કોરોના વાયરસ બાદ નોરો વાયરસનો ખતરો ! જાણો આ નવા વાયરસના લક્ષણો અને તેને અટકાવવાના ઉપાયો

નોરો વાયરસના સામાન્ય લક્ષણોમાં ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો અથવા ઉબકા વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક દર્દીઓમાં તાવ, માથાનો દુખાવો અને શરીરના દુખાવાના લક્ષણો પણ જોવા મળે છે.

કોરોના વાયરસ બાદ નોરો વાયરસનો ખતરો ! જાણો આ નવા વાયરસના લક્ષણો અને તેને અટકાવવાના ઉપાયો
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 5:22 PM

Noro Virus : કોરોના બાદ કેરળના વાયનાડમાં નોરો વાયરસની પુષ્ટિ થતા લોકોની ચિંતા વધી છે. અત્યાર સુધીમાં વાયનાડ શહેરમાં નોરો વાયરસના 13 કેસની પુષ્ટિ થઈ છે. આ વાતની પુષ્ટિ કરતા કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે (Vina George) લોકોને આ વાયરસથી બચવા માટે સાવચેતી રાખવાની અપીલ કરી છે.

નોરો વાયરસ શું છે ? તેના લક્ષણો ક્યા છે ? આ વાયરસ શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે અને કેવી રીતે આ વાયરસથી બચી શકાય ? આ તમામ સવાલ હાલ લોકોને મુંઝવી રહ્યા છે, ત્યારે આજે અમે તમને જણાવીશુ આ નવા વાયરસ વિશે.

નોરો વાયરસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે ?

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

યુએસ હેલ્થ એજન્સી સીડીસીના જણાવ્યા અનુસાર, આ એક ખતરનાક વાયરસ (Virus) છે. નોરો વાયરસના ઘણા પ્રકારો છે, તેથી વ્યક્તિ તેના સમગ્ર જીવનમાં ઘણી વખત આ વાયરસથી સંક્રમિત થઈ શકે છે. એકવાર સંક્રમિત થવાનો અર્થ એ નથી કે તમે બીજા પ્રકારના નોરો વાયરસથી સંક્રમિત થશે નહીં. સંક્રમણ બાદ આ વાયરસ સામે શરીરમાં બનેલી રોગપ્રતિકારક શક્તિ (Immunity) કેટલા સમય સુધી રહે છે તેની ચોક્કસ માહિતી હજુ સુધી મળી નથી.

કયા ઉંમરના લોકોને નોરો વાયરસનું સૌથી વધુ જોખમ ?

CDC ના જણાવ્યા અનુસાર, નોરો વાયરસ તમામ ઉંમરના લોકોને ચેપ (Noro Virus Infection) લગાવી શકે છે. તેથી તેના કોઈપણ લક્ષણોને અવગણશો નહીં. નોરો વાયરસથી સંક્રમિત દર્દીમાં તેના લાખો રજકણો હાજર હોય છે, પરંતુ વાયરસના અમુક કણો જ વ્યક્તિના બીમાર થવાનું કારણ બને છે.

નોરો વાયરસના લક્ષણો

નોરો વાયરસ ચેપ જઠરાંત્રિય રોગનું કારણ બને છે. જો સરળ ભાષામાં સમજીએ તો ઈન્ફેક્શન બાદ પેટના રોગને (Stomach) લગતા લક્ષણો જોવા મળે છે. સૌથી સામાન્ય લક્ષણોમાં ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો અથવા ઉબકા તેમજ અમુક દર્દીઓમાં તાવ, માથાનો દુખાવો અને શરીરના દુખાવાના લક્ષણો પણ જોવા મળે છે.

આ વાયરસથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ?

આ વાયરસને રોકવા માટે કેરળના આરોગ્ય મંત્રાલયે (Health Department) એક માર્ગદર્શિકા બહાર પાડી છે. ગાઈડલાઈન મુજબ સંક્રમિત લોકોને ઘરે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તેમજ ઉકાળેલું પાણી પીવુ, જમતા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હાથને સાબુથી સારી રીતે ધોઈ લો. આ સિવાય પ્રાણીઓના સંપર્કથી દુર રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, કોરોના કરતા વધુ મૃત્યુ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાથી થયા, 60 લોકોએ જીવ ગુમાવ્યા

આ પણ વાંચો: ગુજરાત સરકારનું આરોગ્ય ક્ષેત્રે વધુ એક પગલું, રાજ્યમાં આજથી નિરામય ગુજરાત આરોગ્ય યોજનાની શરૂઆત થઇ

g clip-path="url(#clip0_868_265)">