AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Netaji Subhash Chandra Bose: બોઝે આજના દિવસે રચી હતી સરકાર, આંદમાન-નિકોબારના નામ પણ બદલ્યા હતા, જાણો સુભાષચંદ્ર બોઝની અજાણી વાતો

Netaji Subhash Chandra Bose: કામચલાઉ સરકારમાં સુભાષચંદ્ર બોઝ વડાપ્રધાન બન્યા અને યુદ્ધ અને વિદેશ બાબતોના મંત્રી પણ હતા. આ સિવાય આ સરકારમાં વધુ ત્રણ મંત્રીઓ હતા. 16 સભ્યોની મંત્રી સ્તરની સમિતિ પણ બનાવવામાં આવી હતી.

Netaji Subhash Chandra Bose: બોઝે આજના દિવસે રચી હતી સરકાર, આંદમાન-નિકોબારના નામ પણ બદલ્યા હતા, જાણો સુભાષચંદ્ર બોઝની અજાણી વાતો
સુભાષચંદ્ર બોઝImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 11:56 AM
Share

21 ઓક્ટોબરનો દિવસ ખાસ છે કારણ કે આ દિવસે 1943માં નેતા સુભાષચંદ્ર બોઝે (Netaji Subhash Chandra Bose) આઝાદ હિન્દ ફોજ (Azad Hind Fauj) ના સર્વોચ્ચ કમાન્ડર તરીકે સ્વતંત્ર ભારતની કામચલાઉ સરકાર ‘આઝાદ હિન્દ સરકાર’ (Azad Hind Sarkar)ની રચના કરી હતી. બોઝે જર્મની, જાપાન, ફિલિપાઇન્સ, કોરિયા, ચીન, ઇટાલી, મંચુકુઓ અને આયર્લેન્ડ સહિત 11 દેશોની સરકારોએ સરકારને માન્યતા આપી હતી.

ટાપુઓનું નામ બદલ્યું

જાપાને આ કામચલાઉ સરકારને અંદમાન અને નિકોબાર ટાપુઓ આપ્યા હતા. સુભાષચંદ્ર બોઝે તે ટાપુઓ પર ગયા અને ફરીથી ટાપુઓનું નામ બદલ્યું. આ સરકાર આઝાદ હિંદ સરકાર તરીકે ઓળખાતી હતી. આ સરકાર પાસે પોતાની સેનાથી લઈ બેંક સુધીની સુવીધા હતી. બોઝની આઝાદ હિન્દ ફોજમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી હતા. તેમના વિચારથી લઈ તેમની રચના સુધી અનેક જગ્યાએ અનેક લોકો વચ્ચે વાતચીત થતી હતી. કામચલાઉ સરકારનું કામ અંગ્રેજો અને તેમના મિત્રોને ભારતમાંથી હટાવવાનું હતું.

બોઝ વડાપ્રધાન બન્યા હતા

ભારતીયોની ઈચ્છાઓ અને તેમની શ્રદ્ધા અનુસાર આઝાદ હિંદની કાયમી સરકાર બનાવવી પણ આ સરકારનું કામ હતું. કામચલાઉ સરકારમાં બોઝ વડાપ્રધાન બન્યા હતા અને યુદ્ધ અને વિદેશ બાબતોના મંત્રી પણ બન્યા હતા. આ સિવાય આ સરકારમાં વધુ ત્રણ મંત્રીઓ હતા. 16 સભ્યોની મંત્રી સ્તરની સમિતિ હતી.

અંદમાન અને નિકોબાર ટાપુઓ આપ્યા હતા

સુભાષચંદ્ર બોઝ(Netaji Subhash Chandra Bose)ની આ સરકારને જર્મની, જાપાન, ફિલિપાઇન્સ, કોરિયા, ઇટાલી, માંચુકુઓ અને આયર્લેન્ડ દ્વારા તાત્કાલિક માન્યતા આપવામાં આવી હતી. જાપાને આ કામચલાઉ સરકારને અંદમાન અને નિકોબાર ટાપુઓ આપ્યા હતા. નેતાજી તે ટાપુઓ પર ગયા અને નવું નામ આપ્યું હતું.

અંદમાનનું નામ બદલીને શહીદ દ્વીપ અને નિકોબારને સ્વરાજ દ્વીપ રાખવામાં આવ્યું હતું. 30 ડિસેમ્બર 1943ના રોજ આ ટાપુઓ પર સ્વતંત્ર ભારતનો ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો હતો. ઇમ્ફાલ અને કોહિમાના મોરચે ઘણી વખત ભારતીય બ્રિટીશ આર્મીને આઝાદ હિંદ ફોજે યુદ્ધમાં પરાજિત કરવામાં આવી હતી.

PM મોદીએ નેતાજીને કર્યા યાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​પરાક્રમ દિવસના અવસર પર મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી અને તેમના યોગદાનને યાદ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે અમે નેતાજીના વિઝનને સાકાર કરવા માટે કામ કરી રહ્યા છીએ. આ સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ પણ નેતાજીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે નેતાજીની હિંમત અને દેશભક્તિ દેશના લોકોને પ્રેરણા આપે છે.

g clip-path="url(#clip0_868_265)">