સાંસદ રાહુલ શેવાલે કહ્યું સુશાંતના મોત પહેલા રિયા ચક્રવર્તીને AU નામથી આવ્યા હતા 44 કોલ, શું છે હકીકત? SSR આત્મહત્યા કેસનો મુદ્દો લોકસભામાં ઉછળ્યો

|

Dec 21, 2022 | 9:19 PM

સાંસદ રાહુલ શેવાલે લોકસભામાં કહ્યું 'રિયા ચક્રવર્તીના ફોન કોલ્સની તપાસ કરવામાં આવી? તે મહારાષ્ટ્રના મોટા રાજનેતાઓના સંપર્કમાં હતી, તેમની સાથે તેમની મિત્રતા હતા. આ સાચું છે?'

સાંસદ રાહુલ શેવાલે કહ્યું સુશાંતના મોત પહેલા રિયા ચક્રવર્તીને AU નામથી આવ્યા હતા 44 કોલ, શું છે હકીકત? SSR આત્મહત્યા કેસનો મુદ્દો લોકસભામાં ઉછળ્યો
Sushant singh rajput and Rhea Chakraborty
Image Credit source: File Image

Follow us on

સંસદમાં સુશાંતસિંહ રાજપૂતનો કેસ ઉછળ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે જુથના સાંસદ રાહુલ શેવાલે આજે ઠાકરે જૂથના ધારાસભ્ય આદિત્ય ઠાકરે પર એક ગંભીર આરોપ લગાવ્યો છે. સુશાંત સિંહ રાજપૂતનો આત્મહત્યા કેસ લોકસભામાં ઉઠાવતા શેવાલે કહ્યું કે તેમના મોત પહેલા રિયા ચક્રવર્તીને AU નામથી 44 કોલ્સ આવ્યા હતા. AUનો મતલબ આદિત્ય અને ઉદ્ઘવ છે કે શું? લોકસભામાં આ સવાલ ઉઠાવ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.

રાહુલ શેવાલે લોકસભામાં કહ્યું ‘રિયા ચક્રવર્તીના ફોન કોલ્સની તપાસ કરવામાં આવી? તે મહારાષ્ટ્રના મોટા રાજનેતાઓના સંપર્કમાં હતી, તેમની સાથે તેમની મિત્રતા હતા. આ સાચું છે?’

લોકસભાની બહાર આવીને પત્રકાર પરિષદને સંબોધતા શેવાલે કહ્યું કે સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે જોડાયેલી હકીકત હજુ સુધી જનતા સુધી પહોંચી નથી. જનતાના મનમાં ઘણા સવાલો છે, તેના જવાબ જનતાને મળવા જોઈએ. રિયા ચક્રવર્તીની એનસીબીએ પુછપરછ કરી હતી. ડ્રગ્સ મામલાને લઈ પુછપરછ થઈ હતી. આ મામલે બિહાર પોલીસ અને પછી સીબીઆઈની પણ તપાસ થઈ. બિહાર પોલીસની તપાસમાં એ વાત સામે આવી કે સુશાંતના મોત પહેલા રિયા ચક્રવર્તીને 44 વખત AU નામથી કોલ્સ આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

AUનો મતલબ શું?

રાહુલ શેવાલે વધુમાં જણાવ્યું કે રિયા ચક્રવર્તીની લીગલ ટીમે AUનો મતલબ ‘અનન્યા ઉદ્ઘવ’ જણાવ્યો. મુંબઈ પોલીસે આગળ તેની પર કોઈ પ્રકારનો ખુલાસો નથી કર્યો પણ બિહાર પોલીસની તપાસમાં AUનો મતલબ આદિત્ય ઠાકરે #8217 હતો. સીબીઆઈએ તેની પર કોઈ જાણકારી આપી નથી, તેથી આ કેસની હકીકત શું છે, તે સામે આવવી જોઈએ. આ અપીલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પણ કરવામાં આવી છે.

14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહનો મૃતદેહ મુંબઈના બાંદ્રામાં તેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. સુશાંતના મૃત્યુ બાદ પ્રકાશમાં આવેલા ડ્રગ્સ કેસમાં NCBએ સિદ્ધાર્થ પિઠાણીની ઘણી વખત પૂછપરછ કરી છે.

સરકારને અસ્થિર કરવા માટે સુશાંત સિંહનો ઉપયોગ: સચિન સાવંત

આ વિશે વધુ બોલતા સચિન સાવંતે કહ્યું હતું કે સીબીઆઈએ બિહાર પોલીસ પાસેથી સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસનો કબજો લીધો હતો. આ ઘટનાને ઘણો સમય થયો છે. બિહાર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 177નું ઉલ્લંઘન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે મુંબઈ પોલીસની તપાસ પર પોતાનો મત પણ વ્યક્ત કર્યો હતો. પરંતુ તે મુંબઈ પોલીસની છબી ખરડવાના અને મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારને અસ્થિર કરવાના ઈરાદાથી ભાજપનું ષડયંત્ર હતું. બિહારના તત્કાલીન ડીજીપી ગુપ્તેશ્વર પાંડેનો ઉપયોગ આ હેતુને પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યો હતો. બિહારની ચૂંટણીમાં ભાજપે સુશાંતના મૃત્યુનો ઉપયોગ કર્યો હતો.

Published On - 8:09 pm, Wed, 21 December 22

Next Article