હવે ધ્વનિ પ્રદૂષણ કર્યું તો ખેર નથી, ચૂકવવો પડશે એક લાખ રૂપિયાનો માતબર દંડ

|

Jul 10, 2021 | 4:19 PM

જો કોઈ પણ વિસ્તારમાં બીજી વખત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો દંડની રકમ વધારીને 40 હજાર રૂપિયા કરવામાં આવશે. આ નિયમોનું ઉલલંધન જો એકથી વધુ વખત થાય છે તો એક લાખ રૂપિયા દંડ ભરવો પડશે.

હવે ધ્વનિ પ્રદૂષણ કર્યું તો ખેર નથી, ચૂકવવો પડશે એક લાખ રૂપિયાનો માતબર દંડ
Noise Pollution ( File Photo)

Follow us on

દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC)એ શહેરમાં ધ્વનિ પ્રદૂષણ( (Noise Pollution)ફેલાવવા બદલ દંડ(Fine)ની રકમમાં ફેરફાર કર્યો છે. જેમાં નવા દરો અનુસાર આનું ઉલ્લંઘન કરનારાઓને દિલ્હીમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા બદલ રૂપિયા 1 લાખ રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડી શકશે.

દિલ્હી(Delhi) માં નવા નિયમો મુજબ નિર્ધારિત સમય બાદ ફટાકડા ફોડનાર કોઈપણ વ્યક્તિને રહેણાંક અને વ્યવસાયિક વિસ્તારોમાં રૂ .1000 અને સાયલન્ટ ઝોનમાં 3,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તેમજ જો કોઈ રેલી, લગ્ન અથવા ધાર્મિક ઉત્સવમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો રહેણાંક અને વ્યવસાયિક વિસ્તારોમાં આયોજકોને 10 હજાર રૂપિયા અને સાયલન્ટ ઝોનમાં 20 હજાર રૂપિયા દંડની જોગવાઈ છે.

તો રૂપિયા 1 લાખનો દંડ ભરવો પડશે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમજ જો કોઈ પણ વિસ્તારમાં બીજી વખત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો દંડની રકમ વધારીને 40 હજાર રૂપિયા કરવામાં આવશે. આ નિયમોનું ઉલલંધન જો એકથી વધુ વખત થાય છે તો એક લાખ રૂપિયા દંડ ભરવો પડશે. આની સાથે નવા નિયમો અનુસાર આ વિસ્તારને પણ સીલ કરવામાં આવશે.

એનજીટીએ દરખાસ્તો સ્વીકારી

આ ઉપરાંત જનરેટરને કારણે થતા ધ્વનિ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા ડી.પી.સી.સી.(DPCC)દ્વારા પગલા પણ લેવામાં આવ્યા છે. જેની માટે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા જનરેટરને જપ્ત કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ દરખાસ્તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા સ્વીકારવામાં આવી છે. તેમજ સંબંધિત વિભાગોને નવા નિયમોનું કડક પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આની સાથે તમામ વિભાગોએ દર મહિને અહેવાલ પણ આપવાનો રહેશે.

આ પણ વાંચો :  OMG: હૃતિક અને આ ખાન આમને સામને, સુપરહીટ ફિલ્મની હિન્દી રિમેકમાં કોણ મારશે બાજી?

આ પણ વાંચો :  World Population Day 2021: જાણો ક્યારે અને કેમ મનાવવામાં આવે છે વિશ્વ વસ્તી દિવસ ? 2027 સુધીમાં ચીનને પછાડશે ભારત

Published On - 4:13 pm, Sat, 10 July 21

Next Article