Omicron Variant: ઓમિક્રોન ડેલ્ટા સાથે ભળીને ‘સુપર સ્ટ્રેન’ બનવાની સંભાવના, નિષ્ણાતોને થઈ રહી છે ચિંતા

|

Dec 18, 2021 | 6:48 PM

હવે નિષ્ણાતોનું માનવું છે કે જો કોઈ દર્દી એક જ સમયે SARS-CoV-2 વાયરસના ડેલ્ટા અને ઓમિક્રોન બંનેથી એક સાથે સંક્રમિત થાય છે, તો તે એક રીતની 'સુપર સ્ટ્રેન' હશે અને તે અત્યંત જોખમી બની શકે છે.

Omicron Variant: ઓમિક્રોન ડેલ્ટા સાથે ભળીને સુપર સ્ટ્રેન બનવાની સંભાવના, નિષ્ણાતોને થઈ રહી છે ચિંતા
Omicron variant (File photo)

Follow us on

કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. અગાઉ કોરોનાનો આ ડેલ્ટા વેરિઅન્ટ આ વર્ષની શરૂઆતમાં ભારતમાં એપ્રિલ-મે મહિનામાં તેમજ સમગ્ર વિશ્વમાં જબરદસ્ત ફેલાઈ રહ્યો હતો. આ દરમિયાન દેશમાં થોડા જ સમયમાં લાખો લોકોના મોત થયા હતા. હવે નિષ્ણાતોને આશંકા છે કે ઓમિક્રોન અને ડેલ્ટા એક સાથે મોટો ખતરો બની શકે છે.

 

ઓમિક્રોન નામના નવા મ્યુટન્ટ વેરિઅન્ટ સાથે આ જોખમ અનેકગણું વધી ગયું છે, જે વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાતોને ફરીથી વિચારવા માટે મજબૂર કરે છે કે વાયરસનો આ ફેલાવો કેટલો ખતરનાક હોઈ શકે છે. જો કે હવે નિષ્ણાતોનો અભિપ્રાય એવો છે કે જો કોઈ દર્દી એક જ સમયે SARS-CoV-2 વાયરસના ડેલ્ટા અને ઓમિક્રોન બંનેથી એકસાથે સંક્રમિત થાય છે તો તે વાયરસનો ‘સુપર સ્ટ્રેન’ હશે અને તે અત્યંત જોખમી બની શકે છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ડેલ્ટા કરતાં 30 ગણો વધુ જોખમી

ઓમિક્રોન એ કોરોનાનો એવો વેરિઅન્ટ છે કે જે કોરોના રસી લીધા બાદ પણ ઝડપથી થઈ શકે છે, કારણ કે તેમાં ઉચ્ચ સ્પાઈક પ્રોટીન છે, જે ડેલ્ટા વેરિઅન્ટ કરતા 30 ગણું વધારે છે, તેથી તેને નિયંત્રિત કરવું વધુ મુશ્કેલ બનાવે છે.

 

બે વેરિઅન્ટ મળી વધુ ખતરનાક વેરિઅન્ટ બનાવી શકે

મોડર્નાના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. પૉલ બર્ટને યુકેની સંસદની સાયન્સ એન્ડ ટેક્નૉલૉજી કમિટીને જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ઓમિક્રોનના ઝડપી પ્રસારને જોતાં તેમાં સુપર સ્ટ્રેનની શક્યતા રહેલી છે. તેમણે યુકેના ધારાશાસ્ત્રીઓને કહ્યું કે સંભવ છે કે બે વેરીઅન્ટ લક્ષણોની અદલાબદલી કરી શકે અને તેનાથી પણ વધુ ખતરનાક વેરિઅન્ટ બનાવી શકે. નિષ્ણાતોનું માનવું છે કે આવુ થવાની શક્યતા ઓછી છે, પરંતુ તે થવાની શક્યતા તો રહેશે.

 

91થી વધુ ઓમિક્રોન વેરિઅન્ટના કેસો

એક અભ્યાસ દર્શાવે છે કે ઓમિક્રોન વેરિઅન્ટની સાથે ફરીથી સંક્રમણ થવાનો ખતરો અગાઉના વેરિઅન્ટ કરતા પાંચ ગણો વધારે છે અને તે ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીમાં ઓછો ખતરનાક હોવાનો કોઈ સંકેત આપતો નથી. લંડનમાં ઈમ્પીરીયલ કોલેજ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસના પરિણામો યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સી અને નેશનલ હેલ્થ સર્વિસના એ લોકોના ડેટા પર આધારિત હતા કે જેઓ 29 નવેમ્બરથી 11 ડિસેમ્બર વચ્ચે કોવિડ-19થી સંક્રમિત થયા હતા.

 

સમગ્ર વિશ્વમાં ઓમિક્રોનના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા છે. આ વેરિઅન્ટ અત્યાર સુધીમાં 91 દેશોમાં ફેલાયો છે અને અત્યાર સુધીમાં 27 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યાં સુધી ભારતની વાત છે, તે અત્યાર સુધીમાં 12 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે અને 100થી વધુ કેસ નોંધાયા છે.

 

 

આ પણ વાંચો : Surat : ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષાના દાવા વચ્ચે મહિલા યાત્રી સાથે યુવકોએ ગાળાગાળી કરી,ભેસ્તાન સ્ટેશન પર પતિ સહીત બે પર ચપ્પુ વડે હુમલો

 

આ પણ વાંચો : Vibrant Gujarat Global Summit : અમદાવાદ ખાતે 20મી ડિસેમ્બરે “લોકલથી ગ્લોબલઃ નિકાસલક્ષી પ્રગતિ” એક દિવસીય પ્રિ ઈવેન્ટ સમિટ યોજાશે, CMના હસ્તે શુભારંભ કરાશે

Next Article