યુએઈની રાજધાની અબુ ધાબીમાં વિશાળ હિંદુ મંદિર બનીને તૈયાર થઈ ગયુ છે. પીએમ નરેન્દ્ર મોદી કાલે એટલે કે બુધવારે આ મંદિરનું ઉદ્દઘાટન કરશે. ઈસ્લામિક દેશ યુએઈમાં બનેલા BAPS મંદિર અબુધાબીમાં પહેલુ હિંદુ મંદિર છે. જે 27 એકર જમીનમાં બનાવવામાં આવ્યુ છે. જેમા 13.5 એકરમાં મંદિર છે. જ્યારે બાકીના 13.5 એકરમાં પાર્કિંગ એરિયા બનેલો છે.
ભારતમાં યુએઈના રાજદૂત અબ્દુલ નાસિર અલ શાહીએ જ્યાં મંદિર ઉદ્દઘાટનને યુએઈનો ખાસ અવસર ગણાવ્યો છે. જ્યારે બીજી તરફ અનેક કટ્ટરપંથીઓએ સોશિયલ પ્લેટફોર્મ પર યુએઈ અને ત્યાંની સરકાર પર તેમનો રોષ ઠાલવ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝરે લખ્યુ આરબ દેશોમાં મૂર્તિ પૂજાનો મતલબ હવે આરબો પણ હિંદદુત્વ અપનાવી શકશે?
આ તરફ અન્ય એક યુઝર લખે છે કે આરબ દેશોમાં મૂર્તિ પૂજા…. પ્રલયનું બીજુ માનવીય સ્વરૂપ છે
Abu Dhabi Hindu temple opening: Dubai Gurdwara to serve 5,000 free mealshttps://t.co/Y6MzCKgzU7
— Khaleej Times (@khaleejtimes) February 13, 2024
અન્ય એક યુઝર લખ્યુ છે કે એટલે જ આરબ મુસ્લિમ નેતાઓ તરફથી આર્જેન્ટિનાના એ નેતા તરફથી કોઈ નિવેદન નથી આવ્યુ. જેમા તેઓ અલ અક્સા મસ્જિદને નષ્ટ કરવાની વાત કરી રહ્યા છે. આ કહેવાતા મુસ્લિમ આરબ નેતા શૈતાનની પૂજા કરનારા યહુદી સમર્થક અને દજ્જાલ સમૂહનો એક હિસ્સો છે.
That’s why no statement from any Muslim Arab leader over Argentinian leader where he is talking to Demolish Al Aqsa. These so called Muslim Arab leaders worship satan, part of Zionists, Dajjal group.
— Anaya (@MrsAShafiq87101) February 12, 2024
એક અન્ય યૂઝરે લખ્યુ છે કે આ થઈ શું રહ્યુ છે? ભારતમાં મસ્જિદને નિશાન બનાવવામાં આવી રહી છે. યુએઈના લોકોને શરમ આવવી જોઈએ.
એક અન્ય યુઝરે લખ્યુ છે અબુધાબીમાં પ્રતિષ્ઠિત હિંદુ મંદિરના ઉદ્દઘાટન માટે ત્યાંના શાસકને હાર્દિક ધન્યવાદ. હિંદુ કટ્ટરપંથીઓએ પણ પોતાનો અંતરાત્મા શોધવો જોઈએ અને ધર્માંધતાને ખતમ કરવા આગળ આવવું જોઈએ. મુસ્લિમોની મસ્જિદોને તોડવાની કોઈ જરૂર નથી. આ વલણ બંધ થવું જોઈએ. ”
અન્ય એક યુઝરે લખ્યું, “પ્રતિષ્ઠિત હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરવા માટે અબુ ધાબીના શાસકનો હૃદયપૂર્વક આભાર. હિંદુ કટ્ટરપંથીઓએ પણ પોતાનો અંતરાત્મા શોધવો જોઈએ અને ધર્માંધતાને ખતમ કરવા આગળ આવવું જોઈએ. મુસ્લિમોની મસ્જિદોને તોડવાની કોઈ જરૂર નથી. આ વલણ બંધ થવું જોઈએ. ”
The inauguration day of the iconic #BAPSHinduMandir in #AbuDhabi will witness remarkable interfaith solidarity displayed by the #GuruNanakDurbarGurdwara in #Dubai.
