મની લોન્ડરિંગ કેસમાં ફસાઈ Amway India કંપની, EDએ 757 કરોડની સંપત્તિ કરી જપ્ત, પિરામિડ ફ્રોડનો લાગ્યો આરોપ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) મની લોન્ડરિંગ કેસમાં એમવે ઈન્ડિયા એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, EDએ સોમવારે ફર્મની 757.77 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) મની લોન્ડરિંગ કેસમાં એમવે ઈન્ડિયા એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, EDએ સોમવારે ફર્મની 757.77 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ફર્મ પર મલ્ટી-લેવલ માર્કેટિંગ કૌભાંડ ચલાવવાનો આરોપ છે. EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટાંચ કરાયેલી મિલકતોમાં એમવેની (Amway India) જમીન અને ફેક્ટરી બિલ્ડિંગ, પ્લાન્ટ અને મશીનરી, વાહનો, બેંક ખાતા અને તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં ફિક્સ ડિપોઝિટનો સમાવેશ થાય છે.
EDએ અગાઉ એમવેના 36 જુદા જુદા ખાતાઓમાંથી રૂ. 411.83 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ અને રૂ. 345.94 કરોડની બેન્ક બેલેન્સ જપ્ત કરી હતી. તપાસ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલી મની લોન્ડરિંગ તપાસમાં બહાર આવ્યું છે કે, એમવે ડાયરેક્ટ સેલિંગ મલ્ટિ-લેવલ માર્કેટિંગ નેટવર્કની આડમાં પિરામિડ છેતરપિંડી ચલાવી રહી છે. એજન્સીએ કહ્યું કે, તપાસમાં તે સામે આવ્યું છે કે કંપની દ્વારા ઓફર કરવામાં આવી રહેલી પ્રોડક્ટની કિંમત ખુલ્લા બજારમાં હાજર પ્રતિષ્ઠિત ઉત્પાદકોના લોકપ્રિય ઉત્પાદનોની તુલનામાં ઘણી વધારે છે.
બિઝનેસમાંથી 27,562 કરોડ જમા કરાવ્યા
તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે, ફર્મે 2002-03 થી 2021-22 સુધીમાં તેના બિઝનેસ ઓપરેશન્સમાંથી 27,562 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. તેમાંથી, કંપનીએ નાણાકીય વર્ષ 2002-03 થી 2020-21 દરમિયાન ભારત અને અમેરિકામાં હાજર તેના વિતરકો અને સભ્યોને રૂ. 7588 કરોડનું કમિશન ચૂકવ્યું હતું. તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સત્ય જાણ્યા વિના, સામાન્ય લોકો કંપનીના સભ્યો તરીકે જોડાવા અને ઊંચી કિંમતે ઉત્પાદન ખરીદવા માટે તૈયાર થઈ જાય છે.”
કંપનીનું ધ્યાન ઉત્પાદન પર ન હતું
તેણે કહ્યું, આમાં જોડાનાર નવા સભ્યો ઉપયોગ કરવા માટે ઉત્પાદન નથી ખરીદી રહ્યા, પરંતુ સમૃદ્ધ બનવા માટે સભ્ય બની રહ્યા છે. અપલાઇનના સભ્યોએ પણ આ કર્યું છે. સત્ય એ છે કે, અપલાઇન સભ્યોને મળતું કમિશન ઉત્પાદનના ભાવમાં વધારો કરવામાં ઘણો ફાળો આપે છે. EDએ કહ્યું કે, ફર્મનું સમગ્ર ધ્યાન તેના પર છે કે લોકો તેના સભ્યો બનીને કેવી રીતે અમીર બની શકે. ઉત્પાદન પર આ કંપનીનું કોઈ ધ્યાન ન હતું. પ્રોડક્ટ્સનો ઉપયોગ આ મલ્ટી લેવલ માર્કેટિંગ પિરામિડ ફ્રોડને ડાયરેક્ટ સેલિંગ કંપની તરીકે છુપાવવા માટે થાય છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો