AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nasal Vaccine : જાણો અન્ય વેક્સિનથી કઈ રીતે અલગ છે નેઝલ વેક્સિન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો છે વિશ્વાસ

Nasal Vaccine : સમગ્ર દેશમાં કોરોનાં સંક્રમણનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાંનું સંક્રમણ રોકવા માટે એકમાત્ર હથિયાર વેક્સિન જ છે. હાલ સરકાર પણ વેક્સિનેસન અભિયાનને (Vaccination Campaign)વેગ આપવા માટે પ્રયત્ન કરી રહી છે.

Nasal Vaccine : જાણો અન્ય વેક્સિનથી કઈ રીતે અલગ છે નેઝલ વેક્સિન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો છે વિશ્વાસ
Nasal Vaccine
Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 08, 2021 | 6:26 PM
Share

Nasal Vaccine : સમગ્ર દેશમાં કોરોનાં સંક્રમણનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાંનું સંક્રમણ રોકવા માટે એકમાત્ર હથિયાર વેક્સિન જ છે. હાલ સરકાર પણ વેક્સિનેસન અભિયાનને (Vaccination Campaign) વેગ આપવા માટે પ્રયત્ન કરી રહી છે. હાલ દેશમાં કોવિશિલ્ડ (Covishield) અને કોવેક્સિન (Covaxin) નામની બે વેક્સિન આપવામાં આવી રહી છે અને અન્ય વેક્સિનોનું ટ્રાયલ (Trial) પણ શરૂ છે.

નેઝલ વેક્સિન

ઈન્જેક્શનને બદલે કોરોના રસીને નેઝલ સ્વરૂપમાં વિકસાવવા માટે હાલ ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે, કોરોના રસીને લઈને હાલ ઘણા પ્રયોગો ચાલી રહ્યા છે. જેમાં નેઝલ રસી અંગે પણ સંશોધન (Research) કરવામાં આવી રહ્યું છે. નેઝલ વેક્સિનમાં ઈંન્જેકશન (Injection) આપવાને બદલે તે નાકમાં આપવામાં આવશે. જો પરીક્ષણ સફળ (Sucess) થશે, તો રસીકરણના અભિયાનને વધુ વેગ આપવામાં આવશે.

કેવી રીતે કામ કરશે નેઝલ વેક્સિન

નેઝલ વેક્સિનમાં ઈન્જેક્શનને બદલે તેને નાકમાં આપવામાં આવશે,  તે નાકના આંતરિક ભાગોમાં રોગ પ્રતિકારક શક્તિ બનાવે છે અને તેને ઈંઝક્શનથી વધુ અસરકારક પણ માનવામાં આવે છે.

મુખ્યત્વે, કોરોના સહિત મોટાભાગના વાયરસથી (Virus) થતા રોગોનું મૂળ નાક છે અને તેના આંતરિક ભાગોમાં રોગ પ્રતિકારક (Immunity) શક્તિ વધારવા માટે નેઝલ વેક્સિન અસરકારક સાબિત થશે.

ભારત બાયોટેક દ્વારા નેઝલ વેક્સિનનું પરીક્ષણ

ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલની નિષ્ણાત સમિતિએ હૈદરાબાદ (Hyderabad) સ્થિત ભારત બાયોટેક કંપની (Biotech) દ્વારા નેઝલ વેક્સિનના પ્રથમ તબક્કાના (First Phase) ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. હાલ, આ પરીક્ષણ પ્રથમ તબક્કા હેઠળ કરવામાં આવશે.

સમિતિ દ્વારા નેઝલ વેક્સિનનાં પરિણામો અને સમીક્ષા કર્યા પછી જ, પરીક્ષણના આગલા તબક્કાની મંજૂરી આપવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ રસીનું પરીક્ષણ દેશના ચાર રાજ્યોમાં કરવામાં આવશે. જેમાં મહારાષ્ટ્ર, બિહાર, તામિલનાડુ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.

મહત્વપૂર્ણ છે કે,ભારતમાં હજુ સુધી નેઝલ વેક્સિન ઉપલબ્ધ નથી, પરંતુ અમેરિકા જેવા દેશોમાં ઈન્ફલ્યુએન્ઝા અને નાક ફ્લૂ માટેની નેઝલ વેક્સિન બજારમાં ઉપલબ્ધ છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">