AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Night Curfew in Rajsthan :રાજસ્થાનના તમામ શહેરોમાં 16 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ, CM અશોક ગેહલોતે કરી જાહેરાત

Night Curfew in Rajsthan :16 એપ્રિલથી તમામ શહેરોમાં સાંજે 6 થી 6 સવારે દરમિયાન Night Curfew લાગુ

Night Curfew in Rajsthan :રાજસ્થાનના તમામ શહેરોમાં 16 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ, CM અશોક ગેહલોતે કરી જાહેરાત
FILE PHOTO
| Updated on: Apr 14, 2021 | 9:28 PM
Share

Night Curfew in Rajsthan : રાજસ્થાનમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે હવે રાજસ્થાન સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજસ્થાનમાં કોરોનાના વધતા જતા કેસોથી ચિંતિત મુખ્યપ્રધાન અશોક ગેહલોતે અધિકારીઓને નવી ગાઇડલાઈન બનાવવાની સૂચના આપી હતી અને હવે રાજ્યના તમામ શહેરોમાં Night Curfewની જાહેરાત કરી છે.

16 થી 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે રાજ્યના તમામ શહેરોમાં નાઇટ કર્ફ્યુ (Night Curfew in Rajsthan) લાદવાનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ નાઇટ કર્ફ્યુ 16 થી 30 એપ્રિલ સુધી સાંજે 6 થી સવારે 6 વાગ્યા સુધી તમામ શહેરોમાં લાગુ રહેશે. રાજસ્થાનમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થતાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ થતા દર્દીઓની સંખ્યા પણ દરરોજ વધી રહી છે. મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે પરિસ્થિતિ હજી નિયંત્રણ હેઠળ છે પરંતુ જે ગતિએ રોજ નવા કેસ આવી રહ્યા છે તે જોતા પરિસ્થિતિન વધુ વણસી શકે છે.

CM ગેહલોતે અધિકારીઓ સાથે કરી બેઠક રાજસ્થાનમાં નાઈટ કર્ફ્યુ (Night Curfew in Rajsthan) ની જાહેરાત પહેલા CM અશોક ગેહલોતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.CM ગેહલોતે રાજ્યના લોકોને લોકડાઉન જેવું વર્તન કરવા અપીલ કરી હતી. આ કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે, પરંતુ આપણા જીવની રક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપવી જોઈએ. મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ગૃહસચિવ અભય કુમારને જરૂરી ગાઈડલાઈન તૈયાર કરવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે કોરોનાનું સંક્રમણ અટકાવવા કડક પગલા ભરવા જરૂરી છે.

રાજસ્થાનમાં ધો.10 અને 12ની પરીક્ષાઓ સ્થગિત કોરોનના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રાજસ્થાન બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા મુલતવી રાખી છે. આ સાથે 8 થી 11 ના વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપી આગળના ધોરણમાં મોકલવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન અશોક ગેહલોતે શિક્ષણ પ્રધાન ગોવિંદ દત્તોસરા સાથે આ મુદ્દે ચર્ચા કર્યા પછી જ આ આદેશ આપ્યો છે.

રાજસ્થાનમાં 62૦૦ નવા કેસ, 28 મૃત્યુ રાજસ્થાનમાં 14 એપ્રિલને બુધવારે કોરોના વાયરસના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. રાજધાની જયપુરમાં 1325 જયારે સમગ્ર રાજ્યમાં 6200 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં જયપુર પછી,ઉદયપુરમાં 918, જોધપુરમાં 820 અને કોટામાં 646 કેસ નોંધાયા છે.

Follow Us
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">