ષનો અવાજ દબાવી દેવામાં આવી રહ્યો છે. આ લોકતંત્રની હત્યા છે.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન સંયૂક્ત રણનીતિ પર ચર્ચા કરવા માટે વરિષ્ઠ વિપક્ષી નેતાઓએ મંગળવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ના નિવાસસ્થાને મુલાકાત કરી છે. મુલાકાતમાં એનસીપી નેતા સુપ્રીમો શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા, સંજય રાઉત અને દ્રમુક નેતા ટીઆર બાલુ સામેલ હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે પણ બેઠકમાં હાજર રહ્યા.
બેઠક બાદ શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે આ પ્રકારની બેઠક બુધવારે પણ થશે. તેમને કહ્યું અમારો મુખ્ય એજન્ડા રાજ્ય મુજબ વિપક્ષી એકતાનો હતો. આ પ્રથમ મુલાકાત હતી. અમે આવતીકાલે ફરી મળીશું. શરદ પવાર પણ હશે. રાજ્યસભાના 12 સાંસદોના સસ્પેન્શન અને સરકાર દ્વારા તેમને આ બાબતે ખેદ વ્યક્ત કરવા માટે કહેવામાં આવતા સંસદમાં મડાગાંઠ અંગે રાઉતે કહ્યું,”કોઈ માફી નહીં, કોઈ પસ્તાવો નહીં, અમે લડીશું.”
ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે બેઠક દેશ વિશે હતી. તેમને કહ્યું અમે કેવી રીતે સાથે મળીને કામ કરી શકીએ અને આગળ વધી શકીએ અને દેશને આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર કાઢી શકીએ તે વિશે અમે વાત કરી. અમારી વચ્ચે એક સારો કરાર થયો છે.
અગાઉના દિવસે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય કેટલાક વિપક્ષી પક્ષોના નેતાઓએ સંસદના ચોમાસા સત્ર દરમિયાન ઉપલા ગૃહમાં “અભદ્ર વર્તન” માટે શિયાળુ સત્રના બાકીના સમય માટે રાજ્યસભાના 12 સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. આ સસ્પેન્શન રદ કરવાની માંગણી કરી હતી. , મંગળવારે એક કૂચ કરી અને સરકાર પર વિરોધનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો.
વિપક્ષના નેતાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાથી સંસદ સંકુલમાં વિજય ચોક સુધી રેલી કાઢી હતી. રાહુલ ગાંધી, સસ્પેન્ડેડ સાંસદ, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, શિવસેનાના નેતા સંજય રાઉત અને અન્ય ઘણા નેતાઓ આ રેલીમાં જોડાયા હતા.
આ રેલી બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે સાંસદોને સસ્પેન્ડ કરવાને લઈ 14 દિવસ થઈ ગયા છે. ગૃહમાં વિપક્ષ જે ચર્ચા કરવા ઈચ્છે છે, સરકાર તે ચર્ચા નથી થવા દેતી. વિપક્ષી સભ્ય પોતાની અવાજ ઉઠાવે છે તો સરકાર તેમને ડરાવી ધમકાવી સસ્પેન્ડ કરી દે છે. વિપક્ષનો અવાજ દબાવી દેવામાં આવી રહ્યો છે. આ લોકતંત્રની હત્યા છે.
તેમને વડાપ્રધાન મોદી પર નિશાનો સાધતા કહ્યું 3-4 એવા મુદ્દા છે, જેનું સરકાર નામ પણ લેવા દેતી નથી. વડાપ્રધાન ગૃહમાં આવતા નથી. આ યોગ્ય રીત નથી. સંજય રાઉતે કહ્યું કે આ માત્ર 12 સાંસદોનું સસ્પેન્શન નથી, પરંતુ ખેડૂતોના આંદોલન માટે આ સાંસદોનું સૌથી મોટું બલિદાન છે.
આ પણ વાંચો: સલમાનની ભાભી બાદ હવે ભત્રીજો પણ કોરોના પોઝિટીવ, BMCએ સીલ કરી બિલ્ડીંગ