AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈન્ટરનેટ વગર પણ ‘પેમેન્ટ’ ! એક મિસ્ડ કોલમાં થશે ટ્રાન્ઝેક્શન, કેશની પણ જરૂર નહીં પડે; આખરે આ જાદુઈ પ્રોસેસ શું છે ?

અત્યારના સમયમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. જો કે, ગામડામાં રહેતા લોકો હજુ પણ ફીચર ફોન વાપરે છે અથવા તો ઇન્ટરનેટથી એટલા પરિચિત નથી.

ઈન્ટરનેટ વગર પણ 'પેમેન્ટ' ! એક મિસ્ડ કોલમાં થશે ટ્રાન્ઝેક્શન, કેશની પણ જરૂર નહીં પડે; આખરે આ જાદુઈ પ્રોસેસ શું છે ?
| Updated on: Nov 12, 2025 | 6:22 PM
Share

અત્યારના સમયમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. શહેરોમાં મોટાભાગના લોકો મોબાઇલથી જ રૂપિયા મોકલી રહ્યા છે, બિલ ભરી રહ્યા છે અને ખરીદી કરી રહ્યા છે. જો કે, ગામડામાં રહેતા લોકો હજુ પણ ફીચર ફોન વાપરે છે અથવા તો ઇન્ટરનેટથી એટલા પરિચિત નથી.

‘UPI 123Pay’ આવશે અમલમાં

એવામાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકે (IOB) તેમના માટે એક મોટું પગલું ભર્યું છે. વાત એમ છે કે, હવે સ્માર્ટફોન કે ઇન્ટરનેટ વિના તમે એક મિસ્ડ કોલ અને વોઇસ કમાન્ડથી UPI પેમેન્ટ કરી શકો છો.

ઇન્ડિયન ઓવરસીઝ બેંકે NPST અને MissCallPay ની સાથે મળીને RBI ના ‘UPI 123Pay’ ને અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે. આ ‘વોઇસ-બેઝ્ડ સિસ્ટમ ફીચર’ ફોન યુઝર્સને ઇન્ટરનેટ વિના ડિજિટલ પેમેન્ટ કરવાની સુવિધા આપશે.

‘UPI 123Pay’ સિસ્ટમ શું છે?

‘UPI 123Pay’ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની એક પહેલ છે, જેના દ્વારા ફીચર ફોન પર પણ UPI ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. આ એક એવી સિસ્ટમ છે, જે ફીચર ફોન યુઝર્સને ડિજિટલ પેમેન્ટ કરવાની મંજૂરી આપે છે.

આ માટે તમારો મોબાઇલ નંબર તમારા બેંક ખાતા સાથે જોડાયેલ હોવો જરૂરી છે અને કોલ કરી શકાય તેવો ફીચર ફોન પણ હોવો આવશ્યક છે. આ પછી તમે ઇન્ટરનેટ કનેક્શન વિના રૂપિયા મોકલી શકો છો, મેળવી શકો છો અથવા તો બેલેન્સ ચેક કરી શકો છો.

હવે આ ‘UPI 123Pay’ નો ઉપયોગ કેવી રીતે કરવો?

  1. UPI 123Pay નો ઉપયોગ કરવો સરળ છે. ફક્ત તમારા ફોન પરથી ‘08045163666’ પર કૉલ કરો.
  2. આ પછી તમારી ભાષા પસંદ કરો.
  3. ત્યારબાદ જો તમે ફર્સ્ટ ટાઇમ યુઝર છો, તો તમારા બેંક એકાઉન્ટને લિંક કરો.
  4. આટલું કર્યા બાદ તમે “Send Money” અથવા “Check Balance” જેવા ઓપ્શન પસંદ કરી શકો છો.
  5. રૂપિયા મોકલવા માટે તમારે તમારો મોબાઇલ નંબર, UPI ID અથવા બેંક વિગતો દાખલ કરવાની રહેશે.
  6. બધી માહિતી નાખ્યા બાદ રકમ દાખલ કરો.
  7. ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે ‘UPI PIN’ દાખલ કરો.
  8. હવે કન્ફર્મેશન મેસેજ આવે તે પછી કૉલ સમાપ્ત કરો.
  9. આમાં કોઈ જ ‘ઇન્ટરનેટ કનેક્શન’ અથવા ‘એપ્લિકેશન’ની જરૂર નથી. આ પ્રોસેસ વૉઇસ કૉલ દ્વારા કરવામાં આવે છે.

UPI 123Pay ની વિશેષતા

આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે ઇન્ટરનેટ કનેક્શન વિના કામ કરે છે. બીજું કે, Cyber ​​Fraud નું જોખમ ઘટાડે છે. ખાસ વાત એ છે કે, આ 12 ભારતીય ભાષામાં ઉપલબ્ધ છે અને તેમાં બેલેન્સ ચેક, અગાઉના ટ્રાન્ઝેક્શન જોવા અને UPI PIN મેનેજ કરવાની સુવિધા પણ છે.

IOB અને NPST ની ભાગીદારી

ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) હવે આ સિસ્ટમને તેના ગ્રાહકો સુધી પહોંચાડવાની તૈયારી કરી રહી છે. બેંકે નેટવર્ક પીપલ સર્વિસીસ ટેક્નોલોજીસ લિમિટેડ (NPST) સાથે ભાગીદારી કરી છે, જે તેને MissCallPay સાથે મળીને અમલમાં મૂકશે.

મળતી માહિતી મુજબ, ભારતમાં આશરે 850 મિલિયન લોકો હજુ પણ UPIનો ઉપયોગ કરતા નથી. આમાંથી આશરે 400 મિલિયન ફીચર ફોન યુઝર્સ છે. આવી સ્થિતિમાં, આ પગલું તેમના માટે ‘ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ’ સાથે જોડવાનો માર્ગ પણ ખોલશે.

NPSTનું વિઝન

NPSTના ચેરમેન દીપક ચંદ ઠાકુરે જણાવ્યું હતું કે, વૉઇસ બેઝ્ડ UPI એક એવું પગલું છે, જે ભારતના દરેક વર્ગના લોકોને ડિજિટલ ઈકોનોમી સાથે જોડશે.” તેમણે વધુમાં જણાવ્યું કે, ભવિષ્યમાં આ સિસ્ટમને Alexa અને Google Assistant જેવા પ્લેટફોર્મ સાથે પણ જોડવામાં અને પેમેન્ટને વધુ સરળ બનાવવામાં આવશે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">