Monsoon 2023 : હિમાચલ પ્રદેશમાં વરસાદથી તબાહી, કુલ્લૂમાં અત્યાર સુધીમાં 24ના મોત, યાત્રા દરમિયાન મળ્યા 8 મૃતદેહ
Himachal Rains: ચોમાસાની શરુઆત સાથે જ ઉત્તર ભારતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં વરસાદને કારણે અલગ અલગ ઘટાઓમાં 24 લોકોના મોત થયા છે. કુલ્લૂમાં પૂરથી અલગ અલગ વિસ્તારમાંથી 16થી વધારે લાશ મળી આવી છે.
Monsoon 2023 : ભારતના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ તબાહી જોવા મળી છે. ભારે વરસાદ બાદ પૂરે હિમાચલ પ્રદેશમાં ખતરનાક કહેર મચાવ્યો છે. કુલ્લૂમાં હમણા સુધી 24 લોકોના મોત થયા છે. અહીં શ્રીખંડ મહાદેવની યાત્રા દરમિયાન 8 લોકોના મૃતદેહ મળ્યા અને અલગ અલગ વિસ્તારોમાંથી 16 લોકોના મોત થયા છે. હવામાન વિભાગ દ્વારા, મનાલી અને કુલ્લૂમાં ભારે વરસાદની (Rains) આગાહી છે.
કુલ્લૂના SP સાક્ષી વર્માએ જણાવ્યું કે કુલ્લૂમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 16 અને પ્રખ્યાત શ્રીખંડ મહાદેવ યાત્રા દરમિયાન 8 લાશ મળી આવી છે. તેમણે જણાવ્યું કે, 250 વિદેશી પર્યટકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કાલે પૂર પ્રભાવિત સેન્જ ઘાટીની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, મુસીબતના સમયમાં અમે સરકારની સાથે છીએ.
આ પણ વાંચો : પંજાબ અને હરિયાણામાં વરસાદે મચાવી તબાહી, અત્યાર સુધીમાં 55 લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ
હિમાચલ પ્રદેશના પૂરના દ્રશ્યો
Absolutely shocking footage caught on camera. An entire building collapsed in/swallowed by the flood.#HimachalFloods pic.twitter.com/zTHuvCft6o
— Tathvam-asi (@ssaratht) July 15, 2023
A submerged temple is pictured as the Beas River overflows following heavy rains in Mandi, in the northern state of Himachal Pradesh, India, on July 10, 2023. #
Reuters pic.twitter.com/Dg7x8C50vA
— Canan Kanuncuoğlu (@kanuncuoglu) July 15, 2023
આ પણ વાંચો : Delhi Flood Video: રસ્તાઓ બંધ, નાળાઓ જામ, હવામાન વિભાગે આપ્યુ વરસાદનું એલર્ટ, જુઓ રાજધાનીની સ્થિતિ
વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં લેન્ડસ્લાઈડની ઘટનાઓ વધી રહી છે. સોલન જિલ્લાના અર્કીમાં ભરાડી ઘાટમાં પહાડ પડવાથી એક મોટો ખડક રહેણાક વિસ્તારોમાં આવી ગયો હતો. જેને કારણે 2 દુકાનોને નુકશાન થયુ. તકેદારીના ભાગ રુપે તંત્રએ અહીંના ઘરા ખાલી કરાવી દીધા છે.
આ પણ વાંચો : Breaking News: યુપી મેરઠમાં 11 KV લાઇન સાથે DJ ટકરાતા 6 કાવડયાત્રીના મોત, 11 લોકો ઘાયલ
હિમાચલની ક્લાથ ઘાટીમાં બ્યાસ નદીમાં પૂરને કારણે તબાહી મચી છે. ક્લાથ ઘાટીમાં નેશનલ હાઈવે વહી ગયો અને તેના વિસ્તારોનો સંપર્ક દેશથી પૂરી રીતે તૂટ્યો છે. એનએચ હાઈવે વહીં જતા લોકોની પરેશાનીમાં વધારો થયો છે. વિજળી, પાણી અને મેડિકલ સેવોઓ મેળવવામાં લોકોને મુશ્કેલી થઈ રહી છે.