પંજાબ અને હરિયાણામાં વરસાદે મચાવી તબાહી, અત્યાર સુધીમાં 55 લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ

હરિયાણામાં મુશળધાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.અત્યાર સુધીમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 5 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તે જ સમયે, પંજાબમાં પૂરથી 25 હજાર લોકોને બચાવવામાં આવ્યા છે.

પંજાબ અને હરિયાણામાં વરસાદે મચાવી તબાહી, અત્યાર સુધીમાં 55 લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ
Rains wreak havoc in Punjab
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 9:06 AM

Rains Alert: આ વર્ષે ચોમાસામાં જે જોવા મળ્યું તે પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું. ઉત્તર ભારતમાં વરસાદની શરુઆત થતા જ વિનાશ સર્જી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક શહેરો પાણીમાં ડૂબ્યા છે. તેમાં પણ દિલ્હી, હિમાચલ અને પંજાબ તથા હરિયાણામાં વરસાદે તારાજી સર્જી દીધી છે. ત્યારે મુસળધાર વરસાદ તેમજ નદીઓના છોડાતા પાણીના કારણે અનેક સોસાયટીઓ ડૂબી ગઈ છે. લોકોએ ઘર છોડવું પડ્યું. અધિકારીઓએ જણાવ્યું છે કે પંજાબ અને હરિયાણામાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે. ઘણા વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

વરસાદી આફતે સર્જી તારાજી

હરિયાણામાં મુશળધાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.અત્યાર સુધીમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 5 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પંજાબમાં પૂરથી 25 હજાર લોકોને બચાવવામાં આવ્યા છે. મોટી વાત એ છે કે આ વિસ્તારોમાં પાણી જમા થવાને કારણે હવે બીમારીઓનો ખતરો વધી ગયો છે. જો કે, આરોગ્ય વિભાગના અધિકારીઓએ લોકોને રોગથી બચાવવા માટે તેમની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અહીં લોકોને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચાલો જાણીએ વરસાદના કારણે કયા શહેરો પર વધુ અસર પડી છે.

બંને રાજ્યોમાં કેટલા જિલ્લા પ્રભાવિત થયા?

પંજાબ હરિયાણામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘર વખરી વરસાદમાં તણાય ગયા છે. ત્યારે અહીંના લોકોની સ્થિતિ વરસાદના કારણે દયનિય બની છે. જેના કારણે પંજાબ – 14 જિલ્લાઓ અને હરિયાણા – 13 જિલ્લાઓ પ્રભાવિત થયા છે. તેમજ બંને રાજ્યોમાં કેટલા મૃત્યુ પામ્યાના આકંડા જોઈએ તો પંજાબ – 29, અને હરિયાણા – 26 લોકોના મોત થયા છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

પંજાબના આ જિલ્લા પ્રભાવિત?

  • પટિયાલા
  • મોગા
  • લુધિયાણા
  • મોહાલી
  • જલંધર
  • સંગરુર
  • પઠાણકોટ
  • તરન તારણ
  • ફિરોઝપુર
  • ફતેહગઢ સાહિબ
  • ફરીદકોટ
  • હોશિયારપુર
  • રૂપનગર
  • અને SBS

હરિયાણામાં કેટલા જિલ્લા પ્રભાવિત?

  • અંબાલા
  • ફતેહાબાદ
  • ફરીદાબાદ
  • પંચકુલા
  • ઝજ્જર
  • કુરુક્ષેત્ર
  • કરનાલ
  • કૈથલ
  • પાણીપત
  • સોનીપત
  • પલવલ
  • સિરસા
  • અને યમુનાનગર

હરિયાણાના ઘણા ગામોમાં હજુ પણ પૂરનો ખતરો

તમને જણાવી દઈએ કે, માનસા જિલ્લામાં ઘગ્ગર નદીમાં, બુધલાડાના ચાંદપુરા ડેમ પાસે અને સાર્દુલગઢ વિસ્તારના રોડકી ગામમાં બે જગ્યાએ પાળા તૂટ્યા છે, જેના પછી હરિયાણાની સરહદે આવેલા ઘણા ગામોમાં ફરી પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવે વહીવટીતંત્ર આ તિરાડો ભરવામાં વ્યસ્ત છે. પરંતુ પાણીના વહેણને કારણે કામમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. હવામાન વિભાગે આજે પણ બંને રાજ્યોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">