Corona Update : દેશમાં નોંધાયા કોરોનાના 50,000 થી વધારે કેસ, રિકવરી રેટ 96. 75 ટકા થયો

|

Jun 27, 2021 | 6:13 PM

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, કોરોના વાયરસથી સાજા થતાં દર્દીઓના રિકવરી રેટમાં સુધારો થયો છે. જે હવે વધીને 96.75 ટકા થયો છે. જ્યારે સાપ્તાહિક ચેપનો દર ઘટીને 2.91 ટકા થયો છે.

Corona Update : દેશમાં નોંધાયા કોરોનાના 50,000 થી વધારે કેસ, રિકવરી રેટ 96. 75 ટકા થયો
દેશમાં નોંધાયા કોરોનાના 50,000 થી વધારે કેસ

Follow us on

દેશમાં Corona ચેપના કેસોમાં 50 હજારથી વધુ દર્દીઓનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં Corona ચેપના 50 હજાર 40 નવા કેસ નોંધાયા છે. જ્યારે 57 હજાર 944 લોકો કોરોનાના ચેપથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 1258 દર્દીઓનાં મૃત્યુ(Death)થયા થયા છે.

દેશમાં સક્રિય કેસની સંખ્યા 5, 86, 403

આરોગ્ય મંત્રાલયે(Health Ministry)જાહેર કરેલા તાજેતરના આંકડા બાદ દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના કુલ કેસ વધીને 3 કરોડ 2 લાખ 33 હજાર 183 થયા છે. આ કેસોમાંથી 2 કરોડ 92 લાખ 51 હજાર 29 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે કોરોનાને કારણે 3,95,751 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ દેશમાં સક્રિય કેસની સંખ્યા 5, 86, 403 છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રિકવરી રેટમાં સુધારો થયો

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, કોરોના વાયરસથી સાજા થતાં દર્દીઓના રિકવરી રેટમાં સુધારો થયો છે. જે હવે વધીને 96.75 ટકા થયો છે. જ્યારે સાપ્તાહિક ચેપનો દર ઘટીને 2.91 ટકા થયો છે. જેમાં દૈનિક ચેપ દર 2.82 ટકા છે. જે સતત 20 માં દિવસે પાંચ ટકાથી ઓછો છે.

જ્યારે દેશમાં રસીકરણના આંકડા મુજબ, ભારતમાં એક દિવસમાં 64. 25 લાખ કોરોના રસી આપવામાં આવી છે, દેશવ્યાપી અભિયાન અંતર્ગત આપવામાં આવતી રસીના ડોઝની સંખ્યા 62.17 કરોડ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ દેશમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ વટાવી ગઈ હતી. 16 સપ્ટેમ્બરના રોજ ચેપના કુલ કેસ 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા છે. દેશમાં આ કેસો 19 ડિસેમ્બરના રોજ એક કરોડને વટાવી ગયા અને 4 મેના રોજ બે કરોડ અને 23 જૂને ત્રણ કરોડને પાર કરી ગયા છે.

આ પણ  વાંચો : Gujarat Unlock Guideline : કોરોનાના કેસ ઘટતા ગુજરાતના 18 શહેરો રાત્રી કરફ્યુમુક્ત, લગ્નપ્રસંગે 100 લોકો એકઠા થઈ શકશે

Published On - 5:50 pm, Sun, 27 June 21

Next Article