ભાવ વધારા માટે તૈયાર રહો ! ઓક્ટોબરમાં CNG અને PNG ની કિંમતો વધી શકે છે, જાણો કેમ ?

|

Sep 30, 2021 | 1:17 PM

ભારતમાં દર છ મહિને સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા APM ગેસની કિંમત હાલમાં $ 1.79 છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 5.5-6 ડોલર સુધી પહોંચી ગઈ છે.

ભાવ વધારા માટે તૈયાર રહો ! ઓક્ટોબરમાં CNG અને PNG ની કિંમતો વધી શકે છે, જાણો કેમ ?
Natural Gas Prices Increase

Follow us on

સામાન્ય માણસની મુશ્કેલીઓ વધવાની છે. કારણ કે ઓક્ટોબરની શરૂઆતમાં સીએનજી અને પીએનજી (CNG and PNG) મોંઘા થઈ શકે છે. કુદરતી ગેસની કિંમત આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહી છે. તેથી દેખીતી રીતે તેની અસર સ્થાનિક બજારમાં પણ થશે.

સવાલ એ ઉભો થાય છે કે ભારતમાં નેચરલ ગેસ (Natural Gas) કેટલો મોંઘો થશે. ચાલો જાણીએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં વધારો થવાને કારણે ભારતમાં કુદરતી ગેસ કેટલો મોંઘો પડી શકે છે અને તેની કિંમતમાં વધારો કરવાનું કારણ શું છે.

ભારતમાં CNG/PNG ની કિંમતો 10 થી 15% વધી શકે છે

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આંતરરાષ્ટ્રીય બજારમાં નેચરલ ગેસના ભાવમાં 60 થી 70 ટકાનો વધારો થવાની ધારણા છે. આ ડોલરની ટર્મમાં વધારો છે. ભારતીય બજાર અનુસાર, રૂપિયામાં રૂપાંતરિત થવા પર ભારતીય બજારમાં CNG / PNG ના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો જોવા મળી શકે છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં દર છ મહિને સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા APM ગેસની કિંમત હાલમાં $ 1.79 છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 5.5-6 ડોલર સુધી પહોંચી ગઈ છે.

જો આંતરરાષ્ટ્રીય સ્તરે કુદરતી ગેસના ભાવમાં 60-70 ટકાનો વધારો થાય છે, તો એપીએમ ગેસની કિંમત $ 3.2 સુધી જવાની ધારણા છે. તેની કિંમતના આધારે, વાહનો, વાહનોમાં વપરાતા CNG/PNG ની કિંમત તમારા માટે વધશે. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2020 માં, આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગેસની કિંમત $ 2.2 હતી. આ ભાવો હવે $ 5.5 સુધી પહોંચી ગયા છે.

કુદરતી ગેસના ભાવ કેમ વધશે?

1. પહેલું કારણ એ છે કે દુનિયાભરમાં ગેસની માગમાં ભારે વધારો થયો છે.

2. આ સિવાય અમેરિકામાં નેચરલ ગેસનું ઉત્પાદન 52 BCF પ્રતિ સપ્તાહથી ઘટીને 46 BCF પ્રતિ સપ્તાહ પર આવી ગયું છે.

3. યુરોપમાં ઈન્વેન્ટરી ઐતિહાસિક રીતે નીચા સ્તરે છે.

4. આ સાથે ચીનમાં કુદરતી ગેસની આયાત બમણી થઈ ગઈ છે.

5. બ્રાઝિલમાં 91 વર્ષનો સૌથી મોટો દુકાળ પડ્યો છે. તેને કારણે નેચરલ ગેસની આયાત ચીનની જેમ બ્રાઝિલમાં રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

6. આ સિવાય કોલસાના ભાવમાં વધારાને કારણે કુદરતી ગેસના ભાવમાં પણ વધારો થયો છે.

7. આ સાથે, શિયાળામાં ગેસ પુરવઠામાં સમસ્યાઓ પણ શક્ય છે.

આ પણ વાંચો : મહામારીએ વિશ્વને ઘણું શીખવ્યું, ભારતે આ સમસ્યાનું પોતાની તાકાતથી નિવારણ કર્યું: PM મોદી

આ પણ વાંચો : Exclusive Interview : અમરિંદર સિંહ અને અમિત શાહની બેઠક પર રાકેશ ટિકૈતનો વાર, કહ્યુ “કોઈપણ મધ્યસ્થી કરે, અમારો ઉકેલ શોધો”

Next Article