AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું નાગરિકોને COVID-19 રસીના ત્રીજા અથવા બૂસ્ટર ડોઝની જરૂર પડશે? બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

હાઈકોર્ટ કોવિડ -19 સામે લડવા માટે સંસાધનોના સંચાલનને લગતા અનેક મુદ્દાઓ પર જેમ કે રોગચાળાની ત્રીજી લહેર માટેની તૈયારી અને કોવિન પોર્ટલ પર રસીકરણ સ્લોટ બુક કરતી વખતે આવતી સમસ્યાઓના નિવારણ અંગેની પીઆઈએલ પર પણ ચર્ચા કરી હતી.

શું નાગરિકોને COVID-19 રસીના ત્રીજા અથવા બૂસ્ટર ડોઝની જરૂર પડશે? બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
બોમ્બે હાઈકોર્ટે પૂછ્યું કેટલો જરૂરી છે ત્રીજો અથવા બૂસ્ટર ડોઝ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 4:59 PM
Share

બોમ્બે હાઈકોર્ટે સોમવારે મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) ને પૂછ્યું કે શું એવાં નાગરિકો કે જેમણે COVID-19 વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે તેમને ભવિષ્યમાં વેક્સિનના ત્રીજા ડોઝ અથવા બૂસ્ટર ડોઝની જરૂર પડશે ?

મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી.એસ. કુલકર્ણીની બેંચ એ જણાવ્યું હતું કે હાલમાં જ રાજ્ય સરકાર સાથે મળેલ બેઠકમાં, મહારાષ્ટ્ર કોવીડ 19 ટાસ્ક ફોર્સ એ કહ્યું હતું કે, કોવિશિલ્ડ અથવા કોવેક્સીનનાં બંને ડોઝ લીધા પછી પણ વાયરસનાં અન્ય વેરિયન્ટ સામે રક્ષણ મેળવવા માટે નાગરિકોને ત્રીજા અથવા બૂસ્ટર શોટની જરૂર પડી શકે છે.

HC એ મહારાષ્ટ્રના એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીને ત્રીજો અથવા બૂસ્ટર ડોઝ કેટલો જરૂરી છે તેનો અભ્યાસ કરવા કહેવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્ય ટાસ્ક ફોર્સે જણાવ્યું હતું કે કોવિશિલ્ડનો બીજો ડોઝ લીધાના 10 મહિના પછી અને કોવેક્સિનના બીજા ડોઝના છ મહિના પછી ત્રીજી ડોઝની જરૂર પડી શકે છે.

સુનાવણી દરમિયાન કોરોના સંબંધિત ઘણા મુદ્દાઓ પર કરવામાં આવી હતી ચર્ચા

હાઈકોર્ટ કોવિડ -19 સામે લડવા માટે સંસાધનોના સંચાલનને લગતા અનેક મુદ્દાઓ પર જેમ કે રોગચાળાની ત્રીજી લહેર માટેની તૈયારી અને કોવિન પોર્ટલ પર રસીકરણ સ્લોટ બુક કરતી વખતે આવતી સમસ્યાઓના નિવારણ અંગેની પીઆઈએલ પર પણ ચર્ચા કરી હતી.

સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે બેન્ચને જાણ કરી હતી કે રાજ્યમાં 12.23 કરોડ લોકોમાંથી 3.35 કરોડ લોકોએ કોવિડ -19 વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. કુલ 1.13 કરોડ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા હતા. રાજ્યએ હાઈકોર્ટને એમ પણ કહ્યું કે તે કેન્દ્ર સરકાર તરફથી વેક્સિન ફાળવણી ઓછી હોવાને કારણે રાજ્ય વેક્સિનની અછતનો સામનો કરી રહ્યું છે.

બનાવટી વેક્સિનેશન સર્ટીફીકેટ આપવાના કિસ્સાઓ

કોર્ટની દલીલોમાં હાજર એક સિવિલ ડોક્ટરે હાઈકોર્ટને જણાવ્યું હતું કે આજે શહેરમાં ઓછામાં ઓછા 20 લાખ લોકોને તેમનો બીજો ડોઝ મળવાનો હતો, પરંતુ દરરોજ માત્ર પાંચથી સાત લાખ વેક્સિન મળી રહી છે.

ઉપરોક્ત દલીલોમાં બે અરજદારો અનિતા કાસ્ટેલીનો અને જમશેદ માસ્ટર વકીલોએ એ પણ ધ્યાન દોર્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં નાગરિકોને વેક્સીનેશનના સર્ટીફીકેટ ખોટા નામો અને વેક્સિનના બેચ નંબર સાથે આપવામાં આવી રહ્યા હતા.

આ પણ વાંચો : Corona in Maharashtra : શું આ મહિનામાં આવશે કોરોનાની ત્રીજી લહેર? મહારાષ્ટ્ર માટે ચિંતાજનક સ્થિતિના સંકેત

g clip-path="url(#clip0_868_265)">