Supreme Court News: નથી જોઈતો જાતિનો ટેગ, પણ બની રહીશું હિન્દુ, કોઈ પણ જાતિ વગરનાં હિન્દુ પ્રમાણ પત્ર માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી

|

Jun 02, 2022 | 5:06 PM

સુપ્રીમ કોર્ટમાં (Supreme court) એક અરજી દાખલ કરવામાં આવી છે જે હાલ ચર્ચાનો વિષય બની છે. અરજીકર્તાનું કહેવું છે કે દેશમાં એવા ઘણાં લોકો છે, જે પોતાની જાતીય ઓળખ પર ગર્વ નથી કરતા.એવા લોકોને દેશની સરકારે જાતિહીન હિન્દુ હોવાનું પ્રમાણ પત્ર આપવું જોઈએ.

Supreme Court News: નથી જોઈતો જાતિનો ટેગ, પણ બની રહીશું હિન્દુ, કોઈ પણ જાતિ વગરનાં હિન્દુ પ્રમાણ પત્ર માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી
Supreme Court
Image Credit source: the wire

Follow us on

ભારતમાં હાલ જાતીય વસ્તી ગણતરી મામલે રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. તેની વચ્ચે સુપ્રીમ કોર્ટમાં (Supreme court) એક વ્યક્તિએ મહત્ત્વની અરજી દાખલ કરી છે. આ અરજી કર્તા એક ડોક્ટર છે. તેણે અરજી માં માંગ કરી છે કે તેને જાતિહીન હિન્દુ (Casteless Hindu) હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવે. સુપ્રીમ કોર્ટ આ મામલે સરકારને દિશા અને નિર્દેશ આપે. અરજી કર્તાએ સુપ્રીમ કોર્ટને પ્રાર્થના કરી છે કે , તે દેશના એવા લોકોમાંથી એક છે જે પોતાની જાતીય ઓળખનું પ્રદર્શન નથી કરવા માંગતા તેઓ જાતિઓમાં વિશ્વાસ નથી રાખતા. અરજીકર્તાએ માગ કરી છે કે સુપ્રીમ કોર્ટ આ મામલે સરકારને દિશા-નિર્દેશ આપે અને તેના જેવા લોકોને જાતિહીન હિન્દુ હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવે.

સુપ્રીમ કોર્ટમાં અરજીકર્તાએ કરી આ માગ

આ યાચિકકર્તાનું નામ દીપક દન્યાન્શ્વર હલવાર છે. તેણે સુપ્રીમ કોર્ટમાં માંગ કરી છે કે, કોર્ટ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને એવી વ્યવસ્થા બનાવવા કહે જેનાથી તેના જેવા લોકો કે જે જાતિમાં વિશ્વાસ નથી રાખતાં, તેમને સરકાર જાતિહીન હિન્દુ તરીકે માન્યતા આપે. યાચિકકર્તા દીપક દન્યાન્શ્વર હલવારના કેસની અરજી સોફિયા ભામરી અને અનિલ ચડ્ડા નામના વકીલ કરી રહ્યાં છે. આ વકીલોનું કહેવું છે કે સરકાર એ લોકો માટે કઈ જ નથી કરી રહી જે પોતાની જાતિનો ત્યાગ કરવા માંગે છે, પણ હિન્દુ તરીકેની પોતાની ઓળખ પણ જાળવી રાખવા માંગે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અરજીકર્તાના વકીલોનું નિવેદન

વકીલોનું કહેવું છે કે, અરજીકર્તા આ અરજી ખુબ જ પછાત જાતિના લોકો માટે કરી છે. તેનાથી સમાજમાં સકારાત્મક પરિવર્તન આવશે.એવો લોકોનો ઉત્સાહ વધશે જે પોતાની જાતિનો તો ત્યાગ કરવા માંગે છે, પણ પોતાની ધાર્મિક ઓળખ જાળવી રાખવા માંગે છે. અરજીકર્તાનું કહેવું છે કે, આ અરજી અત્યંત પછાત જાતિના લોકો માટે છે. તેનું કહેવું છે કે તે જાતીય બંધન તોડવા માંગે છે અને દેશ લોકો માટે એક ઉદાહરણ બનવા માંગે છે. તે શિક્ષિત વ્યક્તિ છે.અને એક ડોક્ટર છે. તેણે પોતાનું વ્યક્તિતત્વ બતાવવા માટે જાતીય પ્રમાણ પત્રની જરુર નથી. આ અરજીકર્તાનું માનવું છે કે, દેશમાં એવો નિયમ હોવો જોઈએ જેનાથી તમે તમારી જાતિ જાહેર કર્યા વગર હિન્દુ બની રહો.

Next Article