Budget 2022: રાહુલ ગાંધીએ બજેટ પર કેન્દ્ર સરકારને લીધી આડે હાથ, કહ્યું મધ્યમ વર્ગની સાથે થયો ‘વિશ્વાસઘાત’
નાણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટ રજૂ કર્યા પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું હતું કે દેશની જનતા ટેક્સ વસૂલાતના ભારણથી પરેશાન છે, જ્યારે મોદી સરકાર માટે આ ટેક્સની કમાણી એક મોટી ઉપલબ્ધી છે.
વિપક્ષે મંગળવારે સંસદમાં રજૂ થયેલા 2022-23ના સામાન્ય બજેટ (Budget 2022) માટે સરકારને આડે હાથ લેતા કહ્યું કે દેશના નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગને રાહત ન આપીને તેઓએ દગો કર્યો છે અને યુવાનોની રોજીરોટી પર ગુનાહિત હુમલો કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ટ્વીટ કરતા કહ્યું કે મોદી સરકાર (Modi Government) ના બજેટમાં કંઈ નથી. મધ્યમ વર્ગ, નોકરિયાત વર્ગ અને ગરીબ અને વંચિત વર્ગ, યુવાઓ, ખેડૂતો અને એમએસએમઈ માટે કંઈ નથી.
M0di G0vernment’s Zer0 Sum Budget! : Congress leader Rahul Gandhi reacts over #Budget2022 pic.twitter.com/tIDe1SCw1N
— tv9gujarati (@tv9gujarati) February 1, 2022
નાણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટ રજૂ કર્યા પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું હતું કે દેશની જનતા ટેક્સ વસૂલાતના ભારણથી પરેશાન છે, જ્યારે મોદી સરકાર માટે આ ટેક્સની કમાણી એક મોટી ઉપલબ્ધી છે. દૃષ્ટિકોણનો તફાવત છે – તેઓ ફક્ત તેમની સંપત્તિ જુએ છે, લોકોની પીડા નહીં.
મોદી સરકારના બજેટમાં કઈ નથી: રાહુલ ગાંધી
ત્યારે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યુ ભારતનો નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગ મહામારીના આ યુગમાં, પગારમાં સર્વાંગી ઘટાડો અને મોંઘવારીમાં રાહતની અપેક્ષા રાખતા હતા. નાણાં પ્રધાન અને વડાપ્રધાને તેમના પ્રત્યક્ષ કર સંબંધિત પગલાંથી આ વર્ગોને ફરી એકવાર નિરાશ કર્યા છે. તેમને આરોપ લગાવ્યો કે આ વેતનભોગી અને મધ્યમ વર્ગની સાથે વિશ્વાસઘાત છે. સુરજેવાલાએ એ પણ સવાલ કર્યો કે શું સરકારે ‘ક્રિપ્ટો કરન્સી’થી થતી કમાણી પર ટેક્સ લગાવી ‘ક્રિપ્ટો કરન્સી’ને શું બિલ લાવ્યા વિના માન્ય જાહેર કરવામાં આવ્યું છે?
સીતારામ યેચુરીએ કર્યો સવાલ- બજેટ કોના માટે છે?
માકપાના મહાસચિવ સીતારામ યેચુરીએ ટ્વીટ કર્યુ બજેટ કોના માટે છે? સૌથી અમીર 10 ટકા ભારતીય દેશની કુલ સંપતિના 75 ટકાના માલિક છે. મહામારી દરમિયાન સૌથી વધારે નફો કમાવનારા પર વધારે ટેક્સ કેમ ના લગાવવામાં આવ્યો? તેમને દાવો કર્યો કે શહેરી રોજગાર ગેરંટી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. મનરેગા માટેની ફાળવણી ગયા વર્ષના રૂ. 73 હજાર કરોડ જેટલી જ રહી. યુવાનોની રોજીરોટી પર ગુનાહિત હુમલો થયો છે.
આ પણ વાંચો: Union Budget 2022: અત્યાર સુધીનું સૌથી ટૂંકું બજેટ, બજેટ ભાષણ માત્ર 90 મિનિટમાં થયુ પૂરુ
આ પણ વાંચો: Budget 2022: સામાન્ય લોકો માટે ઈ-પાસપોર્ટ લોન્ચ કરવામાં આવશે, એમ્બેડેડ ચિપ સાથે મળશે ઘણી સુરક્ષા સુવિધાઓ