AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccine: 12 થી 17 વર્ષના બાળકોને અપાશે સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવોવેક્સ વેક્સીન, NTAGI એ આપી મંજૂરી

તાજેતરમાં જ કોરોનાની (Corona) બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં બાળકોને રસીકરણ પર ભાર આપવાનું કહ્યું હતું. કોવોવેક્સ રસીની મંજૂરી મળ્યા પછી, રસીકરણમાં વધુ વેગ આવવાની અપેક્ષા છે.

Corona Vaccine: 12 થી 17 વર્ષના બાળકોને અપાશે સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવોવેક્સ વેક્સીન, NTAGI એ આપી મંજૂરી
Corona Vaccine - Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 7:02 PM
Share

દેશમાં કોરોનાના વધતા જતા કેસ (Corona Cases) વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ (NTAGI) એ 12 થી 17 વર્ષની વયના બાળકો માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવોવેક્સ (Covovax) રસી મંજૂર કરી છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ કોરોનાની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં બાળકોને રસીકરણ પર ભાર આપવાનું કહ્યું હતું. આવી સ્થિતિમાં, કોવોવેક્સ રસીની મંજૂરી મળ્યા પછી, રસીકરણમાં વધુ વેગ આવવાની અપેક્ષા છે.

ભારતના ડ્રગ રેગ્યુલેટરે 28 ડિસેમ્બરના રોજ કટોકટીની સ્થિતિમાં પુખ્ત વયના લોકો પર અને 9 માર્ચે અમુક શરતો સાથે 12 થી 17 વર્ષની વયના બાળકો માટે કોવોવેક્સ રસીના મર્યાદિત ઉપયોગને મંજૂરી આપી હતી. આ સાથે, SII અને સરકાર અને નિયમનકારી બાબતોના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર લખીને દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોવોવેક્સ રસી આપવાની મંજૂરી માંગી છે.

NTAGI એ કોવોવેક્સ વેક્સીનને આપી મંજૂરી

રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અદાર પૂનાવાલાએ તાજેતરમાં સરકારી સ્તરે રસીની મંજૂરી મેળવવામાં વિલંબ પર નિરાશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, બાળકોને આપવામાં આવતી રસીની મંજૂરી ઘણા મહિનાઓથી રાહ જોયા બાદ આપવામાં આવી છે. પૂનાવાલાએ કહ્યું હતું કે સમયસર નિર્ણય લેવા માટે જવાબદાર લોકો અને સમિતિઓનું વલણ દર્શાવે છે કે તેઓ કોઈ ઉતાવળમાં નથી. તેમણે કહ્યું કે, મહામારી સામેના યુદ્ધમાં જે ગતિ અમને આ સ્થાને લાવી હતી તે હવે ખોવાઈ ગઈ છે. એવું લાગે છે કે તેમના માટે બધું સામાન્ય થઈ ગયું છે.

SII કોવિશિલ્ડ રસીની કિંમત રૂ. 225

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ અગાઉ કોવિશિલ્ડ રસીની કિંમતમાં ઘટાડો કર્યો હતો. એક ટ્વિટમાં પૂનાવાલાએ કહ્યું કે સરકાર સાથે વાતચીત કર્યા પછી જ તેમણે ખાનગી હોસ્પિટલો માટે કોવિશિલ્ડ રસીના એક ડોઝની કિંમત 600 રૂપિયાથી ઘટાડીને 225 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : Heatwave: દેશના 7 રાજ્યોના 20 જિલ્લાઓમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર, હિટ વેવના આ 4 સ્પેલ આકરી ગરમીમાં તબાહી મચાવી રહ્યા છે

આ પણ વાંચો : વિદેશ મંત્રાલયે ભારત બાયોટેકને આપી સલાહ, કંપનીએ કોવેક્સિન માટે EUL રદ કરવાનું ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">