The management of the Gurdwara will serve 5,000 meals in a ‘langar’ – a community service offering free food to… pic.twitter.com/LZILA7aN6A
— Khaleej Times (@khaleejtimes) February 12, 2024
અન્ય એક યુઝરે લખ્યું કે, “ઈસ્લામિક દેશો શા માટે આવા પ્રસંગો ઉજવી રહ્યા છે?”
અન્ય એક યુઝરે લખ્યું, “વાહ! તેઓ તમારી મસ્જિદોને તોડી રહ્યા છે અને તમે તેમના માટે મંદિરો બનાવી રહ્યા છો. એ લોકોને શરમ આવવી જોઈએ જેઓએ આ મંદિરના નિર્માણને મંજૂરી આપી છે અને ફંડ આપ્યું છે.”
The inauguration day of the iconic #BAPSHinduMandir in #AbuDhabi will witness remarkable interfaith solidarity displayed by the #GuruNanakDurbarGurdwara in #Dubai.
The management of the Gurdwara will serve 5,000 meals in a ‘langar’ – a community service offering free food to… pic.twitter.com/LZILA7aN6A
— Khaleej Times (@khaleejtimes) February 12, 2024
બીજી તરફ UAE અને અન્ય આરબ દેશોના ઘણા લોકો પણ અબુ ધાબીમાં હિન્દુ મંદિરના નિર્માણની પ્રશંસા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ધાર્મિક સહિષ્ણુતાનું ઉદાહરણ સ્થાપિત કરશે.
આ પહેલીવાર નથી જ્યારે કોઈ ઈસ્લામિક દેશમાં હિન્દુ મંદિર સ્થાપવાને લઈને આપત્તિ વ્યક્ત કરવામાં આવી હોય. ઓક્ટોબર 2022 માં પણ, ઇસ્લામના કેટલાક વિદ્વાનોએ દુબઈમાં હિન્દુ મંદિર ખોલવા માટે સંયુક્ત આરબ અમીરાતની નિંદા કરી હતી. જો કે, કેટલાક ઉદારવાદી મુસ્લિમોએ તેને સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવાનું પગલું ગણાવ્યું હતું.
હિંદુ મંદિરના ઉદ્ઘાટન પછી તરત જ, ઇસ્લામના અગ્રણી વિદ્વાનોએ UAEની નિંદા કરી અને તેના પર ભારતમાં મુસ્લિમો પર જુલમ કરવા માટે હિંદુઓને પુરસ્કૃત કરવાનો આરોપ લગાવ્યો હતો. ઈજિપ્તના ઈસ્લામિક વિદ્વાન મુહમ્મદ અલ-સગીરે કહ્યું હતું કે જ્યારે ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે મસ્જિદોને તોડવામાં આવી રહી છે. એવા સમયે UAE હિન્દુ મંદિરનું નિર્માણ કરી રહ્યું છે. એવું લાગે છે કે આ પગલું મુસ્લિમોની ભાવનાઓને ભડકાવનારુ છે.
આ પણ વાંચો: જાટ સમુદાય પર ફોકસ, સાઉથ પર નજર, ચૂંટણીના વર્ષમાં 5 ભારત રત્ન, જાણો મોદી સરકારના આ દાવ પાછળના સમીકરણ
આપને જણાવી દઈએ કે પીએ મોદી હાલ UAEમાં બનેલા BAPS મંદિરના ઉદ્ઘાટન સંદર્ભે 13 અને 14 ફેબ્રુઆરી દરમિયાન UAEમાં છે. છેલ્લા 8 મહિનામાં પીએમ મોદીની આ ત્રીજી UAE મુલાકાત છે. આ દરમિયાન પીએમ મોદી કતારની પણ મુલાકાત લેશે. મંગળવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ જાણકારી આપતા પીએમ મોદીએ લખ્યુ કે આવનારા બે દિવસ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે યુએઈ અને કતારની મુલાકાતે જઈશ. જેનાથી આ બંને દેશો સાથેના ભારતના દ્વીપક્ષીય સંબંધો મજબુત થશે.
Published On - 5:56 pm, Tue, 13 February 24