Odisha: જગન્નાથ મંદિર પ્રશાસને આ વર્ષનું બજેટ રજૂ કર્યું, ગયા વર્ષ કરતાં 47 કરોડ વધુ
સૂત્રોએ જણાવ્યું હતું કે બજેટ(Budget) પસાર થઈ શક્યું નથી, ત્યારબાદ હવે તેને આગામી 25 એપ્રિલે મળનારી બેઠકમાં મંજૂરી માટે રાખવામાં આવશે. ત્રણ કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી, પરંતુ જગન્નાથ મંદિર(Jagannath Temple) માટે તૈયાર કરાયેલા આ બજેટ પર અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (Shree Jagannath Temple Authority) એ નાણાકીય વર્ષ 2022-23 માટે રૂ. 237.58 કરોડનું વાર્ષિક બજેટ(Annual Budget) રજૂ કર્યું છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીએ રૂ. 47.24 કરોડનો વધારો છે. પુરીના ગજપતિ મહારાજ દિવ્યાસિંહ દેબની અધ્યક્ષતામાં મંદિર પ્રબંધન સમિતિની બેઠકમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે શુક્રવારે મળેલી બેઠકમાં બજેટ પસાર થઈ શક્યું ન હતું, ત્યારબાદ હવે તેને આગામી 25 એપ્રિલે મળનારી બેઠકમાં મંજૂરી માટે રાખવામાં આવશે. ત્રણ કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી, પરંતુ જગન્નાથ મંદિર માટે તૈયાર કરાયેલા આ બજેટ પર અંતિમ નિર્ણય લઈ શકાયો ન હતો.
આવી સ્થિતિમાં 25 એપ્રિલે ફરીથી બેઠક થશે અને આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. નાણાકીય વર્ષ 2022-23 માટે મંદિરના બજેટને રેવન્યુ સરપ્લસ કહી શકાય, કારણ કે મંદિરની આવક રૂ. 203.96 કરોડના અંદાજિત ખર્ચની સામે રૂ. 237.58 કરોડ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિર પાસે 33.26 કરોડ રૂપિયાની આવક સરપ્લસ હશે. પુરીમાં 12મી સદીના મંદિરને રાજ્ય સરકાર તરફથી 101.46 કરોડ રૂપિયાની મહત્તમ ગ્રાન્ટ મળશે.
મંદિર પ્રશાસન રથયાત્રા પાછળ આટલા કરોડનો ખર્ચ કરશે
જમીન સંપાદનમાંથી વળતર તરીકે 60 કરોડ રૂપિયા મળશે. તેવી જ રીતે, મંદિર વાર્ષિક રથયાત્રા અને સ્નાન પૂર્ણિમા ઉત્સવના આયોજન પર અંદાજિત રૂ. 14.76 કરોડનો ખર્ચ કરશે. SJTA કર્મચારીઓના પગાર પાછળ અન્ય રૂ. 29.22 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જ્યારે કર્મકાંડ માટે સેવાદારનો દૈનિક ખર્ચ રૂ.22.14 કરોડનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, 2021-22માં મેનેજમેન્ટ કમિટીએ 190.26 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું હતું.
ભક્તોના પ્રવેશ માટે પશ્ચિમ દરવાજા ખોલવાનો નિર્ણય
દરમિયાન, બેઠકમાં મંદિરમાં ભક્તોના પ્રવેશ માટે પૂર્વમાં મુખ્ય સિંહ દરવાજો તેમજ પશ્ચિમનો દરવાજો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એસજેટીએના મુખ્ય પ્રશાસક વીર વિક્રમ યાદવે જણાવ્યું હતું કે ભક્તો ઉત્તર અને દક્ષિણ દરવાજામાંથી બહાર નીકળી શકે છે. તેમણે કહ્યું કે વાર્ષિક રથયાત્રા માટે રથનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં ચંદન યાત્રા અને જગન્નાથ મંદિરની અન્ય ધાર્મિક વિધિઓ માટેની નીતિ પેટા સમિતિના નિર્ણયને પણ મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો-આ વખતે PMOથી થશે કેદારનાથ યાત્રાનું મોનિટરિંગ, વડાપ્રધાન મોદીના નામે થશે પ્રથમ પૂજા