હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં મોટી દુર્ઘટના,ભુસ્ખલનને કારણે 35થી વધુ લોકો દબાયા હોવાની આશંકા

|

Aug 11, 2021 | 2:36 PM

કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National Highway) પર આ ભૂસ્ખલન થયું છે. જેને પગલે બસ અને અન્ય વાહનો કાટમાળ નીચે દટાયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં મોટી દુર્ઘટના,ભુસ્ખલનને કારણે 35થી વધુ લોકો દબાયા હોવાની આશંકા
Kinnaur Landslide (File Photo)

Follow us on

Himachal Pradesh: હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં (Kinnaur)  થયેલી ભુસ્ખલનની દુર્ઘટનામાં  35થી વધુ લોકો દબાયા હોવાની આશંકા વર્તાઈ રહી છે.નિગાસોરી અને ચૌરા વચ્ચે થયેલા ભુસ્ખલનને કારણે બસ અને કાર સહિત અનેક વાહનો દબાયા હોવાનું જાણવા મળ્યું છે.

કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National Highway) પર આ ભૂસ્ખલન થયું છે. જેને પગલે બસ અને અન્ય વાહનો કાટમાળ નીચે દટાયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.આપને જણાવવું રહ્યું કે, બસ કિન્નરોથી હરિદ્વાર જઈ રહી હતી.નેશનલ હાઇવે 5 હાલ ભૂસ્ખલનને કારણે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. હાલ,બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને બસ ડ્રાઈવરને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય 40 લોકો ફસાયેલા લોકો માટે બચાવ કામગિરી શરૂ કરવામાં આવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઉપરાંત આ સમગ્ર મામલે કિન્નૌરના ડેપ્યુટી કમિશનરે (Deputy Commissioner) જણાવ્યું હતુ કે, સેના, નેશનલ ડિઝાસ્ટર રિઝર્વ ફોર્સ (NDRF)અને સ્થાનિક બચાવ ટીમો દ્વારા બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે

 

SP અજુ રામ રાણાએ જણાવ્યું હતું કે, “નેશનલ હાઈવે પર ભૂસ્ખલન (Landslide) દુર્ઘટનાની માહિતી મળતા જ અમે સ્થળ પર પહોચ્યા. ઉપરાંત જણાવ્યું કે,હાલ ITBP,પોલીસ, હોમગાર્ડ અને બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે.”

પોલીસના જણાવ્યા અનુસાર સાંગલા-ચિતકુલ પર બસ્તરી નજીક સતત વરસાદને કારણે અનેક ભૂસ્ખલન થયા હતા, જેના કારણે પુલ તૂટતા દુર્ઘટના થઈ હોવાની આશંકા છે.

 

આ પણ વાંચો: Meghalaya : 96 વર્ષ પહેલા ATM ના શોધકનો જન્મ થયો હતો આ હોસ્પિટલમાં, આટલા વર્ષો બાદ અહી મુકવામાં આવ્યું ATM !

આ પણ વાંચો: Kerala : કોવિડ નિયમો અંગે રાજ્ય સરકારને ફટકાર, હાઈકોર્ટે બાર અને બેવરેજની દુકાનોમાં નવી માર્ગદર્શિકા લાગુ કરવા કર્યા આદેશ

Published On - 1:48 pm, Wed, 11 August 21

Next Article