નીતા અંબાણી BHUમાં વિઝિટીંગ પ્રોફેસર બનશેના અહેવાલો ખોટા

|

Mar 18, 2021 | 4:15 PM

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કાર્યકારી નિર્દેશક અને રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ Nita Ambani  બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિઝિટીંગ પ્રોફેસર બનાવવાના અહેવાલને તેમના પ્રવક્તાએ રદિયો આપ્યો છે.

નીતા અંબાણી BHUમાં વિઝિટીંગ પ્રોફેસર બનશેના અહેવાલો ખોટા
Nita Ambani

Follow us on

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કાર્યકારી નિર્દેશક અને રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ Nita Ambani  બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિઝિટીંગ પ્રોફેસર બનાવવાના અહેવાલને તેમના પ્રવક્તાએ રદિયો આપ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રવક્તાએ બુધવારે કહ્યું કે નીતા અંબાણીને બીએચયુ તરફથી વિઝિટિંગ પ્રોફેસર બનાવવાનો કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સામાજિક વિજ્ઞાન વિભાગ તરફથી નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર બનાવવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ મુંબઈ વિશ્વવિદ્યાલય તરફથી બીકોમ કર્યુ છે અને વર્ષ 2014માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના કાર્યકારી નિદેશક બનાવવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું હતું કે એક સફળ મહિલા ઉધમી હોવાની છબીના કારણે તેમને આ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

 

જાણો ક્યાંથી ઉડી ખબર 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

નીતા અંબાણીને બનારસ હિંદુ યુનિવર્સિટી વિઝિટિંગ પ્રોફેસ બનાવવા માટે સામાજીક વિજ્ઞાન વિભાગ તરફથી પ્રસ્તાવ મોકલવાનો દાવો ત્યાંના ડીન દ્વારા કરવામાં આવ્યો હતો. સામાજીક વિજ્ઞાન વિભાગના ડીન પ્રોફેસર કિશોર મિશ્રાએ કહ્યું કે નીતા અંબાણીએ કરેલા કાર્યોનો લાભ બનારસ હિંદુ યુનિવર્સિટીને મળે અને  તેઓ પોતાનું શૈક્ષણિક યોગદાન આપે તેવી ઇચ્છા જાહેર કરવામાં આવી હતી. મહિલા અધ્યયન કેન્દ્રમાં મહિલા સશક્તિકરણ માટે કામ થાય છે. અહીંયા અનેક કોર્સ ચાલવાની સાથે રિસર્ચ પણ થાય છે.તે જ મહિલા કેન્દ્રથી દેશના આવા લોકોને જોડવાની કોશિશ થઇ રહી છે. જે મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે. આ હરોળમાં જ નીતા અંબાણીને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો.

 

જાણો બનારસ હિંદુ યુનિવર્સિટીએ શું કહ્યું 

આ મામલે બનારસ હિંદુ યુનિવર્સિટીએ કહ્યું કે એમના કોઇપણ વિભાગ તરફથી નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર બનાવવા બાબતે કોઇ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી. નીતા અંબણીને બનારસ હિંદુ યુનિવર્સિટીના કોઇપણ વિભાગમાં વિઝિટિંગ પ્રોફેસર નિયુક્ત કરવા માટે કે શિક્ષણ વિભાગની કોઇપણ જવાબદારી આપાવા સંબંધી કોઇપણ ઓફિશિયલ નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો નથી કે નથી કોઇ ઓફિશિયલ આદેશ પણ આપવામાં આવ્યો . કાશી હિન્દુ વિશ્વવિધાલયમાં વિઝિટિંગ પ્રોફેસર માટે મંજુરીની એક પ્રકારની પ્રક્રિયા હોય છે. આ મામલામાં ન તો કોઇ મંજૂરી આપવામાં આવી છે કે ન તો સંલગ્ન વિભાગને પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ સિવાય પણ વિશ્વવિધાલય પ્રશાસન દ્વારા આ વિષય પર પહેલા પણ કોઇ ઓફિશિયલ સૂચના આપવામાં આવી નથી .

 

આ પણ વાંચો: RAJKOT : જેતપુરના જેતલસર ગામે સગીરાનો હત્યાનો કેસ, ગામલોકોએ સ્વંયભૂ પાળ્યો બંધ

Published On - 4:10 pm, Wed, 17 March 21

Next Article