નવુ જોખમ : અમેરિકા બાદ ભારતમાં પણ જોવા મળ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ AY-2

Corona virus mutation ભારતમાં અત્યાર સુધીમાં એવાય 2 ( AY 2 ) મ્યુટેશનના ચાર કેસો વિશે માહિતી સામે આવી છે.  જેમાં એવાય 2 (AY 2) વેરિએન્ટ મળી આવ્યો હોય.

નવુ જોખમ : અમેરિકા બાદ ભારતમાં પણ જોવા મળ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ AY-2
અમેરિકા બાદ ભારતમાં પણ જોવા મળ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ AY-2
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 9:54 AM

અમેરિકા અને બ્રિટનની જેમ જ ભારતમાં પણ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના પરિવર્તન પામેલા વાયરસ મળી આવ્યા છે. જેને વૈજ્ઞાનિકોએ, વાયરસને એવાય 2 (AY 2) નામ આપ્યુ છે. આ વાયરસ ડેલ્ટા વેરિએન્ટમાંથી સર્જાયા હોવાનું અનુમાન છે. અત્યાર સુધી અમેરિકામાં સૌથી વધુ આ પ્રકારના વાયરસ જોવા મળ્યા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ( Indian Council of Medical Research – ICMR ) એ માહિતી આપી છે કે દેશમાં અત્યાર સુધીમાં પાંચ કરતા વધુ દર્દીઓમાં એવાય 2 (AY 2) મ્યુટેશન મળી આવ્યા છે. જે મુખ્યત્વે રાજસ્થાન, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે.

હકીકતમાં, ગયા વર્ષે ઓક્ટોબરમાં, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું ડબલ મ્યુટેશન જોવા મળ્યું હતું. થોડા મહિના પછી, મ્યુટેશન ફરીથી થયું હોવાનુ સામે આવ્યુ. પછી ડેલ્ટા અને કપ્પા પ્રકારના વાયરસ જોવા મળ્યા હતા. ડેલ્ટા વાયરસમાં અત્યાર સુધીમાં બે મ્યુટેશન થયા છે. જેમાં ડેલ્ટા પલ્સ (Delta Pulse variant,) અને એવાય 2 પ્રકારના વાયરસની ઓળખ થઈ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ડેલ્ટાના બંને મ્યુટેશન ભારતમાં મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટમા પૂના એનઆઈવીના તબીબને ટાંકીને રજૂ કરાયેલા અહેવાલ મુજબ, ભારતમાં ડેલ્ટા પ્લસ અને એવાય ૨ મ્યુટેશન બંને મળી આવ્યા છે. આ બંને મ્યુટેશન ખૂબ ગંભીર છે અને તેની અસર હજુ સુધી જાણી શકાઈ નથી. એવી સંભાવના છે કે જો દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો આ મ્યુટેશન તેમાં મોટો ભાગ ભજવી શકે છે.

ડેલ્ટામાં બીજું મ્યુટેશન મળ્યું વિશ્વમાં કોરોનાના વાયરસમાં ( Corona virus ) થઈ રહેલા સતત પરિવર્તન ઉપર વૈજ્ઞાનિકોની સતત નજર રહેલી છે. હાલમાં ડેલ્ટા વાયરસનુ ત્રીજુ મ્યુટેશન (third mutation of delta virus ) થયુ હોવાનું સામે આવ્યુ છે. જે 23 જૂને આ પ્રકારનો વાયરસ હોવાનું સાબિત થયુ છે. જો કે આ ત્રીજા પ્રકારનો વાયરસ હજી સુધી ભારતમાં જોવા મળ્યો નથી. યુ.એસ. અને યુ.કે.માં જિનોમ સિક્વન્સીંગ દ્વારા એવાયવાય 3 ( AYY 3 ) મ્યુટેશનની હોવાની ખરાઈ કરવામા આવી છે.

ભારતમાં અત્યાર સુધીમાં એવાય 2 (AY 2) મ્યુટેશનના ચાર કેસો વિશે માહિતી સામે આવી છે.  જેમાં એવાય 2 (AY 2) વેરિએન્ટ મળી આવ્યો હોય. આ ચારેય કેસ 2 અને 21 મેની વચ્ચે આવ્યા હતા. કોરોના વાયરસના નવા મ્યુટેશનના આ કેસો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં નોંધાયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">