વાંદરા સાથે લેવાદેવા નથી Monkeypoxને, આ સામાન્ય કાળજી રાખો, ટળી જશે જીવનું જોખમ

વિશ્વમાં મંકી પોક્સના(Monkey Pox) કેસ વ્યાપેલા છે ત્યારે તેનાથી ગભરાવાને બદલે તેના લક્ષણો જાણી લો. લક્ષણો જાણીને તમે તુરંત સારવાર કરાવી શકશો. આ ચેપને વાંદરા સાથે કોઈ લેવાદેવા નથી. 

વાંદરા સાથે લેવાદેવા નથી Monkeypoxને, આ સામાન્ય કાળજી રાખો, ટળી જશે જીવનું જોખમ
Monkeypox symptoms
Image Credit source: ANI
| Edited By: | Updated on: Jun 05, 2022 | 9:57 AM

Information about Monekypox Virus : હાલમાં વિશ્વમાં મંકીપોક્સના (Monkey pox) ચેપનું પ્રમાણ વધ્યું છે. જોકે તેનાથી ગભરાવાની જરૂર નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જણાવ્યું હતું કે જો તમે મંકીપોક્સના કેટલાક લક્ષણો (symptoms ) અંગે માહિતાગર હશો તો તુરંત સારવાર કરાવી શકશો અને મંકીપોક્સના નુકસાનથી બચી શકશો.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે 19 દેશોના 131 થી વધુ લોકો મંકીપોક્સના ચેપથી પીડિત છે ત્યારે તેમના શરીર પર મોટા મોટા ફોલ્લા જોવા મળી રહ્યા છે જોકે આ સિવાય પણ અન્ય લક્ષણો છે જેનાથી તમે માહિતગાર હો તે જરૂરી છે. જો યોગ્ય જાણકારી હશે તો તમે યોગ્ય રીતે સારવાર કરાવી શકશો.

શું છે મંકીપોક્સ વાઇરસ

બ્લૂમબર્ગ ઇન્ટેલિજન્સ સિનિયર ફાર્માસ્યૂટિકલ એનાલિસ્ટ સેમ ફઝેલીએ જણાવ્યું હતું કે મંકીપોક્સ ચિકનપોક્સ કે સ્મોલ પોક્સ(ઓરી અછબડા)ની જેમ જ ઓર્થોપોક્સવાઇરસ છે પરંતુ મૃત્યુ દરની રીતે જોઈએ તો તે ઓરી અછબડા કરતાં ઓછી સમસ્યા ઉભી કરે છે. મંકીપોક્સને વાંદરા સાથે કોઈ લેવાદેવા નથી આ ચેપ વાંદરાથી ફેલાતો નથી.

કેવી રીતે ફેલાય છે મંકીપોક્સ

મંકીપોક્સથી પીડિત વ્યક્તિના શરીરમાંથી નીકળતા ચેપીલા પ્રવાહી (Contaminated Fluids)ના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જો તમે ચેપી વ્યક્તિના સૌથી નજીક રહોછો તો તેનો ઝડપથી ફેલાય છે.

મંકીપોક્સ જેને થયો છે તે વ્યક્તિ જ્યાં જ્યાં અડે છે તે જગ્યાને જો કોઈ બીજી વ્યક્તિ સ્પર્શે છે તો તેને ચેપ લાગી જાય છે.

કેટલાક અહેવાલ અનુસાર મંકીપોક્સથી પીડિત વ્યક્તિ સાથે શારિરીક સંબંધ બાંધવાથી કે અન્ય કોઈ રીતે શારિરીક રીતે સંપર્કમાં આવવાથી પણ આ ચેપ ફેલાય છે.

મંકીપોક્સનાં લક્ષણ

મંકીપોક્સની શરૂઆતમાં માથામાં અસહ્ય દુખાવો થાય છે અને સામાન્ય રીતે તેના લક્ષણ વાઇરલ ઇન્ફેક્શન જેવા જ હોય છે.

શરીરની રોગપ્રતિકાક ક્ષમતા ઘટે છે અને શરીરનું તાપામાન વધતા શરીરમાંથી વિવિધ કેમિકલ્સ રીલીઝ થતા સ્નાયુઓમાં દુખાવો થાય છે

1થી 2 અઠવાડિયા વચ્ચે ત્વચા પર રેશીઝ થાય છે અને તે પછી ફોલ્લા થાય છે.

ફોલ્લાં પડવાની સાથે જ બેક્ટેરિયલ ઇન્ફેક્શનની શકયતા વધી જાય છે.

મંકીપોક્સમાં રાખો આ કાળજી

મંકીપોક્સનો ચેપ લાગ્યા બાદ થોડા સમયમાં વેક્સિન લઇ લેશો તો તેનાથી બચી શકાશે.

આ  વાઇરસ કોવિડ કરતા ઓછો સંક્રમક વાઇરસ છે જેથી વધારાને ગભરાવાની જરૂર નથી.

મંકીપોક્સ ઝડપથી નથી ફેલાતો, જો સંક્રમિત દર્દીથી અંતર જાળવશો તો તમને ચેપ લાગશે નહીં.

 

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)