આ રાજ્યમાં જૂની ડીઝલ કાર પર મૂકાયો પ્રતિબંધ, ચલાવતા પકડાશો તો ફટકારાશે 20 હજાર દંડ

|

Nov 06, 2022 | 9:13 AM

વધતા જતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે, BS6 સ્ટાન્ડર્ડ કરતા ઓછા ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મેસેજમાં વાહનવ્યવહાર વિભાગે જૂની ડીઝલ કારના માલિકોને ચેતવણી આપી છે કે જો પકડાશે તો વીસ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

આ રાજ્યમાં જૂની ડીઝલ કાર પર મૂકાયો પ્રતિબંધ, ચલાવતા પકડાશો તો ફટકારાશે 20 હજાર દંડ
Old diesel cars (symbolic image)

Follow us on

સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને કારણે દિલ્લીમાં જૂની ડીઝલ કાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે જ્યાં પણ BS6 સ્ટાન્ડર્ડથી ઉતરતા સ્તરની કાર ચાલતી જોવા મળશે તો કાર માલિકને 20 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સંદર્ભે, દિલ્લીના પરિવહન વિભાગે આવા વાહન માલિકોને સંદેશ મોકલીને ચેતવણી આપી છે. ચેતવણીમાં કહ્યું છે કે, જ્યાં સુધી હવામાન સારું ન થાય ત્યાં સુધી ભૂલથી પણ આવા વાહનો લઈને રસ્તા પર ના નીકળતા. વાહનવ્યવહાર વિભાગ દ્વારા પાંચ લાખથી વધુ વાહન માલિકોને સમાન સંદેશો મોકલવામાં આવ્યો છે.

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, દિલ્લી તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોમ્પ્યુટરાઈઝ્ડ ડેટા અનુસાર, દિલ્લીમાં નોંધાયેલા તમામ વાહનોના માલિકોને ઓટોમેટિક સંદેશા મોકલવામાં આવ્યા છે. જે BS6 ધોરણને પૂર્ણ કરતા નથી. તેમને કહેવામાં આવ્યું છે કે દિલ્લીમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં, પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્લીની સીમામાં BS6 સ્ટાન્ડર્ડ કરતા ઓછા ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મેસેજમાં વિભાગે આવા વાહન માલિકોને ચેતવણી આપી છે કે જો પકડાશે તો વીસ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

દિલ્લીમાં ગ્રાફ ફોર લાગુ કરાયુ છે શુ છે ગ્રાફ ફોર

પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે દિલ્લી સરકારે દિલ્લીમાં ગ્રાફ ફોર લાગુ કરી છે. આ વ્યવસ્થા હેઠળ પ્રદૂષણ ફેલાવતી વિવિધ પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી છે. આમાં ધુમાડો ફેલાવતી ફેક્ટરીઓથી માંડીને બાંધકામ અને જનરેટર વગેરેનો સમાવેશ થાય છે. જેના કારણે અહીં આર્થિક ગતિવિધિઓ પર ખરાબ અસર પડી રહી છે. આમ હોવા છતાં, સરકારે સ્પષ્ટ કર્યું છે કે લોકોના જીવનની કિંમત પર આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ટ્રાફિક જામમાંથી મળશે રાહત

BS6 સ્ટાન્ડર્ડથી નીચેના ડીઝલ વાહનો પર પ્રતિબંધની અસર રસ્તાઓ પર પણ જોવા મળશે. આ વાહનોને રોડ પરથી હટાવવાથી ટ્રાફિક જામમાંથી ઘણી હદે રાહત થશે. સાથે જ લોકોને જાહેર વાહનોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવશે. તેનાથી પ્રદૂષણ પર પણ અસર થશે. તમને જણાવી દઈએ કે આ સમયે દિલ્લીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે. હાલમાં દિલ્લીનો AQI ચિંતાજનક સ્થિતિમાં છે. આ સમયે વાતાવરણમાં ધુમ્મસનું પાતળું પડ જામ્યું છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે.

 

Next Article