Breaking News: યુપી મેરઠમાં 11 KV લાઇન સાથે DJ ટકરાતા 6 કાવડયાત્રીના મોત, 11 લોકો ઘાયલ

આ અકસ્માતમાં 6 કાવડીઓના મોત થયા, જ્યારે 16 લોકો દાઝી ગયા હતા. અકસ્માત સર્જવાનો આરોપ વિદ્યુત વિભાગના જેઈ પર છે. જેઈએ કાવડીઓને લાઈન કાપવા માટે ખોટી માહિતી આપી હોવાનું જણાવાયું હતું.

Breaking News: યુપી મેરઠમાં 11 KV લાઇન સાથે DJ ટકરાતા 6 કાવડયાત્રીના મોત, 11 લોકો ઘાયલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 7:24 AM

હરિદ્વારથી પાણી લાવી રહેલા કાવડીઓ 11,000 વોલ્ટની હાઇ ટેન્શન લાઇનની ચપેટમાં આવી ગયા હતા. આ અકસ્માતમાં 6 કાવડયાત્રીના મોત થયા છે, જ્યારે 16 લોકો દાઝી ગયા હતા. અકસ્માત સર્જવાનો આરોપ વિદ્યુત વિભાગના જેઈ પર છે. જેઈએ કાવડીઓને લાઈન કાપવા માટે ખોટી માહિતી આપી હોવાનું જણાવાયું હતું. આ લોકો ડીજે કાવડ પર પાણી લઈને હરિદ્વારથી મેરઠ જિલ્લાના ભવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રાલી ગામ તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત થયો. હાલ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ માટે એક કમિટી પણ બનાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ડીજે સાથેનું કાવડ 11 હજાર વોલ્ટની લાઇનની ચપેટમાં આવ્યું હતું. ડીજે સાથે કાવડમાં 16 કાવડ હતા. બધા હરિદ્વારથી મેરઠના રાઓલી ચૌહાણ ગામમાં ગંગાજળ લાવી રહ્યા હતા. અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 2 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને મેરઠની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેરઠના ભવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારની વાત છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

લાઇન બંધ ન હતી, વીજ વિભાગની બેદરકારીનો આક્ષેપ

લોકોનું કહેવું છે કે વિદ્યુત વિભાગના જેઈએ કહ્યું કે લાઈન બંધ થઈ ગઈ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વીજ વિભાગે લાઇન બંધ કરી ન હતી, તેઓ કહે છે કે વીજ વિભાગની બેદરકારીના કારણે આ અકસ્માત થયો છે. લોકોનું કહેવું છે કે દુર્ઘટનાના એક કલાક સુધી કોઈ સરકારી એમ્બ્યુલન્સ આવી ન હતી અને ન તો વહીવટીતંત્ર તરફથી કોઈ તાત્કાલિક મદદ મળી હતી. લોકોનું કહેવું છે કે જો એમ્બ્યુલન્સ અને વહીવટી તંત્ર દ્વારા સમયસર મદદ મળી હોત તો જીવ બચાવી શકાયો હોત.

તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન

લોકો હડતાલ પર છે

ત્યારે આ ઘટનાને લઈને રાલી ચૌહાણ ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે પોલીસ, પ્રશાસન અને વીજળી વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે જ લોકો રસ્તા વચ્ચે ધરણા પર બેસી ગયા હતા અને વીજળી વિભાગ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. હાલ ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર તૈનાત છે.

અકસ્માત કેવી રીતે થયો

મેરઠ જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક મીનાએ જણાવ્યું કે મેરઠના ભાવનાપુર પોલીસ સ્ટેશન હેઠળના રાલી ચૌહાણ ગામના લોકો ડીજે સાથે કાવડ લઈને જઈ રહ્યા હતા. તેના ડીજેની ફ્રેમ ગામ નજીક રોડની બાજુમાં આવેલી 11 KV લાઇનને અડી જતાં અકસ્માત સર્જાયો હતો. 10 લોકોને મેરઠની આનંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 6 લોકોના મોત થયા છે.

અકસ્માતનો ભોગ બનેલા લોકોની ઓળખ

મેરઠના ભવાનપુર પોલીસ સ્ટેશનમાં થયેલા અકસ્માતમાં મૃતકોની ઓળખ થઈ ગઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે.

  • હિમાંશુ 14 વર્ષ, ધોરણ 8 મા રાઓલી ગામનો રહેવાસી, પોલીસ સ્ટેશન ભવાનપુર
  • પ્રશાંત, 16 વર્ષ, ગામ રાઓલી, પોલીસ સ્ટેશન ભવાનપુરનો રહેવાસી
  • મહેન્દ્ર ઉ.વ. કમલુ 45 વર્ષ, રહે. રાઓલી ગામ, થાણા ભવાનપુર
  • લક્ષ્મી સ/ઓ ભગીરત 42 વર્ષ, રહે/ઓ રાઓલી ગામ, થાણા ભવાનપુર
  • મનીષ, 19 વર્ષ, રાઓલી ગામ, પોલીસ સ્ટેશન ભવાનપુરનો રહેવાસી
  • લક્ષ્ય, 12 વર્ષ, રૌલી ગામ, થાણા ભવાનપુરનો રહેવાસી

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
g clip-path="url(#clip0_868_265)">