AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ‘ડૉ. ઉમર’ ભારતના અનેક શહેરોમાં એકસાથે… ‘NIA’ એ આતંકવાદીનો ફોન જપ્ત કર્યો, ડેટામાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસે હવે જોર પકડયું છે. માસ્ટરમાઇન્ડ આતંકવાદી ડૉ. ઉમર અંગે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ એજન્સીઓએ હવે આતંકવાદીનો ફોન જપ્ત કર્યો છે, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

Breaking News : 'ડૉ. ઉમર' ભારતના અનેક શહેરોમાં એકસાથે... 'NIA' એ આતંકવાદીનો ફોન જપ્ત કર્યો, ડેટામાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા
| Updated on: Nov 16, 2025 | 3:10 PM
Share

દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટ બાદ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NIA) સતત તપાસ કરી રહી છે. NIA એ વિસ્ફોટના માસ્ટરમાઇન્ડ આતંકવાદી ડૉ. ઉમરનો ફોન જપ્ત કર્યો છે. ફોન જપ્ત કર્યા બાદ એજન્સીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

સ્લીપર સેલને લઈને ખુલાસો થયો

ફોન ડેટાની તપાસમાં જાણવા મળ્યું છે કે, આતંકવાદી ડૉ. ઉમર લોકોનું બ્રેઇનવોશ કરી રહ્યો હતો અને તેમની સાથે મિત્રતા કરીને તેમને મજબૂત બનાવી રહ્યો હતો. વધુમાં ફોન કોલ્સથી જાણવા મળ્યું છે કે, આતંકવાદી ઓમર એક લાંબી પ્લાનિંગ કરી રહ્યો હતો. ફોન ચેટ અને ડેટાથી જાણવા મળ્યું છે કે, ડૉ. ઓમર ભારતમાં અનેક શહેરોમાં એક સાથે બોમ્બ બ્લાસ્ટ કરવા માટે સ્લીપર સેલ તૈયાર કરી રહ્યો હતો.

બોમ્બ બ્લાસ્ટમાં થઈ રહ્યા છે ‘નવા ખુલાસા’

10 નવેમ્બરની સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં આતંકવાદી બોમ્બ વિસ્ફોટ થયો. વિસ્ફોટમાં લગભગ 13 લોકો માર્યા ગયા અને 25 થી વધુ લોકો ઘાયલ થયા. આ કેસને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે તપાસ ‘NIA’ ને સોંપી દીધી. જો કે, આ તપાસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.

‘Central Investigation Agency’ સતત તપાસ કરી રહી છે

આ ઉપરાંત, દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસના સંદર્ભમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ હરિયાણાના નુહમાં તપાસ કરી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓની એક ટીમે નુહની હિદાયત કોલોનીમાં તે ઘર પર દરોડા પાડ્યા, જ્યાં ડૉ. ઉમર નબી ઘણા દિવસોથી રોકાયા હોવાનું કહેવાય છે. વધુમાં, કેન્દ્રીય તપાસ એજન્સીઓ ગુરુગ્રામ અલવર નેશનલ હાઇવે 248A થી તે ઘર તરફ જવાના રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવેલી દુકાનોની સતત તપાસ કરી રહી છે.

પોલીસ કર્મચારીઓ ઘર પર કડક નજર રાખી રહ્યા છે

શનિવારે મોડી રાત સુધી પણ કેન્દ્રીય તપાસ એજન્સીઓ ગોયલ અલ્ટ્રાસાઉન્ડ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં વ્યસ્ત હતી. જો કે, કેટલાક પોલીસ કર્મચારીઓ તે ઘર પર કડક નજર રાખતા જોવા મળ્યા હતા, જ્યાં વિસ્ફોટમાં મૃત્યુ પામેલા ડૉ. ઉમર નબી રોકાયા હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ Breaking News : દિલ્હી બ્લાસ્ટની તપાસ આડેપાટે ચડાવવા આતંકીઓએ નૌગામ પોલીસ સ્ટેશને ધડાકો કર્યો ?

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">