AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Night Curfew: કોરોના કેસમાં ઘટાડો નોંધાતા નાઈટ કરફ્યુને લઈ યોગી સરકારે લીધો મોટો નિર્ણય

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના 11 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,710,047 થઈ છે. 16 દર્દીને છેલ્લા 24 કલાકમાં હોસ્ટિપટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.

Night Curfew: કોરોના કેસમાં ઘટાડો નોંધાતા નાઈટ કરફ્યુને લઈ યોગી સરકારે લીધો મોટો નિર્ણય
Big Decision Regarding the Night Curfew in Uttar Pradesh
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 8:05 PM
Share

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારે રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર તમામ જિલ્લામાં કોરોના વાયરસ (Corona Virus)ના સંક્રમણને રોકવા માટે લગાવેલા નાઈટ કરફ્યુ (Night Curfew) ને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશમાં રાત્રે 11 વાગ્યાથી સવાર 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ લાગૂ હતો. અધિક મુખ્ય સચિવ, ગૃહ અવનીશ કુમાર અવસ્થી દ્વારા તમામ ડિવિઝનલ કમિશ્નર, ADGP, IG અને DIG રેન્જ, તમામ પોલીસ કમિશ્નર અને તમામ જિલ્લા કલેક્ટરને આજ રાત્રિથી કોરોના નાઈટ કરફ્યુ સમાપ્ત કરવાનું કહેવામાં આવ્યું છે.

કોરોના કેસમાં ઘટાડાને કારણે કરાયો નિર્ણય

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે. જેને ધ્યાને લઈ આ નિર્ણય કરાયો છે. ત્યારે અવનીશ કુમાર અવસ્થી સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે, તેઓ કોરોના સંક્રમણને અટકાવા અને તેના ઈલાજની વ્યવસ્થાઓને સતત મજબૂત કરે અને તમામ તહેવારોને કોવિડના નિયમો અંતર્ગત શાંતિપૂર્ણ રીતે આયોજીત કરે.

ઉત્તર પ્રદેશમાં કોરોના કેસ

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના 11 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,710,047 થઈ છે. 16 દર્દીને છેલ્લા 24 કલાકમાં હોસ્ટિપટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી 1,687,031 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં કોઈ પણ દર્દીનું મૃત્યુ થયું નથી. પરંતુ અત્યાર સુધીમાં 22,898 દર્દીઓના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં અત્યારે 118 એક્ટિવ કેસ છે. મંગળવારે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, તેઓ જલ્દી જ 12 કરોડ વેક્સિન ડોઝનો આંકડો પૂરો કરી લેશે.

આ જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નહીં

અમરોહા, અયોધ્યા, બદાયું, બાગપત, બલિયા, બારાબંકી, બસ્તી, બહરાઈચ, બિજનૌર, ચિત્રકૂટ, દેવરિયા, એટા, ઈટાવા, ફર્રુખાબાદ, ફતેહપુર, ગોંડા, હમીરપુર, હાપુડ, હરદોઈ, હાથરસ, જૌનપુર, ઝાંસી, કાનપુર, દેહાત, કાનપુર નગર, કાસગંજ, કૌશામ્બી, કુશીનગર, લખીમપુર-ખીરી, લલિતપુર, મહોબા, મિર્જાપુર, મૈનપુરી, મઉ, પ્રતાપગઢ, રામપુર, સંત કબીર નગર, શામલી, શ્રાવસ્તી, સીતાપુર, ઉન્નાવ અને સોનભદ્રમાં કોરોનાના એક પણ દર્દી નથી.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">