Monsoon 2022: દેશના આ વિસ્તારોમાં ચાર દિવસ જોવા મળશે વાદળછાયુ વાતાવરણ, પૂરનું પણ એલર્ટ

|

Aug 08, 2022 | 9:13 AM

Weather Alert : હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Monsoon 2022: દેશના આ વિસ્તારોમાં ચાર દિવસ જોવા મળશે વાદળછાયુ વાતાવરણ, પૂરનું પણ એલર્ટ
દેશના ઘણા ભાગોમાં વરસાદ પડશે.
Image Credit source: PTI

Follow us on

દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાએ (Monsoon 2022) જમાવટ કરી દીધી છે. વરસાદને (Rain) કારણે દેશના અનેક રાજ્યોમાં નદીઓ બે કાંઠે વહી રહી છે. સતત વરસાદને કારણે ઘણા સ્થળોએ પૂરની (Flood) સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. હવામાન વિભાગ (Meteorological Department) અનુસાર દેશના કેટલાક વિસ્તારોમાં આગામી 3 થી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદને કારણે મધ્ય ભારતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

મધ્ય ભારત અને પશ્ચિમ તટીય વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી 200 mm વરસાદ પડશે તેવી હવામામન વિભાગે માહિતી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે સાંજે ચક્રવાતી પરિભ્રમણની અસરને કારણે બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ ભાગ અને તેની આસપાસના વિસ્તારો અને ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું છે. તે ભારે દબાણ હેઠળ હોવાનો અંદાજ છે. જે દેશના પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં ઓડિશા અને છત્તીસગઢ તરફ આગળ વધશે.

મધ્ય ભારતમાં ભારે વરસાદ પડશે

હવામાન વિભાગે જણાવ્યુ છે કે, ચોમાસાને લગતી લો પ્રેશર સિસ્ટમ હજુ પણ સક્રિય છે અને તે 3 થી 4 દિવસ સુધી ચાલુ રહી શકે છે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક એમ મહાપાત્રાએ જણાવ્યુ હતુ કે રવિવારે ઓડિશા અને કોંકણમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. લો પ્રેશરને કારણે મધ્ય ભારતના કેટલાક ભાગોમાં આગામી 3 થી 4 દિવસ સુધી ભારે વરસાદ પડશે. જો કે ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના ગંગા વિસ્તારમાં ઓછા વરસાદની સંભાવના છે.કારણ કે લો પ્રેશર એરિયા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધશે.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ઓડિશામાં પૂરનું એલર્ટ

હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે કે, નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને, અમે ઓડિશાના કેટલાક ભાગો માટે પૂરની ચેતવણી આપી છે. નદીઓમાં પૂરને લઈને સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવશે. પૂરના જોખમને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે, 9 ઓગસ્ટે ઓડિશામાં ભારે વરસાદની સંભાવના છે. 8 અને 10 ઓગસ્ટે વિદર્ભ ક્ષેત્ર, મરાઠવાડા અને પૂર્વ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે. 8 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે. 9 થી 11 ઓગસ્ટની વચ્ચે પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ પડશે. 9 અને 10 ઓગસ્ટે પૂર્વ મધ્યપ્રદેશ અને વિદર્ભ વિસ્તારમાં ભારે વરસાદ પડશે. ગુજરાત અને છત્તીસગઢના ઘણા વિસ્તારોમાં 8 અને 10 ઓગસ્ટે ભારે વરસાદ થશે.

Next Article