AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coromandel Express Accident : 51 કલાક બાદ બાલાસોરમાં ફરી દોડતી થઈ ટ્રેન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રહ્યા હાજર, જુઓ Video

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) ઘટના સ્થળે હાજર હતા. આજે તેમની હાજરીમાં ડાઉન લાઈન પરથી એક માલગાડી પસાર થઈ હતી. માલસામાન ટ્રેન પસાર થયા બાદ રેલવે મંત્રીએ હાથ જોડી ભગવાનનો આભાર માન્યો હતો.

Coromandel Express Accident : 51 કલાક બાદ બાલાસોરમાં ફરી દોડતી થઈ ટ્રેન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રહ્યા હાજર, જુઓ Video
Odisha Train Accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 11:51 PM
Share

Balasore :  ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલી ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે.  મોટી વાત એ છે કે બાલાસોરમાં બંને ડાઉન લાઈનો શરૂ થઈ ગઈ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) ઘટના સ્થળે હાજર હતા. આજે તેમની હાજરીમાં ડાઉન લાઈન પરથી એક માલગાડી પસાર થઈ હતી. માલસામાન ટ્રેન પસાર થયા બાદ રેલવે મંત્રીએ હાથ જોડી ભગવાનનો આભાર માન્યો હતો.

દુર્ઘટના બાદ રેલ્વે મંત્રી શનિવારે સવારે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્યારથી છેલ્લા 40 થી વધુ કલાકથી ત્યાં ઉભા છે અને દરેક વસ્તુ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.બાલાસોરમાં રાહત અને બચાવની વચ્ચે તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં તે ટ્રેક પર બે પલટી ગયેલા કોચની વચ્ચેથી બહાર નીકળતા જોવા મળે છે.

જ્યારે બીજી તસ્વીરમાં તે રાત્રે અકસ્માત સ્થળે બેઠા છે. ઘટનાના બે દિવસ બાદ પણ ઘણા લોકોએ બાલાસોરમાં રેલ મંત્રીની હાજરી માટે તેમના વખાણ કર્યા છે. બીજેપીના ઘણા નેતાઓએ પણ તેમની તસવીર શેર કરી છે. આજે 51 કલાક બાદ બાલાસોર રેલવે ટ્રેક ફરી થયો છે, તેની પાછળ રેલવેના કર્મચારીઓ, મજૂરો અને પદાધિકારીઓનો મોટો ફાળો છે.

આ પણ વાંચો : Odisha Train Accident: 30 કલાકથી બાલાસોરમાં ખડેપગે ઉભા છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, દરેક વસ્તુઓ પર રાખી રહ્યા છે ચાંપતી નજર

51 કલાક બાદ બાલાસોરમાં ફરી શરુ થયો રેલવે ટ્રેક

માલસામાન ટ્રેન પસાર થયા બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયાને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવ્યા હતા અને તમામને સંપૂર્ણ તાકીદ સાથે કામ કરવાની સૂચના આપી હતી. ટીમે પણ એવું જ કર્યું. હવે બંને ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું છે અને અકસ્માતના 51 કલાકમાં ટ્રેનની અવરજવર શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો : Balasore Train Accident: શબઘરમાં પુત્રને શોધી રહ્યા છે પિતા, Viral Video જોઈને આંસુ આવી જશે

બાલાસોર ટ્રેન અકસ્માતની તપાસ CBI કરશે

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતની તપાસ CBI કરશે. રેલવે મંત્રી અશ્વની વૈષ્ણવે આની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રેલવે ટ્રેકનું કામ થઈ ગયું છે. હવે ઓવરહેડ વાયરનું કામ ચાલી રહ્યું છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ઘાયલોની સારવાર અલગ-અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે. રેલવે બોર્ડે વધુ તપાસ માટે સમગ્ર મામલો સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
g clip-path="url(#clip0_868_265)">