Delhi Flood Video: રસ્તાઓ બંધ, નાળાઓ જામ, હવામાન વિભાગે આપ્યુ વરસાદનું એલર્ટ, જુઓ રાજધાનીની સ્થિતિ
દિલ્હીના અનેક વિસ્તારોમાં હજુ પણ પૂરના પાણી ભરાયા છે. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. યમુના બજાર, મથુરા રોડ, પ્રગતિ મેદાન, મયુર વિહાર, આઈટીઓ અને રાજઘાટ પાણી ભરાઈ ગયા છે.
નવી દિલ્હીઃ ભારે વરસાદ બાદ પૂરના પ્રકોપનો સામનો કરી રહેલી દિલ્હીની મુસીબતો હજુ સમાપ્ત થઈ નથી. યમુના બેરેજના બંધ દરવાજામાંથી કાંપ કાઢવાનું કામ હજુ ચાલુ છે. અનેક રસ્તાઓ અને વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. દરમિયાન હવામાન વિભાગે આજે એટલે કે રવિવારે ફરી દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દિલ્હીના નાળાઓ યમુનાના પાણીથી ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં વરસાદ દિલ્હીના લોકોને ફરીથી પૂરનો અહેસાસ કરાવી શકે છે. તમે દિલ્હીમાં પૂર-વરસાદની આપત્તિ સંબંધિત દરેક માહિતી અહીં વાંચી શકો છો.
આ પણ વાંચો: Gujarat Weather Forecast : આજે રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી, જુઓ Video
- દિલ્હીના અનેક વિસ્તારોમાં હજુ પણ પૂરના પાણી ભરાયા છે. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. યમુના બજાર, મથુરા રોડ, પ્રગતિ મેદાન, મયુર વિહાર, આઈટીઓ અને રાજઘાટ પાણી ભરાઈ ગયા છે.
- વિવિધ સ્થળોએ પૂરની સ્થિતિ સામે લડી રહેલા દિલ્હીમાં આજે એટલે કે રવિવારે પણ વરસાદનું એલર્ટ છે. આજે છૂટાછવાયા વરસાદ બાદ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીના મોટાભાગના નાળાઓમાં યમુનાનું પાણી ભરાયેલું છે.
- તેના સર્વોચ્ચ જળ સ્તરને સ્પર્શ્યા પછી, યમુનાનું પાણી છેલ્લા બે દિવસથી સતત નીચે જઈ રહ્યું છે. બે દિવસમાં આ પાણીની સપાટીમાં અઢી મીટર જેટલો ઘટાડો થયો છે. રવિવારે સવારે 6 વાગ્યે દિલ્હીમાં યમુનાનું જળસ્તર 206.14 મીટર નોંધાયું છે. હજુ પણ યમુના ખતરાના નિશાનથી દોઢ મીટર ઉપર વહી રહી છે.
- યમુના બેરેજ પર રેગ્યુલેટરની નિષ્ફળતાને કારણે દિલ્હીના ITOમાં ઘૂંટણ સુધી પાણી ભેગું થયું હતું. બે દિવસથી આ પાણી ધીમે ધીમે ઓછુ થઈ રહ્યું છે, પરંતુ હજુ પણ અહીંથી પસાર થતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.
#WATCH | Drone visuals show Delhi’s ITO continues to remain flooded as Yamuna water level recedes slowly. pic.twitter.com/XI3VdXvOWu
— ANI (@ANI) July 16, 2023
- દિલ્હીના ભૈરો માર્ગ પર હજુ પણ મોટી માત્રામાં પાણી ભરાયેલું છે. આવી સ્થિતિમાં, દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્વિટ કરીને માહિતી આપી છે કે આ માર્ગ પરની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ઉપરાંત, તેમની મુસાફરી માટે આ માર્ગ પસંદ કરતા લોકોને અન્ય માર્ગ પસંદ કરવા વિનંતી કરવામાં આવી છે.
- રાજધાની દિલ્હીમાં શનિવારે સાંજે પણ વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં વૃક્ષો પડવાથી કે પાણી ભરાવાને કારણે અનેક રસ્તાઓ પ્રભાવિત થયા છે. જેમાં ખાન માર્કેટ સ્થિત સુબ્રમણ્યમ રોડ, તીન મૂર્તિ માર્ગ, ગુરુગ્રામ રોડ, બહાદુર શાહ ઝફર માર્ગ, રિંગ રોડ, એમબી રોડ અને ભૈરો માર્ગનો સમાવેશ થાય છે.
Traffic Alert
Due to rains in evening hours, some roads have been affected by water logging and fallen trees. Commuters advised to plan their journey accordingly and avoid these stretches for their convenience.#DPTrafficCheck#DelhiRains pic.twitter.com/c4NupAxx7Q
— Delhi Traffic Police (@dtptraffic) July 15, 2023
- મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે રાજધાનીમાં પૂરની સ્થિતિને લઈને મંત્રીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં દિલ્હીના 6 જિલ્લામાં રાહત શિબિરોની જવાબદારી 6 અલગ-અલગ મંત્રીઓને આપવામાં આવી હતી. આ શિબિરોમાં ભોજન, પાણી, વીજળી અને તબીબી સુવિધાઓ જેવી તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી છે. સૌરવ ભારદ્વાજને પૂર્વ દિલ્હી, આતિશી ઉત્તર પૂર્વ દિલ્હી, ગોપાલ રાય શાહદરા, કૈલાશ ગેહલોત દક્ષિણ પૂર્વ, ઈમરાન હુસૈન મધ્ય જિલ્લા અને રાજકુમાર આનંદ ઉત્તર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ફ્રાન્સ પ્રવાસ પરથી પરત ફર્યા હતા અને આવતાની સાથે જ તેમણે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના પાસેથી દિલ્હીમાં પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીએમ મોદીએ લેફ્ટનન્ટ ગવર્નરને શક્ય તમામ મદદની ખાતરી પણ આપી હતી.
“Prime Minister Narendra Modi called up as soon as he reached home and took a detailed account of the flood situation in Delhi and took complete information about the related efforts being made. He again instructed to do all possible work in the interest of the people of Delhi…
— ANI (@ANI) July 15, 2023
- દિલ્હીમાં પૂરની સ્થિતિ પર રાજકીય નિવેદનોનો તબક્કો પણ શરૂ થઈ ગયો છે. દિલ્હી સરકારમાં રહેલી આમ આદમી પાર્ટી તેને કેન્દ્ર સરકારનું ષડયંત્ર ગણાવી રહી છે. બીજી તરફ, ભાજપનો આરોપ છે કે દિલ્હી સરકાર આ પરિસ્થિતિઓ માટે તૈયાર જ ન હતી.
- દિલ્હીના દ્વારકામાં ગોલ્ફ કોર્ટમાં બનેલા ખાડામાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ ત્રણેય બાળકો ગોલ્ફ કોર્સની દિવાલ તોડીને ખાડામાં નહાવા ગયા હતા અને ડૂબી ગયા હતા.