My India My Life Goals: ભારત- પાકિસ્તાનની બોર્ડર પર વર્ષોથી વાવી રહ્યા છે વૃક્ષો, જાણો કોણ છે આ વ્યક્તિ અને કેમ કરી રહ્યા છે આ કામગીરી?
કાશ્મીરમા જન્મેલા મોહમ્મદ ઈકબાલ લોન નામના વ્યક્તિ જેમણે કાશ્મીરની સુંદરતા વધારવાનું બીડું ઝડપ્યું છે. ઈકબાલ લોન કહે છે કે પાણી, જંગલ અને જમીન વિના જીવન અધૂરું છે. તેમજ વૃક્ષોએ જમ્મુ કાશ્મીરની અસલી સુંદરતા છે. તેના જ કારણે જમ્મુ કાશ્મીર જન્નત તરીકે ઓળખાય છે.
My India My Life Goals: કાશ્મીરના એ વ્યક્તિ જે વર્ષોથી ભારત પાકિસ્તાન બોર્ડર પર વૃક્ષારોપણ કરીને કાશ્મીરની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. જી હા તમને પણ વાંચીને નવાઈ લાગી ને કે ભારત પાકિસ્તાની બોર્ડર પર વૃક્ષારોપણ. તો કોણ છે આ વ્યક્તિ જે વર્ષોથી આ કામગીરી કરી રહ્યા છે અને કેમ? તો ચાલો જાણીએ તેમના વીશે.
ભારત-પાકિસ્તાન બોર્ડર પર વાવ્યા વૃક્ષો
જમ્મુ-કાશ્મીરના કાશ્મીરમા જન્મેલા મોહમ્મદ ઈકબાલ લોન નામના વ્યક્તિ જેમણે કાશ્મીરની સુંદરતા વધારવાનું બીડું ઝડપ્યું છે. ઈકબાલ લોન કહે છે કે પાણી, જંગલ અને જમીન વિના જીવન અધૂરું છે. તેમજ વૃક્ષોએ જમ્મુ કાશ્મીરની અસલી સુંદરતા છે. તેના જ કારણે જમ્મુ કાશ્મીર જન્નત તરીકે ઓળખાય છે. ત્યારે તેમણે આ મુદ્દે એમ પણ કહ્યુ છે કે જન્નત ક્યાય છે તો તે અહીં જ છે. તેમણે કહ્યું કે આપણે આઝાદીના અમૃત કાળ પર વિચાર કરી રહ્યા છીએ, આવી સ્થિતિમાં આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ.
વધુ વૃક્ષો વાવવા જરુરી છે કારણે આજે મોટા ભાગે જંગલોનો નાશ કરવામાં આવી રહ્યો છે અને તેના બદલામાં બીજા વૃક્ષો પણ ઉગાડવામાં આવી રહ્યા નથી. ત્યારે આવી સ્થિતિમાં જો જંગલોનો નાશ થતો રહ્યો તો આ જન્નત જન્નત નહી રહે. તમને જણાવી દઈએ કે ઈકબાલ લોન જમ્મુ-કાશ્મીરના ઉરીના રહેવાસી છે. તેઓ કાશ્મીરના પર્યાવરણને બચાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. જેના માટે તેઓ વર્ષોથી ભારત પાકિસ્તાનની બોર્ડર પર વૃક્ષો વાવી તેનું જતન કરી રહ્યા છે.
કાશ્મીરને લઈને શું કહ્યુ…
વૃક્ષો વાવવાને લઈને ઈકબાલ લોને કહ્યુ છે કે જો દુનિયામાં ક્યાંય જન્નત છે તો તે અહિંયા જ છે. જો વૃક્ષો આ ઝડપથી જ કાપવામાં આવશે તો આવનારા સમયમાં જન્નત કોન્સેપ્ટ જ રહેશે, જન્નત જોવા મળશે નહિ. મારા મતે આ સમયે આપણે ચેલેન્જ ઝોનમાં છીએ. જંગલોમાં જ્યારે બરફ પડે છે, જંગલોમાં જ્યારે આગ લાગે છે ત્યારે જંગલોમાં ઘણું નુકસાન થાય છે. લગભગ મને અંદાજો છે ત્યાં સુધી 40થી 50 % જેટલું જંગલોનું ધોવાણ થતું હતું પરંતુ આજે ધીમે ધીમે રિક્વરી થઈ રહી છે. ત્યારે આ રિકવરીમાં આપણે સૌએ આગળ આવીને વૃક્ષો વાવવા જોઈએ અને તેના જતનની પણ જવાબદારી ઉઠાવવી જોઈએ.
LOC થી કરી વૃક્ષો વાવવાની શરુઆત
અત્યારે આપણે ઋતુ પ્રમાણે વૃક્ષોનું રોપણ કરીયે છીએ. જેમાં અમે 4 થી 5 હજાર અથવા તેનાથી વધુ ચિનારના વૃક્ષોનું વાવેતર કરીયે છીએ. તેમણે કહ્યું હતુ અમે LoC થી શરુઆત કરી હતી અને લગભગ કારિગલ સુધી અમે અનેક વૃક્ષો વાવ્યા છે. ચિનારના વૃક્ષોનું રોપાણ કરવાથી સૌથી મોટો લાભ એ છે કે તેનું આયુષ્ય લગભગ 300 થી 400 વર્ષ સુધી લાંબું હોય છે. આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવીએ છીએ તો આના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ કે વધારે ફોરેસ્ટ સ્ટેશન હોય. જળ જંગલ અને જમીન વિના જીવન અસંભવ છે.