Odisha : સરકારી શાળાના 26 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા હડકંપ,જિલ્લા વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર

|

Nov 28, 2021 | 10:09 AM

માહિતી અનુસાર, કેટલાક વિદ્યાર્થીઓમાં શરદી અને ઉધરસના લક્ષણો જોવા મળ્યા હતા, જે બાદ શાળા સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓનો કોવિડ -19 ટેસ્ટ કરાવ્યો,જેમાં 26 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Odisha : સરકારી શાળાના 26 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા હડકંપ,જિલ્લા વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર
File Photo

Follow us on

Odisha : ઓડિશાના મયુરભંજ જિલ્લાની એક સરકારી શાળાના 26 વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ (Corona Positive) હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા વહીવટીતંત્રે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, મયુરભંજના ,( Mayurbhanj)ઠાકુરમુંડા સ્થિત ચમકપુર આદિવાસી રેસિડેન્શિયલ ગર્લ્સ સ્કૂલના 26 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે બાકીના 15 વિદ્યાર્થીઓના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.

26 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા વાલીઓની વધી ચિંતા

તમને જણાવી દઈએ કે, સંક્રમિત વિદ્યાર્થીઓને સરકારી શાળાના પરિસરમાં આઈસોલેશનમાં (Isolation) રાખવામાં આવ્યા છે અને અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. કરંજિયા સબ-ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રજનીકાંત બિસ્વાલે(Rajnikant Biswal)  કહ્યું કે, “જિલ્લા વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. ડોકટરોની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે. જો પરિસ્થિતિ વધુ વણસે તો અમે વિદ્યાર્થીઓને DHH હોસ્પિટલમાં ખસેડીશું.”

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કેટલાક વિદ્યાર્થીઓમાં શરદી અને ઉધરસના લક્ષણો જોવા મળ્યા

તેમણે વધુમાં કહ્યું કે, આ વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન (Containment zone)તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને શાળાના પરિસરને દિવસમાં બે વખત સેનિટાઈઝ કરવામાં આવી રહ્યુ છે. COVID-19 સુરક્ષા પ્રોટોકોલના ભાગ રૂપે, કોરોના વાયરસ પરીક્ષણ માટે તમામ વિદ્યાર્થીઓના નમૂનાઓ એકત્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શાળામાં 20 સ્ટાફ સભ્યો સાથે કુલ 259 વિદ્યાર્થીઓ છે. કેટલાક વિદ્યાર્થીઓમાં શરદી અને ઉધરસના લક્ષણો જોવા મળ્યા હતા, જેના બાદ શાળા સત્તાવાળાઓએવિદ્યાર્થીઓનો કોવિડ -19 ટેસ્ટ કરાવ્યો. જેમાં 26 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

15 વિદ્યાર્થીઓના કોરોના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા

અધિકારીઓએ જણાવ્યું હતુ કે, પરીક્ષણ કરાયેલા વિદ્યાર્થીઓમાંથી 26 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત જણાયા હતા, જ્યારે અન્ય 15 વિદ્યાર્થીઓના નમૂનાઓ પરીક્ષણ માટે બારીપાડા જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ જિલ્લાના ઠાકુરમુંડા બ્લોકમાં ચમકપુર રેસિડેન્શિયલ હાઈસ્કૂલના રહેવાસી છે.તમને જણાવી દઈએ કે, કરંજિયા ડેપ્યુટી કલેક્ટર (Deputy Collector) રજનીકાંત બિસ્વાલે મેડિકલ ટીમ સાથે શનિવારે શાળાની મુલાકાત લીધી હતી. હાલ તમામ પોઝિટિવ વિદ્યાર્થીઓને શાળામાં અલગ રાખવામાં આવ્યા છે અને દવાઓ આપવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો : Mumbai : ઓમિક્રોન વેરિયન્ટને પગલે BMC એક્શનમાં, સાઉથ આફ્રિકાથી આવતા લોકોને 14 દિવસ સુધી કરાશે ક્વોરેન્ટાઈન

આ પણ વાંચો : ઓમિક્રોન વેરિયન્ટથી હાહાકાર : મહારાષ્ટ્રમાં લગ્ન માટે જાહેર થઈ નવી ગાઈડલાઈન, જો નહીં પાળો નિયમ તો થશે દંડ

Published On - 9:59 am, Sun, 28 November 21

Next Article