AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો બોલો ! એસડીઓ એ પોતાના કાર્યાલયમાં લટકાવ્યો ઓસામા બિન લાદેનનો ફોટો, કહ્યુ શ્રેષ્ઠ ઈજનેર છે લાદેન

નવાબગંજમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં વિજળી વિભાગમાં કામ કરતાં એક એસડીઓએ પોતાના કાર્યાલયમાં ઓસામા બિન લાદેનનો (Osama Bin Laden) ફોટો લગાવ્યો છે. અને તેને શ્રેષ્ઠ એન્જિયર માની રહ્યો છે.

લો બોલો ! એસડીઓ એ પોતાના કાર્યાલયમાં લટકાવ્યો ઓસામા બિન લાદેનનો ફોટો, કહ્યુ શ્રેષ્ઠ ઈજનેર છે લાદેન
osama bin laden viral photoImage Credit source: india posts english
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 12:42 PM
Share

ઉત્તરપ્રદેશના ( Uttarpradesh) નવાબગંજમાં વીજળી વિભાગના કાર્યાલયમાં લાગેલો ફોટો હાલમાં ચર્ચાનો વિષય બન્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ફોટો ઓસામા બિન લાદેનનો (Osama Bin Laden) છે. અને ફોટાની નીચે લખેલું હતું તે તમે વિચારી પણ નહીં શકો. ફોટો નીચે લખ્યું હતું- દુનિયાનો શ્રેષ્ઠ ઇજનેર (World best engineer).

આ એસડીઓ સાથે વાત કરતાં તેમણે આ વાત સ્વીકારી હતી. તેમણે આગળ જણાવ્યું કે મેં મારા કાર્યાલયમાં ઓસામા બિન લાદેનનો ફોટો લગાવ્યો છે. અને હું તેમને આર્દશ માનું છું. આ દુનિયામાં કોઈ પણ વ્યકિત કોઈને પણ આર્દશ માની શકે છે. આ ફોટો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો ફોટો

નવાબગંજમાં વીજળી વિભાગના અધિકારીએ પોતાના કાર્યાલયની દીવાલ પર ઉપખંડ અધિકારી રવિન્દ્ર પ્રકાશ ગૌતમના ફોટો સાથે આતંકી ઓસામા બિન લાદેનનો ફોટો થોડા દીવસ પહેલા લગાવ્યો હતો.આ કાર્યાલયમાં પોતાના કામ માટે આવનાર લોકો આ ફોટો જોઈ દંગ રહી ગયા. આતંકી ઓસામા બિન લાદેનના ફોટા નીચે લખ્યું હતું વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઇજનેર. એક વ્યકિતએ આ કાર્યાલયનો ફોટો અને વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

તપાસના અપાયા આર્દેશ

આ વાયરલ વીડિયો અને ફોટો જોઈ ભારતીય ખેડૂત યુનિયનના જિલ્લા અધ્યક્ષ પ્રમોદ મિશ્રા મોનુએ તેની જાણ જિલ્લા અધિકારી થી લઈને વરિષ્ઠ અધિકારીઓને કરી છે. આ વાતની જાણ વરિષ્ઠ અધિકારીઓને કરાતા કર્મચારીઓએ આ ફોટો તરત હટાવી દીધો હતો. આતંકીનો ફોટો એક સરકારી કાર્યાલયમાં લગાવેલો હોવાની વાત લોકો વચ્ચે ચર્ચામાં રહી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. અને આતંકી ઓસામા બિન લાદેનનો ફોટો કાર્યાલયમાં લગાવનાર અધિકારી વિરુધ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

એસડીઓ એ આપ્યું ચોંકાવનારુ નિવેદન

એસડીઓ રવિંદ્ર પ્રકાશ ગૌતમે કહ્યું કે, કોઈ પણ કોઈને આદર્શ માની શકે છે. હા હું માનું છું કે ઓસામા બિન લાદેન વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઇજનેર છે. કાર્યાલયમાંથી ઓસામા બિન લાદેનનો ફોટો હટાવવા મામલે સવાલ કરાતા તેમણે જવાબ આપ્યો કે હમણાં હતી ગયો છે કાલે ફરી લાગી જશે. મારી પાસે ઓસામા બિન લાદેનના (Osama Bin Laden) ઘણાં બધા ફોટોઝ છે.

g clip-path="url(#clip0_868_265)">