ડબલ મ્યુટેશનનુ છતુ થયુ રહસ્ય, ત્રણ દિવસમાં વજન થાય છે ઓછુ, ફેફસામાં ચોટી રહે છે વાયરસ

|

May 22, 2021 | 11:51 AM

ભારતીય વૈજ્ઞાનિકોએ પણ હવે સ્વીકાર્યુ છે કે, કોરોના વાયરસના બદલાયેલા સ્વરૂપ ડબલ મ્યુટન્ટની અસર બહુ ગંભીર છે.

ડબલ મ્યુટેશનનુ છતુ થયુ રહસ્ય, ત્રણ દિવસમાં વજન થાય છે ઓછુ, ફેફસામાં ચોટી રહે છે વાયરસ
ડબલ મ્યુટેશનનુ છતુ થયુ રહસ્ય, ત્રણ દિવસમાં વજન થાય છે ઓછુ, ફેફસામાં ચોટી રહે છે વાયરસ

Follow us on

કોરોના વાયરસના બે અલગ અલગ સ્ટ્રેન એકબીજા સાથે મળીને ત્રણ જ દિવસમાં દર્દીનુ વજન ઉતારી નાખે છે. આ પ્રકારનો વાયરસ દર્દીના ફેફસા ઉપર ચોટી રહે છે. જેની ગંભીર અસર દર્દીના સ્વાસ્થય ઉપર જોવા મળે છે. ભારતીય વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં એવી ચોકાવનારી વિગતો સામે આવી છે કે, ડબલ મ્યુટન્ટ એટલો બધો ગંભીર છે કે દર્દીનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા આવતા તો ફેફસાને ભારે નુકસાન પહોચાડી દિધુ હોય છે. સામાન્ય રીતે દર્દીને કોરોના પોઝીટીવ હોવાની જાણ થાય ત્યા સુધીમાં તો ડબલ મ્યુટન્ટે 25 ટકા ફેફસા ખલાસ કરી નાખ્યા હોય છે.

વૈજ્ઞાનિકોએ પરિક્ષણ દરમિયાન અંચબો પામી ગયા કે, ડબલ મ્યુટન્ટવાળા સ્ટ્રેન બી 1.617માંથી ડી111 ડી, જી 142 ડી, એલ 452 આર, ઈ484 ક્યુ, ડી 614 જી અને પી 681 આર નામના મ્યુટેશન મળી આવ્યા હતા.

પૂના સ્થિત પુના સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ વાયરોલોજી (NIV)ના વૈજ્ઞાનિકોએ ઉંદર ઉપર કરેલા પરિક્ષણમાં એવી વિગતો સામે આવી હતી કે આ મ્યુટન્ટ માત્ર ત્રણ જ દિવસમાં તેની ગંભીર અસર વર્તાવે છે. ઉંદરો ત્રીજા દિવસે તરફડતા હતા. તેમની અંદર વાયરસની માત્રા વધુ પ્રમાણમાં મળી હતી. વાયરસની માત્રા પ્રાણઘાતક સાબિત થાય તે પ્રકારે હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

વરિષ્ઠ વૈજ્ઞાનિકે જણાવ્યુ હતુ કે, બી 1.617 નામના સ્ટ્રેનમાં બે પ્રકારના જ વાયરસની ઓળખ થઈ શકી છે. એક થી વધુ પ્રકારના વાયરસ તેની ગંભીરતા સાબિત કરે છે. આ પ્રકારનો વોરિયન્ટ ક્યાથી આવ્યો તે હજુ પણ જાણવા નથી મળ્યુ. અત્યાર સુધી તો આ એક પ્રકારનુ રહસ્ય જ રહેવા પામ્યુ છે.

એવુ નથી કે ડબલ મ્યુટન્ટ પ્રકારનો વાયરસ માત્ર ભારતમાં જ જોવા મળ્યા છે. ભારત સહિત વિશ્વના કુલ 21 દેશમાં આ વાયરસે તબાહી મચાવી છે. પરંતુ તેના ઉત્પન્ન સ્થાન અંગે તે દેશોમાં પણ કોઈ વિગતો સામે નથી આવી. આરોગ્ય વિભાગના એનસીડીસીના અહેવાલ અનુસાર, 13000 સેમ્પલના જીનોમ પરિક્ષણમાં 3532 ગંભીર વોરિયન્ટ જણાયા છે. જેમાંથી 1527માં ડબલ મ્યુટેશન વાળા વોરિયન્ટ મળી આવ્યા છે.

વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનનો અહેવાલ, મેડકલ જર્નલ બાયોઆરએક્સઆઈવીમાં છપાયો છે. વૈજ્ઞાનિકોના દાવા અનુસાર અત્યાર સુધી દેશમાં જીનોમ સિકવેસિગ મારફતે. કોરોના વાયરસના બદલાતા જતા સ્વરૂપની ઓલખ મેળવી શકાતી હતી. પરંતુ તે કેટલો ખતરનાક છે તેની વિગતો કોઈ તપાસમાં બહાર નહોતી આવી. તેથી જ પુનાની આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ વાયરોલોજીએ સંશોધન શરુ કર્યુ અને થોડાક જ સમયમાં તેના પરીણામ સામે આવ્યા.

Published On - 9:56 am, Mon, 10 May 21

Next Article