VIDEO: વડાપ્રધાનના આવાસ પર મહંતોનું આગમન, PM મોદીએ કહ્યું- શિવ ભક્તોને મળીને આનંદ થયો, સેંગોલ આઝાદીનું પ્રતીક

New Parliament Event: આજે વડાપ્રધાન મોદીના આવાસ પર તમિલનાડુના અધીનમ મહંતો પહોંચ્યા હતા. તેમણે સાથે મળીને વડાપ્રધાન મોદીને સેેંગોલ સોંપ્યું હતું.  આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર હતા. તમિલનાડુના અધીનમ મહંતોના મંત્રોચ્ચાર વચ્ચે સત્તાના હસ્તાક્ષણના પ્રતીક સેંગોલને વડાપ્રધાન મોદીને સોંપવામાં આવ્યું હતું. 

VIDEO: વડાપ્રધાનના આવાસ પર મહંતોનું આગમન, PM મોદીએ કહ્યું- શિવ ભક્તોને મળીને આનંદ થયો, સેંગોલ આઝાદીનું પ્રતીક
New parliament building
| Edited By: | Updated on: May 27, 2023 | 10:35 PM

નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહના એક દિવસ પહેલા મહંતે સેંગોલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપવામાં આવ્યુ હતું. આજે વડાપ્રધાન મોદીના આવાસ પર તમિલનાડુના અધીનમ મહંતો પહોંચ્યા હતા. તેમણે સાથે મળીને વડાપ્રધાન મોદીને સેેંગોલ સોંપ્યું હતું.  આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર હતા. તમિલનાડુના અધીનમ મહંતોના મંત્રોચ્ચાર વચ્ચે સત્તાના હસ્તાક્ષણના પ્રતીક સેંગોલને વડાપ્રધાન મોદીને સોંપવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે આવતીકાલે 28 મેના રોજ જૂના સંસદ ભવનની બાજુમાં અંદાજિત 991 કરોડમાં બનેલા નવા સંસદ ભવનનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ સેંગોલ સ્પીકરની બાજુમાં મુકવામાં આવશે.તમિલનાડુના અધીનમ મહંતો નવા સંસદ ભવનના ઉદ્દઘાટન સમરોહમાં પણ હાજર રહેશે. વડાપ્રધાન આવાસમાં પધારેલા તમિલનાડુના અધીનમ મહંતોને વડાપ્રધાન મોદી એ સંબોધિત પણ કર્યા હતા.

વડાપ્રધાન મોદીના સંબોધનના મુખ્ય અંશ

 

મહંતોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, હું આપ સૌને નમન કરીને નમસ્કાર કરું છું. હું ભાગ્યશાળી છું કે તમે મારા નિવાસસ્થાને પધાર્યા છો. આ ભગવાન શિવના આશીર્વાદ છે જેના કારણે મને તમારા શિવભક્તોના દર્શનનો અવસર મળી રહ્યો છે.

 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે , મને આનંદ છે કે ભારતની મહાન પરંપરાના પ્રતીક સેંગોલને નવા સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે. આ સેંગોલ આપણને યાદ અપાવતો રહેશે કે આપણે ફરજના માર્ગ પર ચાલવાનું છે અને જનતાને જવાબદાયી રહેવાનું છે.

 

વડાપ્રધાન મોદીએ આગળ જણાવ્યું કે, આઝાદી પછી પવિત્ર સેંગોલને તેનું યોગ્ય સન્માન અને સન્માનજનક સ્થાન આપવામાં આવ્યું હોત તો સારું હોત. પરંતુ આ સેંગોલને પ્રયાગરાજના આનંદ ભવનમાં વૉકિંગ સ્ટીક તરીકે પ્રદર્શનમાં રાખવામાં આવ્યું હતું. તમારા ‘સેવક’ અને અમારી સરકાર આનંદ ભવનમાંથી સેંગોલને બહાર લાવ્યા છે.

સેંગોલનો ઇતિહાસ શું છે ?

 

હાલમાં જ અમિત શાહ એ એક પ્રેસ કોન્ફેરેન્સ કરીને સંસદમાં સેંગોલ મૂકવા અંગે જાણકારી આપી હતી. ગૃહમંત્રી અમિત શાહે સેંગોલના ઇતિહાસનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે લોર્ડ માઉન્ટબેટન આપણી પરંપરાથી વાકેફ ન હતા. તેમણે જવાહરલાલ નેહરુને પૂછ્યું કે તે કેવી રીતે કરવું. નેહરુજીએ સી. રાજા ગોપાલાચારી (રાજા જી) પાસેથી સલાહ માંગી, પછી રાજાજીએ પંડિત નેહરુને આ સેંગોલની પ્રક્રિયા જણાવી અને આ સેંગોલ તમિલનાડુથી મેળવ્યા બાદ મધ્યરાત્રિએ તેમને આપવામાં આવ્યો.

સત્તા હસ્તાંરતરણનું પ્રતીક સેંગોલ

શાહે કહ્યું હતું કે 14 ઓગસ્ટ, 1947ના રોજ અંગ્રેજો દ્વારા આ સેંગોલ ભારતીયોને સત્તા હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. સવાલ એ છે કે, પણ આ હજુ સુધી આપણી સામે કેમ નથી આવ્યું? 14 ઓગસ્ટ 1947ના રોજ રાત્રે 10.45 કલાકે તમિલનાડુથી લાવવામાં આવેલ આ સેંગોલ સ્વીકારવામાં આવ્યું હતું. આ સત્તા હસ્તાંતરણની પ્રક્રિયાની પૂર્ણતા હતી.

 

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો